Home »National News »Latest News »National» Pakistan S New Allegation On India

ન્યૂક્લિયર મટીરિયલથી હથિયાર બનાવી રહ્યું છે ભારતઃ પાક.નો આક્ષેપ

divyabhaskar.com | May 19, 2017, 15:56 PM IST

  • પ્રતીકાત્મક તસવીર
ઈસ્લામાબાદ. કુલભૂષણ જાધવ કેસમાં આઇસીજેમાં થયેલી હાર બાદ ગભરાયેલું પાકિસ્તાન હવે ભારત પર પાયા વગરના આરોપો લગાવવામાં લાગી ગયુ છે. ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપ અંતર્ગત શાંતિપૂર્ણ હેતુ માટે મળેલા ન્યૂક્લિયર મટીરિયલનો ઉપયોગ ભારત હથિયાર બનાવવામાં કરી રહ્યું હોવાનો પાકિસ્તાને આરોપ લગાવ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નફીસ ઝકરિયાએ જણાવ્યું કે, સિવિલ ન્યૂક્લિયર ડીલ અને એનએસજીની છૂટ અંતર્ગત આયાત કરવામાં આવતા ન્યૂક્લિયર ફ્યૂલ, ઈક્વિપમેન્ટ અને ટેકનિકનો ભારત દ્વારા અન્ય કાર્યોમાં ઉપયોગ કરવાના ખતરા અંગે પાકિસ્તાન સતત કહેતું આવ્યું છે.
 
દક્ષિણ એશિયાના દેશો પર થશે અસર
 
ઝકારિયાએ કહ્યું, આ ચિંતા નવી નથી. ભારત ન્યૂક્લિયર મટીરિયલનો ઉપયોગ તેના હથિયાર વિકસાવવા કરતું આવ્યું છે. ભૂતકાળમાં પણ ભારત સાથે ન્યૂક્લિયર મટીરિયલના ખોટા ઉપયોગનો મુદ્દો સંકળાયેલો રહ્યો છે, જેની પાકિસ્તાનની નેશનલ સિક્યુરિટી અને દક્ષિણ એશિયાના દેશો પર દૂરગામી અસર પડી શકે છે.
 
ભારતે એકત્ર કર્યું ન્યૂક્લિયર હથિયારોનું મટીરિયલ?
 
ભારતનો ન્યૂક્લિયર વેપન પ્રોગ્રામ વિશ્વમાં સૌથી ઝડપથી વધી રહ્યો હોવા તરફ વિશ્વનું ધ્યાન નથી. હાર્વર્ડ કેનેડી સ્કૂલ દ્વારા જાહેર કરવામાં આવેલા દસ્તાવેજોનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું, ન માત્ર આ પેપરમાં પરંતુ અન્ય બીજા રિપોર્ટમાં ભારતને વિદેશથી મળી રહેલા ન્યૂક્લિયર મટીરિયલના અસુરક્ષિત ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઝકારિયાએ અન્ય એક રિપોર્ટનો ઉલ્લેખ કરીને કહ્યું ભારતે 2600 ન્યૂક્લિયર હથિયારોનું મટીરિયલ એકત્ર કરી લીધું છે. NSG અંતર્ગત આવતા દેશો આ મુદ્દે ધ્યાન આપે તે તેમની જવાબદારી છે.
 
ભારતની NSGસભ્યતા પર ઉઠાવ્યો સવાલ
 
પાક. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ભારતની એનએસજી સભ્યતા પર સવાલ ઉઠાવ્યો છે. ઉપરાંત એવો દાવો કર્યો કે અનેક ઈન્ટરનેશનલ ન્યૂક્લિયર એક્સપર્ટ, થિંક ટેન્ક ઉપરાંત મીડિયા રિપોર્ટ્સમાં ભારતીય ન્યૂક્લિયર પ્રોગ્રામમાં કથિત રીતે ટ્રાન્સપરેન્સી અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા માપદંડોમાં ઉણા ઉતરવું ઉપરાંત ન્યૂક્લિયર મટીરિયલનો હથિયાર બનાવવામાં ઉપયોગ કરવાની શક્યતા લઈ ચિંતા વ્યક્ત કરી છે.
 
ફરી કાશ્મીર રાગ
 
RSS દ્વારા કાશ્મીરમાં એક ટુકતી તહેનાત કરી રાખી હોવાનો આરોપ ઝકારિયાએ લગાવ્યો છે. આ યુનિટ્સની દેખરેખ નોન કાશ્મીરી લોકોના હાથમાં છે. ઝકારિયાએ કાશ્મીરની હાલત પર ધ્યાન આપવા આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે. કાશ્મીરમાં વધતી હિંસામાં પાકિસ્તાની આતંકીઓ સામેલ હોવાની વાત સામે આવી ચૂકી છે, તેવા જ સમયે આ આરોપ સામે આવ્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Pakistan s new allegation on india
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended