Home »National News »Latest News »National» Bipin Ganatra Fire Fighter For 40 Years To Be Conferred With Padma Shree

કોલકતાની ખોલીમાં રહેતા મૂળ ગુજરાતીને પદ્મશ્રી, 40 વર્ષથી આગમાં કૂદી બચાવે છે જીવ

Jaydip Vasant | Jan 27, 2017, 18:30 PM IST

કોલકતા:'અત્યારે તમારી સાથે નોર્મલ રીતે વાત કરું છું. પરંતુ જો અત્યારે કોઈ જગ્યાએ આગ લાગે તો મારી આખી બોડી લેંગ્વેજ બદલાઈ જાય,' આ શબ્દો છે પદ્મશ્રી પુરસ્કાર માટે નિયુક્ત થયેલા 'અગ્નિ રક્ષક' બિપીનભાઈ ગણાત્રાના. કોલકત્તામાં રહેતા બિપીનભાઈનું મૂળ વતન ગુજરાત છે. પોતાના જીવનમાં બનેલી એક કરુણ ઘટનામાં સ્વજનને ન બચાવી શકવાની લાચારીએ બિપીનભાઈને અગ્નિ રક્ષક બનાવા પ્રેર્યા. divyabhaskar.com સાથેની ખાસ વાતચીતમાં બિપીનભાઈએ તેમના અનુભવો, પ્રેરણાસ્ત્રોત, અને મોદીને મળવાની તેમની ઇચ્છા અંગે વાત કરી હતી.
 
કોણ છે બિપીનભાઈ ગણાત્રા?
 
સમાજ સેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરવા બદલ મૂળ ગુજરાતી બિપીનભાઈ ગણાત્રા (ઉં.વ. 59)ને ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રી એનાયત કરવામાં આવશે. બિપીનભાઈના દાદા વેપાર-ધંધા માટે ગુજરાતથી જઈ પશ્ચિમ બંગાળમાં વસ્યા હતા. જીવનની અનેક તડકી-છાંયડી જોયેલા બિપીનભાઈ ગુજરાતી માધ્યમમાં છ ધોરણ સુધી ભણેલા છે અને ઈલેક્ટ્રિશિયન તરીકે કામ કરીને ગુજરાન ચલાવે છે. બિપીનભાઈની નજર ટીવી પર આગને લગતાં સમાચારો પર જ હોય છે. જ્યારે તેમને કોલકતામાં આગના સમાચાર મળે એટલે તેઓ ફોન કરીને ત્યાં દોડી જાય છે.
 
ફાયર ફાઈટર્સ પહેલાં પહોંચી જાય છે બિપીનભાઈ
 
સ્થાનિકોમાં 'બિપીન દા'ના હુલામણા નામથી વિખ્યાત બિપીનભાઈ અપરિણીત છે. તેમણે સમગ્ર જીવન સેવાકાર્યોને સમર્પિત કરી દીધું છે. તેઓ કોલકતાના મોહમ્મદ અલી પાર્ક ફાયર સ્ટેશનની સામે જ રહે છે. ઘણી વખત એવું બને કે ફાયર ફાઈટર્સ પહોંચે, તે પહેલા જ તેઓ પહોંચી ગયા હોય. બીબીસીની 'અનસંગ ઈન્ડિયન્સ'ની શ્રેણીમાં બિપીનભાઈના નામનો સમાવેશ થયો હતો. ગતવર્ષે જ ટેલિગ્રાફ અખબાર દ્વારા 'ટ્રૂ લેજન્ડ્સ 2016'ના પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
 
એક ઘટનાએ બદલી નાખી જિંદગી
 
બિપીનભાઈના કહેવા પ્રમાણે, તેઓ 12 વર્ષના હતા ત્યારે દિવાળીના તહેવારો દરમિયાન તેમના મોટાભાઈ નરેન્દ્ર આગમાં સપડાઈ ગયા હતા. નરેન્દ્રભાઈને બચાવી ન શકાયા, પરંતુ આ ઘટનાએ બિપીનભાઈનું જીવન હંમેશાને માટે બદલી નાખ્યું. શરૂઆતમાં હોસ્પિટલ, ગરીબોને ભોજન અને કપડાં આપવા જેવા સેવાકાર્યો કર્યાં. પરંતુ તેમને ખરી 'કિક' તો આગમાં સપડાયેલા લોકોને બચાવવાથી જ મળી.
 
અનેક વખત મોતને હાથતાળી આપી ચુક્યા છે બિપીનભાઈ વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Bipin Ganatra Fire fighter for 40 years to be conferred with Padma shree
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext