Home »National News »Latest News »National» Nia Said Bihar Police S Line Of Investigation Pointing To An Isi Backed Sabotage Plot

રેલ દુર્ઘટનાની ISI લિંકઃ બિહાર પોલીસની તપાસમાં દમ હોવાનું સ્વીકારતી NIA

divyabhaskar.com | Jan 27, 2017, 10:21 AM IST

  • ગત સપ્તાહે હીરાખંડ એક્સપ્રેસ પાટા પરથી ખડી પડી ત્યારે એનઆઈએ દ્વારા પાટા સાથે ચેડાં થયા હોવાની શંકા વ્યક્ત કરી હતી
નવી દિલ્હી. રેલવે ટ્રેકને નુકસાન પહોંચાડી દેશભરમાં ટ્રેન એક્સિડન્ટને અંજામ આપવાનું કાવતરું ઘડવાના આરોપની દિશામાં તપાસ કરી રહેલી બિહાર પોલીસની થિયરીને હવે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ પણ પ્રાથમિક દ્રષ્ટિએ સાચી માની છે. ઉલ્લેખનીય છે કે એનઆઈએ પૂર્વ ચંપારણમાં રેલવે ટ્રેક પર ધડાકાની કોશિશ, ઈન્દોર પટના એક્સપ્રેસ ડિરેલમેંટ અને ગત સપ્તાહે આંધ્ર પ્રદેશના કોનેરુમાં થયેલા રેલ દુર્ઘટનાની તપાસ કરી રહી છે.
 
બિહાર પોલીસે કઈ દિશામાં કરી હતી તપાસ
 
- બિહાર પોલીસની તપાસમાં એ વાતના સંકેત મળ્યા હતા કે રેલ દુર્ઘટનામાં પાકની ગુપ્તચર એજન્સી આઈએસઆઈનો હાથ છે.
- એનઆઈએ પણ સ્વીકાર્યું છે કે આઈએસઆઈ કાવતરામાં સામેલ હોવાના એંગલની વધુ એક તપાસ થવી જરૂરી છે.
- એનઆઈએના સૂત્રોએ જણાવ્યું કે બિહારના મોતિહારીથી પકડાયેલા ત્રણેય આરોપીઓ પૂછપરછમાં તેમનું જૂનું રટણ ચાલું રાખ્યું છે.
- આરોપીઓએ પૂર્વ ચંપારણમાં ટ્રેકને નુકસાન પહોંચાડવાની કોશિશ અને કાનપુર રેલ ડિરેલમેન્ટમાં હાથ હોવાની વાત કબૂલી હતી.
 
ગૃહ મંત્રાલયે શું કહ્યું
 
- ગૃહ મંત્રાલયના એક ઓફિસરે જણાવ્યું, આરોપીઓ દ્વારા બિહાર પોલીસને આપવામાં આવેલી જાણકારી અને અમારી પૂછપરછમાં મળેલી ઈન્ફોર્મેશનમાં કોઈ ફરક નથી.
- આ ઉપરાંત કેટલાંક ટેકનિકલ પુરાવા પણ મળ્યા છે. જેનાથી ખબર પડે છે કે પકડાયેલા આરોપીઓએ નેપાળી હેન્ડલર બ્રિજ કિશોર ગિરી, દુબઈમાં બેસીને કાવતરાને અંજામ આપનાર માસ્ટરમાઈન્ડ શમશુલ હુદા અને કરાચીના શંકાસ્પદ આઈએસઆઈ એજન્ટ શફી શેખ સાથે વાતચીત થઈ. તેનાથી આઈએસઆઈની મિલીભગતની શંકાને વધારે પ્રબળ બને છે.
 
બિહાર પોલીસે પકડેલા આરોપીઓ કોની સાથે કરી હતી વાત
 
તપાસ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે, બિહાર પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એક ઉમાશંકર પટેલે હુદા અને શેખ બંને સાથે વાત કરી હતી. બંને ગત વર્ષે ઓગસ્ટમાં દુબઈમાં સાથે જ હતા. ગિરીએ બંનેનો સંપર્ક કરી ઉમાશંકર સાથે કરાવ્યો હતો. ઓફિસર જણાવ્યું કે, તેમણે રેલવે ટ્રેક પર આઈઈડી દ્વારા ધડાકા કરીને ભારતમાં ટ્રેન દુર્ઘટના કરાવવાના કાવતરા પર ચર્ચા કરી. જોકે આ એક જનરલ ચર્ચા હતી અને તેમાં ચંપારણ તથા કાનપુર દુર્ઘટનાનો ખાસ કરીને ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો.
 
એનઆઈએ ઈન્વેસ્ટિગેશન માટે ઈચ્છે છે કસ્ટડી
 
એનઆઈએ ઈન્વેસ્ટિગેશન માટે શમસુલ હુદા અને કરાચી સ્થિત આઈએસઆઈ એજન્ટ શફી શેખની પણ કસ્ટડી ઈચ્છે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Nia said bihar police s line of investigation pointing to an isi backed sabotage plot
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended