Home »National News »Latest News »National» NIA Team Sent To Bihar To Investigate ISIS Role In Train Derailment

નેપાળ સરહદે ISIએ સ્લીપર સેલ તૈયાર કર્યુ, NIAના દરોડા

Pramansu Sekhar/Priyranjan, Muzaffarpur | Jan 20, 2017, 01:15 AM IST

  • નેપાળ સરહદે ISIએ સ્લીપર સેલ તૈયાર કર્યુ, NIAના દરોડા,  national news in gujarati
મુજફ્ફરપુર /મોતિહારી:પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ ભારતમાં વિનાશ વેરવા નેપાળ બોર્ડરના 100થી વધુ બાળકોને ફસાવી રાખ્યાં છે. તહેસીન ઉર્ફે મોનુની ધરપકડ બાદ ઈન્ડિયન મુજાહિદ્દીનનો દરભંગા મોડ્યુલ નિષ્ફળ થઈ ગયો હતો. દુબઈમાં બિરાજમાન નેપાળી બિઝનેસમેન શમ્શુલ હોદાના માધ્યમથી આઈએસઆઈ નેપાળ-ઉત્તર બિહારના સરહદી જિલ્લા પૂર્વ ચંપારણ, સીતામઢી, મધુબનીના છોકરાઓને ફોસલાવીને મોતીહારી મોડ્યુલ તૈયાર કરી રહ્યું છે.
 
પકડાયેલા મોતી પાસવાન, ઉમાશંકર પટેલ તથા મુકેશ યાદવે આ ખુલાસો એનઆઈએ, આઈબી, એટીએસ, રેલવે વિજિલન્સ સહિત અન્ય ગુપ્તચર એજન્સી સમક્ષ કર્યો છે. ત્રણેએ ઘણાં નામો જણાવ્યાં છે. તેના પર ગુરુવારે એનઆઈએની ટીમે સ્થાનિક પોલીસની મદદથી ઘોડાસહન તથા આદાપુર વિસ્તારનાં અનેક ગામડાઓમાં દરોડા પાડ્યા હતા. ત્રણેને મોતીહારીથી અલગ બીજા સ્થળે લઈ જઈ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. એવું મનાય છે કે દેશના ઘણાં રાજ્યોમાં સર્જાયેલા રેલવે અકસ્માતોમાં ક્યાંક ને ક્યાકં મોતીહારી મોડ્યુલે ભૂમિકા ભજવી છે.
 
અંડરવર્લ્ડ ડોન દાઉદ સાથે સંબંધોની તપાસ

હવે ગુપ્તચર એજન્સી શમ્શુલ હોદાના સંબંધો અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ સહિત અન્ય આતંકીઓ સાથે છે કે નહીં તે અંગે તપાસ કરી રહી છે. નેપાળના વીરગંજમાં બેઠેલા શમ્શુલનો ભાઈ પણ ષડ્યંત્રમાં સામેલ છે. તેના માધ્યમથી જ તેણે નેપાળ નાગરિક બ્રજકિશોર ગિરિ ઉર્ફે બાબાની પસંદગી કરી હતી. તેણે નેપાળ તથા બિહારના પૂર્વ ચંપારણના અનેક છોકરાઓને પૈસાની લાલચ આપી ટીમમાં સામેલ કર્યા હતા. તેમાં ગુનેગાર તથા નક્સલીઓ પણ સામેલ હતા.
 
નેપાળ કે બીજે ક્યાંક ટ્રેનિંગ મળી
 
ગુપ્તચર એજન્સી હવે એ જાણકારી એકઠી કરી છે કે નેપાળ તથા બિહારમાં પકડાયેલા આ છ શંકાસ્પદ આતંકીઓને ટ્રેનિંગ ક્યાં અપાઈ હતી. તેમને નેપાળ અથવા દુબઈના માર્ગે પાક.તો નહોતા મોકલાયા. આતંકી પ્રવૃત્તિઓનું સેન્ટર નેપાળ તો નથી બનાવાયું ને? બાબા સહિત અન્ય શંકાસ્પદોના એકાઉન્ટની પણ તપાસ હાથ ધરાઈ છે.
 
કોલ ડીટેલથી રહસ્યોનો ખુલાસો થશે

બિહાર તથા નેપાળમાં પકડાયેલા આ છ શંકાસ્પદ આતંકીના મોબાઇલની કોલ ડીટેલ ચકાસવામાં આવી રહી છે. તપાસમાં જાણ થશે કે ભારત, નેપાળ, દુબઈ સહિત પાક.માં તેમની ક્યાં ક્યાં વાતચીત થાય છે?
 
પકડાયેલા શંકાસ્પદ આતંકીઓની પૂછપરછ દરમિયાન કાનપુર રેલવે દુર્ઘટના સંબંધિત ઘણા મુદ્દાઓનો ઘટસ્ફોટ થયો છે. દરેક મુદ્દાઓની તપાસ થઈ રહી છે. અન્ય લોકો સાથે પણ તેમના સંબંધોની જાણકારી મળી છે. જેની તપાસ હાથ ધરવામાં આવી છે. - સંજીવકુમાર દીક્ષિત, ડેપ્યુટી એસપી, યુપી એટીએસ, કાનપુર
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: NIA team sent to Bihar to investigate ISIS role in train derailment
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended