Home »National News »Latest News »National» Shashikala Appoints Nephew As Deputy In AIADMK

શશિકલાએ બેંગલુરુ જેલમાં કર્યું સરન્ડર, જયાની સમાધિ 3 વાર થપકાવી

divyabhaskar.com | Feb 16, 2017, 00:26 AM IST

  • મરીના બીચ ખાતે જયલલિતાના સ્મારક પર પુષ્પાંજલિ અર્પિત કરી રહેલા શશિકલા
ચેન્નઈ. સુપ્રીમ કોર્ટના ઓર્ડર બાદ બુધવારે શશિકલાએ 6 વાગ્યાની આસપાસ બેંગલુરુ જેલમાં સરન્ડર કર્યું હતું. આ પહેલા જયલલિતાની સમાધી પહોંચી હતી. શશિકલા પહેલા થોડીવાર હાથ જોડીને પ્રાર્થના કરતી રહી. નમીને ત્રણ વાર તેણે નમન કર્યું. પછી મનમાં કંઈક પ્રાર્થના કરતી રહી. ત્યારબાદ ત્રણવાર જોરથી સમાધિ પર થપકાવ્યું હતું. આ પહેલા સુપ્રીમ કોર્ટે તેને સરેન્ડર કરવા માટે વધુ સમય આપવાની ના પાડી દીધી હતી. શશિકલાએ હેલ્થ બેકગ્રાઉન્ડ પર સરેન્ડર કરવા માટે બે અઠવાડિયાનો સમય માગ્યો હતો. બીજી તરફ, બેંગલુરુમાં કોર્ટને સિક્યુરિટીના કારણે સેન્ટ્રલ જેલમાં શિફ્ટ કરી દેવામાં આવી છે. આ જેલમાં જ તે સરેન્ડર કરશે.
 
અન્નાદ્રમુકનાં મહામંત્રી શશિકલા બુધવારે બેંગલુરુની સેન્ટ્રલ જેલ પહોંચી ગયાં. કેદી નંબર 9435 શશિકલાને જેલમાં સીએમ (કેન્ડલ મેકર) એટલે મીણબત્તી બનાવવાનું કામ મળશે એવું જેલના સૂત્રોનું કહેવું છે. આ કામ માટે તેમને દરરોજ 50 રૂપિયા સુધી મળશે. વીઆઇપી ટ્રીટમેન્ટ તો દૂર તેમને રવિવારની રજા પણ મળશે નહીં. અન્ય બે મહિલાઓની સાથે સામાન્ય બેરેકમાં રહેશે. જેલ વહીવટીતંત્રએ શશિકલાને 3 સાડીઓ આપી છે. બિનહિસાબી સંપત્તિના કેસમાં દોષિત ઠરાવીને શશિકલાને ચાર વર્ષની સજા થઇ છે.શશિકલાના સમર્થકોએ બેંગ્લુરુ સેન્ટ્રલ જેલ પાસે હંગામો કર્યો હતો. હંગામામાં શશિકલાના કાફલાની ચાર કારને પણ નુકસાન થયું છે. શશિકલાની સાથે તેમની ભાભી ઇલાવારસી અને ભત્રીજા સુધાકરણે પણ સરેન્ડર કર્યું છે.
થપકાવવાનો શું છે અર્થ?
 
- પાર્ટી સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે શશિકલાએ સમાધિ પર થપકાવીને શપથ લીધી કે હું ટૂંક સમયમાં જ પરત આવીને તમારા સપના પૂરા કરીશ.
- જે લોકો પાર્ટી વિરુદ્ધ ષડયંત્ર કરી રહ્યા છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. શશિકલા સમાધિ પર લગભગ 10 મિનિટ રહી.
- આ પહેલા શશિકલાએ લાંબા સમયથી પાર્ટીની બહાર રહેલા પોતાના ભત્રીજા ટીટીવી દિનાકરણને AIADMKમાં પરત લીધો હતો.
- દિનાકરણને ડેપ્યુટી જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે દિનાકરણને 2011માં જયલલિતાએ બહારનો રસ્તો બતાવી દીધો હતો.

સુપ્રીમ કોર્ટનો વધુ સમય આપવાનો ઇન્કાર 

સુપ્રીમ કોર્ટે AIADMKના મહાસચિવ શશિકલાને સરન્ડર કરવા માટે વધુ સમય આપવાનો ઇન્કાર કરી દીધો છે અને બેંગલુરૂની કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવા જણાવ્યું છે. જેના પગલે સંખ્યામાં સમર્થકો પોએસ ગાર્ડન બહાર એકઠાં થયાં હતાં. ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે શશિકલા બેંગલુરૂ જવા રવાના થયા.  

જાણકારોના માનવા પ્રમાણે, શશિકલા બેંગલુરૂની કોર્ટમાં સરન્ડર કર્યાં બાદ ત્યાં આરોગ્યનું કારણ આગળ ધરીને બે અઠવાડિયાની મુદ્દત માંગશે. આ દરમિયાન શશિકલા પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને AIADMKના ધારાસભ્યો પાસે પલાનીસ્વામીના સમર્થનમાં વોટિંગ કરાવી શકે છે. આમ થશે તો કમ સે કમ છ મહિના માટે આ સરકાર સામે કોઈ સંકટ નહીં આવે. 

મંગળવારે સુપ્રીમ કોર્ટે આવક કરતાં વધુ સંપત્તિના મામલામાં શશિકલા જયલલિતા તથા અન્યોને દોષિત ઠેરવ્યા હતા. શશિકલાને ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. જેમાંથી છ મહિના જેટલો સમય જેલમાં પસાર કર્યો હોવાથી બાકીનો સમય પસાર કરવો પડશે. જેલમાંથી બહાર આવ્યા બાદ વધુ છ વર્ષ સુધી શશિકલા ચૂંટણી લડી નહીં શકે. 

શશિકલાએ પાર્ટી પર નાગચૂડ જમાવી

શશિકલા AAIADMKના મહાસચિવ છે. બુધવારે શશિકલાએ તેના ભત્રીજા ટીટીવી દીનાકરણને પાર્ટીનો નાયબ મહાસચિવ બનાવ્યા. આમ જેલમાં ગયા બાદ તામિલનાડુ સરકારમાં પલાનીસ્વામી તથા પાર્ટી પર દીનાકરણ દ્વારા નાગચૂડ જમાવી રાખવા માંગે છે. વર્ષો અગાઉ જયલલિતાએ દીનાકરણને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા અને ત્યારથી તે પાર્ટીથી અલગ હતા.  
 
શશીકલા, પલનિસામી પર MLAના અપહરણનો કેસ

ચેન્નાઇ પોલીસે એસ.એસ. સરવનનની ફરિયાદ પર શશિકલા અને પલનિસામી સહિત ચાર લોકો સામે પક્ષના ધારાસભ્યોના અપહરણ કરવાનો કેસ નોંધ્યો છે. તેમના પર અન્નાદ્રમુકના ધારાસભ્યોનું અપહરણ કરીને રિસોર્ટમાં બંધક બનાવવાનો આરોપ મુકાયો છે. ધારાસભ્ય આ કેસ નોંધાયો છે. તેમણે સોમવારે રિસોર્ટથી ભાગીને ડીજીપી સમક્ષ આ ફરિયાદ કરી હતી. બુધવારે પણ પોલીસે રિસોર્ટમાં ધારાસભ્યોની પૂછપરછ કરી હતી.
 
શશિકલાના બે સંબંધી અન્નાદ્રમુકમાં સામેલ

શશિકલાએ જેલ જતા પહેલાં પોતાના બે સંબંધીઓને અન્નાદ્રમુકમાં સામેલ કરી દીધા છે. જયલલિતાએ તેમને બે વર્ષ પહેલાં પક્ષમાંથી કાઢી મૂક્યા હતા. તેમણે ભત્રીજા ટીટીવી દીનકરનને નાયબ મહામંત્રી બનાવ્યા છે. તેમના ઉપરાંત એસ. વેંકટેશ પણ પક્ષમાં સામલે થઇ ગયા છે.
 
પ્રતિક્રિયા 

- શશિકલાને સજા થવાથી લોકશાહીના મૂળિયા મજબૂત થશે તથા તામિલનાડુમાં પ્રમાણિક રાજકારણની શરુઆત થશે .: જનતા દળ યુનાઈટેડ 

જયલલિતાના ભત્રીજીએ મંગળવારે સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યું. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Shashikala appoints nephew as deputy in AIADMK
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended