Home »National News »Latest News »National» Navjot Singh Sidhu Joined Congress Party

સિદ્ધુ વાણી : ‘જબ તક કોંગ્રેસ બહાલ ન કરાઉં, સિદ્ધુ નામ ન કહાઉં’

Bhaskar News Network, Amritsar | Jan 24, 2017, 00:39 AM IST

  • સિદ્ધુ વાણી : ‘જબ તક કોંગ્રેસ બહાલ ન કરાઉં, સિદ્ધુ નામ ન કહાઉં’,  national news in gujarati
અમૃતસર:પંજાબ વચિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસના બે મોટા નેતાઓએ ધાર્મિક શબ્દોનો ઉપયોગ કરીને વિવાદ પેદા કર્યો છે. તાજેતરમાં જ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ અને પક્ષના રાજ્ય એકમના સચિવ હરબંસ સિંહ પંધેરના વિવાદિત વાક્યોને કારણે શિરોમણિ ગુરૂદ્વારા પ્રબંધક સમિતિ (એસજીપીસી)એ ધાર્મિક લાગણી દુભાવાનો આરોપ લગાવ્યો છે. એટલે, કોંગ્રેસ વિરોધી જૂથને પણ વળતો હુમલો કરવા માટેની તક મળી ગઈ છે.
 
બાદલ પર હુમલો કર્યો, પરંતુ સિદ્ધુ પોતે જ ઘેરાઈ ગયા
 
સિદ્ધુએ રવિવારે અમૃતસરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભરવા માટે ગુરૂ સાહિબાનના શબ્દોથી મળતા આવતા શબ્દનો ઉપયોગ કર્યો. તેમણે પ્રકાશ સિંહ બાદલ પર હુમલો કરતા જણાવ્યું કે, ‘જબ તક કોંગ્રેસ બહાલ ન કરાઉં, સિદ્ધુ નામ ન કહાઉં.’ એસજીપીસીએ તેની સામે વાંધો ઉઠાવ્યો છે.

પ્રસિદ્ધિ માટે લાગણી દુભાવી રહ્યો છે નવજોત સિંહ સિદ્ધુ

સિદ્ધુએ ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે શિખ પંથની ધાર્મિક લાગણીને દુભાવી છે. આ દુર્ભાગ્યપૂર્ણ-નિંદનીય છે.’ - પ્રો. કિરપાલ સિંહ બડુંગર, અધ્યક્ષ, એસજીપીસી
 
પંધેરે કેપ્ટનની સરખામણી ગુરુ ગોવિંદ સાથે કરી
 
ફતેહગઢ સાહિબમાં પંજાબ કોંગ્રેસ સમિતિના સચિવ હરબંસ સિંહ પંધેરે કેપ્ટન અમરિંદર સિંહને પંજાબના પાણીના રખેવાળ જણાવતા ‘મર્દ અગમડા’ સુધી કહી નાખ્યું. પંથક મર્યાદાઓ પ્રમાણે ‘મર્દ અગમડા’ની ઉપમા શિખના દસમા પિતા શ્રી ગુરૂ ગોવિંદ સિંહજી માટે ઉપયોગમાં લેવાય છે.

અકાલ તખ્ત સાહિબમાં હરબંસ સિંહ પંધેરને બોલાવવામાં આવે

હરબંસ સિંહ પંધેરનું વિનેદન ધાર્મિક લાગણી દુભાવનારું છે. તેમને તાત્કાલિક શ્રી અકાલ તખ્ત સાહિબમાં બોલાવવા જોઈએ. - હરપાલ સિંહ, ગુરૂદ્વારા શ્રી ફતેહગઢ સાહિબના મુખ્ય ગ્રંથી
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Navjot Singh Sidhu Joined Congress Party
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext