Home »National News »Latest News »National» NEET 2017 Will Be Counted First Attempt Decided By Union Health Ministry

દિલ્હી: નીટ 2017ને પ્રથમ અટેમ્પ્ટ ગણાશે, ટેસ્ટ આપી ચૂકેલાને ફાયદો થશે

Bhaskar News Network, New Delhi | Feb 04, 2017, 02:42 AM IST

નવી દિલ્હી, જયપુર:દેશભરની મેડિકલ સીટો પર પ્રવેશ માટે 7 મેના રોજ યોજાનારી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રેન્સ ટેસ્ટ (નીટ) 2017ની પરીક્ષામાં પાછલા ત્રણ અટેમ્પ્ટ પર છૂટ આપવામાં આવી છે. હવે નીટ સિંગલ્સ પરીક્ષાને પહેલો પ્રયાસ મનાશે. શરત એ છે કે પરીક્ષાર્થીની વય 25 વર્ષથી વધારે ના હોય. સીબીએસઈના પરીક્ષા નિયંત્રક અને નીટના ડાયરેક્ટર કે.કે. ચૌધરીના અનુસાર કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી આ છૂટ વિદ્યાર્થીઓને આપવામાં આવી છે.

જેની પર મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પણ પોતાની મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે હાલ સુધી જે વિદ્યાર્થીઓ એઆઈપીએમટી અને નીટની પૂર્વ પરીક્ષાઓમાં સામેલ થઇ ચૂક્યા હતા અને ત્રણ પ્રયાસ આપી ચૂક્યા હતા, પણ જેમની વય હજુ 21 કે 22 વર્ષ છે તેવામાં આવા વિદ્યાર્થીઓ હવે 25 વર્ષ સુધી મહત્તમ ત્રણ વાર પરીક્ષા આપી શકશે. વર્ષ 2017ની પરીક્ષાને તેમની પહેલી પરીક્ષા તરીકે ગણવામાં આવશે. રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ એક માર્ચ છે. ઑનલાઇન અરજી પ્રક્રિયાના સૉફ્ટવેરમાં પણ સુધારો કરવામાં આવ્યો છે, જે વિદ્યાર્થીઓ અરજી કરવા માગે છે તેઓ અરજી કરી શકે છે. નીટના અા નિર્ણયના વિરોધમાં શુક્રવારે જયપુર અને કોટામાં વિદ્યાર્થીઓએ જોરદાર દેખાવો કર્યા હતા.જે બાદ સીબીએસઇએ સાંજે નિર્ણય બદલ્યો હતો.
 
આ કારણે વિરોધ: છેલ્લા ત્રણ અટેમ્પ્ટ પર છૂટ ના મળત તો દોઢ લાખ વિદ્યાર્થીઓ બહાર થઇ જાત નીટના નોટિફિકેશનમાં ત્રણ અટેમ્પ્ટ નક્કી કરી દેવાયા હતા. તે કારણે જ વિદ્યાર્થીઓમાં નારાજગી હતી. કોટામાં વિદ્યાર્થીઓના દેખાવોનો ત્રીજો દિવસ હતો. અહીં કોચિંગ સેન્ટર બહાર વિદ્યાર્થીઓએ દેખાવ કર્યા હતા. જો નોટિફિકેશનમાં પરિવર્તન ના કરાત તો દેશમાં લગભગ દોઢ લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષાથી વંચિત થઇ જાત. વિદ્યાર્થીઓનું કહેવું હતું કે તેઓ કોચિંગ માટે લાખો રૂપિયા આપી ચૂક્યા છે. પરીક્ષાના થોડા મહિના પહેલા અટેમ્પ્ટની લિમિટ નક્કી કરીને સરકારે તેમની કારકિર્દી ખરાબ કરવાનું પગલું ઉઠાવ્યુ છે.

આ વખતની પરીક્ષા શા માટે મહત્વની છે

કે.કે. ચૌધરીના અનુસાર સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર હવે મેડિકલ કોલેજમાં અંડરગ્રેજ્યુએટ એટલે કે એમબીબીએસ અને બીડીએસની સિંગલ પરીક્ષા થશે. કોઇપણ મેડિકલ કોલેજ મેડિકલ સીટો ભરવા માટે અલગથી પરીક્ષાનું આયોજન નહીં કરે, નીટની પરીક્ષા દેશના 80 શહેરોમાં યોજાશે. તે માટે 1500 પરીક્ષા કેન્દ્ર બનાવાયા છે કારણ કે દરવર્ષે નીટની પરીક્ષા માટે લગભગ 10 લાખ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવે છે. નીટ પરીક્ષામાં જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશનની મહત્તમ વયમર્યાદા 25 વર્ષ છે. જ્યારે અનામત શ્રેણી માટે તેમાં 5 વર્ષની છૂટ છે. તે ઉપરાંત તમામ શ્રેણીના વિદ્યાર્થીઓ નીટ પરીક્ષા મહત્તમ 3 વાર જ આપી શકશે.
 
પરીક્ષા 7 મેએ યોજાશે

1 માર્ચ સુધી અરજી મગાવાઇ.
7 મેના રોજ દેશભરમાં પરીક્ષા.
80 શહેરોમાં પરીક્ષા થશે.
1500 પરીક્ષા કેન્દ્ર બનાવાયાં.
10 લાખ વિદ્યાર્થી સામેલ થશે.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને વાંચો માત્ર એન્ટ્રન્સને આધારે એન્જિ, મેડિકલમાં પ્રવેશ અયોગ્ય


(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: NEET 2017 will be counted first Attempt Decided by Union Health Ministry
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended