Home »National News »Photo Feature» Lady Thief Caught In CCTV Camera, Police Started Search Of Thief

વોશરૂમ ગઈ માતા અને હોસ્પિટલમાંથી ચોરાયું બાળક, CCTVમાં કેદ થઈ ચોર

divyabhaskar.com | Feb 11, 2017, 14:36 PM IST

  • બાળકની માતા અનુસાર તે 5 મિનિટ માટે વોશરૂમ ગઈ હતી અને પાછી આવી ત્યારે બાળક ગુમ હતો.
લખનઉઃ અહીંના એક કોમ્યુનિટી હેલ્થ સેન્ટરથી મહિલાના નવજાત બાળકના ચોરી જવાની ઘટના સામે આવી છે. બાળકની માતા અનુસાર તે 5 મિનિટ માટે વોશરૂમ ગઈ હતી અને પાછી આવી ત્યારે બાળક ગુમ હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતા તેમાં એક મહિલા બાળકને લઈ જતા દેખાઈ હતી.
 
અમુક કલાકમાં જ આનંદનો માહોલ ગમમાં ફેરવાયો....

- લક્ષ્મી નામની મહિલાને સવારે 8.30 કલાકે દાખલ કરવામાં આવી હતી.
- અહીં તેણે પોતાનો પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો. હેલ્થ સેન્ટરમાં મહિલા સાથે તેનો પતિ અમિત ચૌહાણ અને ફુઈ કમલા દેવી હતા.
- સવારે 10.30 વાગે પરિવારજનોને જાણ કરવામાં આવી કે લક્ષ્મીએ પુત્રને જન્મ આપ્યો છે.
- પરિવારજનોમાં ખુશીની લહેર જોવા મળી રહી હતી પરંતુ તે બપોર સુધી ગમના વાતાવરણમાં બદલાઈ ગઈ હતી.
- વોશરૂમની બહાર આવ્યા બાદ પુત્ર ન મળતા લક્ષ્મીએ બુમો પાડી, સેન્ટરમાં હાહાકાર મચી ગયો પણ બાળક ન મળ્યો.
- બાળકના માતા-પિતા આઘાતને કારણે કોઈની સાથે વાતચીત કરી શકતા નથી. 
- પોલીસે એક હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ તપાસતા તેમા એક મહિલા બાળકને લઈ જતા જોવા મળી હતી.
- પોલીસે ફૂટેજના આધારે મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો...........................)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Lady Thief Caught in CCTV Camera, Police Started Search Of Thief
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext