Home »National News »Photo Feature» Know Why Once Again Navneet Kaur Rana In News

મહારાષ્ટ્રના MLA ની પત્નીનો ફોટો થયો હતો વાયરલ, જાણો કેમ છે ફરી ચર્ચામાં

divyabhaskar.com | Jan 26, 2017, 00:05 AM IST

  • તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી નવનીતને હોટ એક્ટ્રેસ કહે છે.
મુંબઈ: જેમ-જેમ મનપા ચૂંટણી નજીક આવી રહી છે તેમ નેતાઓનો પક્ષપલટો પણ ઝડપથી થઇ રહ્યો છે. વિલેપાર્લેથી કોંગ્રેસના ધારાસભ્ય રહેલા કૃષ્ણા હેગડે અને તેમના મિત્ર અભિનેતા દિલીપ તાહિલ બીજેપીમાં સામેલ થઇ ગયા છે. ચર્ચા છે કે એનસીપીની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી ચૂકેલી સાઉથની એક્ટ્રેસ નવનીત કૌર રાણા પણ બીજેપીમાં જોડાઈ શકે છે. થોડાંક દિવસો પહેલા તેમની મોર્ફ થયેલી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી.
 
 પતિ પણ બીજેપીમાં જોડાશે
 
 - એવું માનવામાં આવે છે કે નવનીત બીજેપીમાં જોડાઇ જાય પછી તેમના પતિ અને અપક્ષના ધારાસભ્ય રવિ રાણા પણ બીજેપીમાં જોડાઇ જશે.
- રવિ રાણા વિધાનસભા ચૂંટણીઓમાં બીજેપીને સપોર્ટ કરી ચૂક્યા છે.
- રવિ રાણાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, તેમની પત્ની એનસીપીમાં કામ કરવાની રીતથી નાખુશ છે. સીએમ ફડનવીસ અને મોટા બીજેપી નેતાઓ ઇચ્છે છે કે તેઓ જલ્દીથી બીજેપીમાં જોડાઇ જાય.
- બીજેપીના નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નવનીત બીજેપીની ટિકિટ પર અમરાવતીની બેઠક પરથી 2019 ની લોકસભા ચૂંટણી લડી શકે છે.
 
 મહારાષ્ટ્રની જાણીતી અભિનેત્રી છે નવનીત
 
 - એનસીપીની નવનીત કૌર રાણા મહારાષ્ટ્રની જાણીતી અભિનેત્રીઓ પૈકીની એક છે. નવનીતે અમરાવતી લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડી હતી, પરંતુ, તેણે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
- જોવાની વાત એ છે કે, નવનીતે ફિલ્મજગતને છોડીને રાજનીતિની દુનિયામાં પગ મુક્યો છે.
- તેમના પતિ રવિ રાણા યુવા સ્વાભિમાની પાર્ટીના અમરાવતીના વાડનેરાના એમએલએ છે.
 
 ફોટો થઇ ચૂક્યો છે વાયરલ
 
 - નવનીત કૌર રાણા અમરાવતી લોકસભા બેઠક પરથી એનસીપીની ટિકિટ પર ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં શિવસેના સામે તે હારી ગઇ હતી.
- ચૂંટણી દરમિયાન વિરોધપક્ષોએ તેમના કાસ્ટ સર્ટિફિકેટને નકલી જણાવ્યું હતું. ત્યારબાદ મુંબઈ પોલીસે આ મામલે એફઆઇઆર નોંધીને તપાસનો આદેશ આપ્યો હતો.
- આ સિવાય નવનીતે પોલીસમાં એક કેસ દાખલ કર્યો હતો. જેના અનુસાર તેમની કેટલીક તસવીરો સાથે ચેડાં કરીને તેમની પરવાનગી વગર તેને ફેસબુક અને વોટ્સએપ પર પોસ્ટ કરીને શેર કરવામાં આવી હતી. જેને તેમણે પોતાના વિરુદ્ધનું કાવતરું ગણાવ્યું હતું.
 
તેલુગુ ફિલ્મોથી શરૂ કરી હતી કરિયર
 
- નવનીત કૌરનો જન્મ 3 જાન્યુઆરી, 1986ના રોજ મુંબઈમાં થયો હતો. કૌરે મોટેભાગે તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. નવનીતના માતા-પિતા પંજાબી મૂળના છે.
- તેના પિતા આર્મીમાં ઓફિસર હતા. 12મું પાસ કર્યા બાદ નવનીતે અભ્યાસ છોડીને એખ મોડલ તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન તેણીએ 6 મ્યુઝિક આલ્બમમાં કામ કર્યું.
- કૌરે કન્નડ ફિલ્મ દર્શનથી ફિલ્મ કરિયર શરૂ કરી. આ ઉપરાંત તેણે તેલુગુ ફિલ્મ સીનુ, વસંથી અને લક્ષ્મીમાં એક્ટિંગ કરી.
- 2005માં તેલુગુ ફિલ્મ ચેતના, જગ્પથી, ગુડબોય અને 2008માં ભૂમાં તેણે એક્ટ્રેસ તરીકે કામ કર્યું. તે રિયાલિટી શો હુમ્મા-હુમ્મામાં પણ કન્ટેસ્ટન્ટ તરીકે ભાગ લઈ ચૂકી છે.
- નવનીતે મલયાલમ ફિલ્મ લવ ઈન સિંગાપુર ઉપરાંત પંજાબી ફિલ્મ લડ ગઈ પેંચમાં કામ કર્યું છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, પતિ સાથે ક્યારે થઈ હતી પ્રથમ મુલાકાત...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Know why once again navneet kaur rana in news
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext