Home »National News »Photo Feature» Police Found Suicide Note From Her Under Garments During Postmortem

પોસ્ટમોર્ટમમાં પરણિતાના અંડરગાર્મેન્ટ્સમાંથી મળી સુસાઈડ નોટ, જણાવી આ વાત

divyabhaskar.com | Jan 26, 2017, 00:06 AM IST

  • મૃતક સુમનના લગ્ન સૌરભ દુબે સાથે કરવામાં આવ્યા હતા.
અલાહાબાદઃ એક નવપરણિત મહિલાએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોસ્ટમોર્ટમ દરમિયાન તેના અંડરગાર્મેન્ટ્સમાંથી સુસાઈડ નોટ મળી આવી હતી. સુસાઈડ નોટમાં મૃતકે લખ્યું હતું કે-‘જે યુવકને હું પ્રેમ કરતી હતી તેની સાથે લગ્ન કરવાના બદલે બળજબરીપૂર્વક અન્ય યુવક સાથે લગ્ન કરાવી દીધા. જેથી આ જીવન મારા માટે ભાર બની ગયો હતો.’ બીજી તરફ મૃતકાના ભાઈએ તેના પતિ પર હત્યાનો આરોપ લગાવ્યો છે.
 
અંડરગાર્મેન્ટ્સમાંથી મળી સુસાઈડ નોટ..

- સુમન (19) ઘરની નજીક આવેલી એક ડિગ્રી કોલેજમાં બીએ સેકન્ડ યરની સ્ટુડન્ટ હતી.
- સુમનના લગ્ન સૌરભ દુબે સાથે કરવામાં આવ્યા હતા. સુમનના ભાઈ દિલીપે આરોપ લગાવ્યો છે કે, સૌરભ એલએલબીનો અભ્યાસ કરતો હોવાનું જણાવ્યું હતું, જોકે આ વાત ખોટી નીકળી છે.
- દિલીપે જણાવ્યું કે, સાસરીવાળા સુમન પર ત્રાસ ગુજારતા હતા. તેને પરિવારજનો સાથે વાતચીત પણ કરવા દેતો નહોતા.
- અંતે દિલીપ પોતે બહેનના ઘરે પહોંચ્યો. બહેનનો રૂમ બંધ હોવાથી બારીમાંથી જોતા બહેન ફાંસે લટક્તી જોવા મળી.
- આ મામલે પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે આ મામલે પૂછપરછ હાથ ધરી મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો.
- પોસ્ટમોર્ટમ દરમિયાન તેના અંડરગાર્મેન્ટ્સમાંથી સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તે ઈચ્છા અનુસાર યુવક સાથે લગ્ન ન થવાથી નિરાશ હોવાની વાત કરી હતી.
- પોલીસે જણાવ્યું કે, પતિ-પત્ની વચ્ચે રોજ ઝઘડા થતા હતા. સુમન બે દિવસથી કોઈની સાથે વાતચીત કરતી નહોતી.
- સુમનના ભાઈ દિલીપે સૌરભના પરિવાર વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.......................................)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Police Found Suicide Note From Her Under Garments During Postmortem
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext