Home »National News »Desh» Avantika Was Also Several Times Told To Be A BJP Agent

PMને આ છોકરીએ કર્યું ટ્વિટ, જવાબમાં મોદીએ તેને કરી ફોલો

divyabhaskar.com | May 19, 2017, 15:33 PM IST

 લખનઉ:યુપીના ફૈઝાબાદની અવંતિકા ચંદ્રાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્વિટર પર ફોલો કરે છે. અવંતિકાને ઘણી વાર લોકો બીજેપીની એજન્ટ પણ કહે છે. 26 વર્ષની ઉંમરમાં અવંતિકાએ 'હમનવા' નામની એક નોવેલ લખી છે. તાજેતરમાં જ 16મેના રોજ પીએમએ અવંતિકાની ટ્વિટનો રિપ્લાય કરતા કહ્યું છે કે, - 'વાંચીને બહુ સારુ લાગ્યું, હું તમારા ઉત્સાહની પ્રશંસા કરુ છું.'
 
જીતના 3 વર્ષ પૂરા થતાં વડાપ્રધાને આ છોકરીના ટ્વિટનો કર્યો રિપ્લાય

- ભાસ્કર ગ્રૂપ સાથે વાતચીતમાં અવંતિકાએ જણાવ્યું કે, જ્યારે હું 10 વર્ષની હતી ત્યારે પહેલી વાર નરેન્દ્ર મોદીને ટીવી પર બોલતા સાંભળ્યા હતા. હું તેમની સ્પીચથી ઘણી પ્રભાવિત થઈ હતી. સ્કૂલમાં પણ તેમના વિશે ઘણી વાર સાંભળતી હતી.ત્યારપછી ન્યૂઝ પેપરમાં તેમના વિશે વાંચવાની આદત થઈ ગઈ હતી.
- 2011માં પીએમ મોદી સાથે જોડાવવા માટે એકાઉન્ટ બનાવ્યું હતું. 16 મે 2014ના રોજ જ્યારે મોદી લોકસભા ચૂંટણી જીતી ગયા ત્યારે ટ્વિટર પર જ તેમને અભીનંદન આપ્યા હતા.
- તાજેતરમાં જ નર્મદા સમાપન કાર્યક્રમમાં મોદીએ જ તેમના ભાષણમાં કહ્યું હતું કે, આપણે 2022માં નવા ભારતનું સપનું લઈને ચાલવાનું છે. તેમાં દરેક ભારતીયને જોડવાના છે. ત્યારપછી મે 14 મે 2017ના રોજ તેમને ટ્વિટ કરીને લખ્યું હતું કે, તમારુ હવે આ સપનું દરેક ભારતીયનું સપનું બની ગયુ છે. નવા ભારતના નિર્માણ માટે અમે એક નહીં હજારો પગલાં ચાલવા માટે તૈયાર છીએ.
- 16મે 2017ના રોજ બીજેપીની જીતને 3 વર્ષ પૂરા થતાં પીએમએ મારી આ ટ્વિટનો રિપ્લાય કરતા લખ્યું છે કે, વાંચીને સારુ લાગ્યું, હું તમારા ઉત્સાહની પ્રશંસા કરુ છું
- ટ્વિટના રિપ્લાયની સાથે સાથે તે દિવસથી પીએમએ મને ફોલો કરવાનું પણ શરૂ કર્યું છે.
 
એક સમયે પબ્લિશર્સે આ છોકરીને કહ્યું હતું- નવા લેખકોને કોઈ નથી વાંચતુ 

- તે કહે છે કે, મારા માટે 296 પેજની હમનવા નોવેલ લખવુ સહેલુ નહતું. 3-4 મહિનાની મહેનત પછી આ પુસ્તક વિશે લખી શકી છું
- પુસ્તક લખાઈ ગયા પછી 3-4 પબ્લિશર્સને પુસ્તક પબ્લિશ કરાવવા માટે મળવાનું થયુ હતું. પરંતુ નવી લેખિકા હોવાથી અને હિન્દીમાં પુસ્તક લખ્યું હોવાથી દરેક લોકોએ મારી બુક પબ્લિશ કરવાનું રિજેક્ટ કરી દીધું હતું. પબ્લિશર્સનું કહેવું હતું કે એમ પણ લોકો હિન્દીમાં નોવેલ વાંચવાનું ઓછુ પસંદ કરે છે અને તેમાં પણ નવા લેખકોને વાંચવાનું સહેજ પણ પસંદ નથી કરતા.
- જ્યારે બધી જગ્યાએથી ના સાંભળવા મળતી હતી ત્યારે મારા પેરેન્ટ્સની મદદથી મદદથી મે હમનવા પબ્લિશ કરાવી હતી. આ પુસ્તકને ફૈઝાબાદના ડીએમ વિવેક કુમારે 2016માં લોન્ચ કરી હતી. નોવેલ એમેઝોન ઉપર પણ વેચાણ માટે મુકી છે. તેની કિંમત માત્ર રૂ. 155 છે.
 
જ્યારે લોકોએ આ છોકરીને ગણાવી બીજેપીની એજન્ટ

- અવંતિકાની મા એક સરકારી સ્કૂલમાં ટીચર અને પિતા મલેરિયા ડિપાર્ટમેન્ટમાં ડોક્ટર છે. એક નાનો ભાઈ છે જે એમટેકનો અભ્યાસકરે છે.
-ફેઝાબાદની ટિની ટોટ્સ સ્કૂલમાં અવંતિકાએ 2006માં હાઈસ્કૂલ અને 2008માં બસ્તીના ડીએવી કોલેજમાંથી ઈન્ટર કર્યું હતું. ત્યારપછી લખનઉ યુનિવર્સિટીમાંથી 2010-11માં બીજેએમસી અને 2013-14માં એમજેએમસી પુરૂ કર્યું છે.
- અવંતિકા કહે છે કે, હું સોશિયલ સાઈટ પર મોટાભાગે સામાજિક મુદ્દાઓ અને દેશના રાજકારણ સાથે જોડાયેલી ઘટનાઓ વિશે લખુ છું. નરેન્દ્ર મોદીના પક્ષમાં લખવા માટે મારે ઘણી વખત ઘણાં લોકોની નિંદા પણ સાંભળવી પડે છે. ઘણાં લોકો તો મને બીજેપી પાસેથી પૈસા લઈને લખવા માટે અને બીજેપી એજન્ટ પણ કહે છે. પરંતુ મે લખવાનું બંધ નહતુ કર્યું.
- હું અત્યારે જૂનિયર રિસર્ચ ફેલોશિપની તૈયારી કરુ છું. મારુ સપનું ટીચર બનીને સમાજને એજ્યુકેટ કરવાનું છે. બાળકોના સ્વાસ્થય વિશે એક પુસ્તક ઉપર પણ કામ કરી રહી છું. તે હજુ પૂરી પણ નથી થઈ પરંતુ 4 પબ્લિશર્સ તેને પબ્લિશ કરવા માટે અત્યારથી સંપર્ક કરે છે. 
 
આગળની સ્લાઈડમાં જુઓ અવંતિકાની ટ્વિચ પર મોદીએ શું આપ્યો હતો રિપ્લાય
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Avantika was also several times told to be a BJP agent
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended