Home »National News »Latest News »National» NIA Reached To Investigate Hirakhand Express Train Accident

હીરાખંડ એક્સપ્રેસ અકસ્માતની તપાસ માટે પહોંચી NIA, પાટા સાથે ચેડાંની આશંકા

divyabhaskar.com | Jan 23, 2017, 14:13 PM IST

  • જગદલપુર-ભુવનેશ્વર ટ્રેન અકસ્માતની તપાસ માટે એનઆઇએની ટીમ કુનેરૂ સ્ટેશન પહોંચી.
હૈદરાબાદ: આંધ્રપ્રદેશના કુનેરૂ સ્ટેશન પર હીરાખંડ એક્સપ્રેસ ટ્રેન અકસ્માતની તપાસ માટે સોમવારે એનઆઇએ (નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી) ની ટીમ પહોંચી હતી. આ અકસ્માતનું કારણ પાટાઓ સાથે ચેડાં થયા હોવાનું પણ દર્શાવવામાં આવે છે. હૈદરાબાદથી ફોરેન્સિક ટીમ પણ પહોંચી છે. ઉલ્લેખનીય છે કે કુનેરૂ પાસે જગદલપુર-ભુવનેશ્વર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઇ હતી. આ અકસ્માતમાં 39 લોકો મૃત્યુ પામ્યા હતા.
 
અકસ્માત પહેલા ટ્રેક પરથી એક માલગાડી પસાર થઇ હતી
 
- રેલવેના સ્પોક્સપર્સન અનિલ સક્સેનાએ કહ્યું, “આ મામલામાં ગરબડ એટલા માટે લાગે છે, કારણકે આ જ ટ્રેક પરથી બે કલાક પહેલા એક માલગાડી પસાર થઇ હતી.”
- “પેટ્રોલિંગ ટીમને પણ શનિવારે ટ્રેક ખાનીરહિત બરાબર લાગ્યો હતો.”
- “હીરાખંડ એક્સપ્રેસના ડ્રાઇવરે પણ અકસ્માત પહેલા એક જોરદાર આંચકો અનુભવ્યો હતો. તેણે એક ધમાકાનો અવાજ પણ સાંભળ્યો હતો. તે પછી તેણે ઇમરજન્સી બ્રેક મારી હતી.”
- “આ નક્સલવાદીઓનો વિસ્તાર છે અને આ અકસ્માત ગણતંત્ર દિવસના થોડાક જ દિવસો પહેલા થયો છે.”
- “આ તમામ કારણોને લીધે રેલવેને આ અકસ્માત પાછળ કોઇ કાવતરું હોવાની આશંકા છે.”
 
કેવી રીતે થયો અકસ્માત?
 
- આંધ્રપ્રદેશના વિજયનગર જિલ્લાના કુનેરૂ સ્ટેશન પાસે શનિવારે રાતે 11 વાગે 18448 જગદલપુર-ભુવનેશ્વર હીરાખંડ એક્સપ્રેસનું એન્જિન અને 9 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
- ઇસ્ટ કોસ્ટ રેલવેના જણાવ્યા પ્રમાણે, આ અકસ્માતમાં 39 લોકો મૃત્યુ પામ્યા છે અને 100 થી પણ વધુ લોકો ઘાયલ થયા છે.
- અકસ્માતમાં ગુજરી ગયેલા આંધ્રપ્રદેશના લોકોના પરિવારોને મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ 5-5 લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી હતી.
- આ ઉપરાંત, રેલવે મંત્રાલયે પણ મરનાર લોકોના પરિવારને 2-2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: NIA reached to investigate Hirakhand express train accident
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended