Home »National News »Latest News »National» Nia Said 78 Bank Accounts Of Zakir Naik Under Scanner In India

ઝાકિર નાઈક અને સૈયદ ગિલાની પર NIA ગાળિયો ભીંસ્યો, બેંક એકાઉન્ટની તપાસ

Agency | Jan 19, 2017, 13:25 PM IST

  • ગત વર્ષે NIA દ્વારા 112 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી 64 જેહાદી આતંક સાથે સંકળાયેલા હતા. (ફાઈલ)
નવી દિલ્હીઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા આજે મહત્વની જાણકારી આપવામાં આવી હતી. એજન્સીએ કહ્યું કે ઈસ્લામિક પ્રચારક ઝાકિર નાઈકના ભારતમાં આવેલા 78 બેંક એકાઉન્ટ પર નજર રાખવામાં આવી રહી છે. રિયલ એસ્ટેટમાં નાઈકના એનજીઓએ આશરે 100 કરોડ રૂપિયા ઈન્વેસ્ટ કર્યા છે. આ ઉપરાંત સૈયદ અલી શાહ ગિલાનીના બે ખાતાની તપાસ થઈ રહી છે.
 
2016માં 112 લોકોની NIAકરી ધરપકડ
 
- ગત વર્ષે NIA દ્વારા 112 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી 64 જેહાદી આતંક સાથે સંકળાયેલા હતા.
- ભારત સરકાર દ્વારા ISIS સાથે સંકળાયેલા 12 કેસની તપાસ એનઆઈએને સોંપવામાં આવી હતી. જેમાં 35 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે 35 આરોપીઓ ભાગી છૂટ્યા હતા.
- 6 કેસમાં ચાર્જ શીટ અને વધારાની ચાર્જ શીટ ફાઈલ કરવામાં આવી છે. જ્યારે 8 કેસમાં તપાસ ચાલુ છે.
- નગરોટા હુમલામાં જૈશ-એ-મોહમ્મદનો હાથ જ્યારે ઉરી અને હંદવાડા હુમલામાં લશ્કર-એ-તોયબાનો હાથ હતો.
- ઝાકિર નાઈકના ભારતભરમાં આવેલા 78 બેંક એકાઉન્ટની તપાસ થઈ રહી છે. તેના એનજીઓ દ્વારા રિયલ એસ્ટેટમાં આશરે 100 કરોડ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Nia said 78 bank accounts of zakir naik under scanner in India
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended