Home »National News »Desh» Mother And Father In Law Were Against Love Marriage With Their Daughter

માતા-પિતાએ જ પુત્રીને વિધવા બનાવી, લવ મેરેજથી હતા નારાજ

Uday Chawdhary | May 19, 2017, 00:05 AM IST

  • મમતા અને અમિત નજીકના વિસ્તારમાં રહેતા હોવાથી પ્રેમ થયો અને પછી તેમણે લવ મેરેજ કર્યા હતા.
જયપુરઃરાજ્યના પાટનગરમાં થયેલા મર્ડરને કારણે હડકંપ મચી ગયો. સવાર ચાના સમયે એક એનઆરઆઈને તેના સાસુ-સસરા અને અન્ય એક સાથીએ ગોળી મારી હત્યા કરી હતી. એનઆરઆઈ યુવકે પુત્રી સાથે લવ મેરેજ કરતા નારાજ સાસુ-સસરાએ હત્યા કરી હતી. અમિત જયપુરમાં સિવિલ એન્જિનિયર હતો.
 
5 રાઉન્ડ ગોળીબાર કર્યો, પુત્રીને બનાવી વિધવા

- ઘટના પાટનગરના કરણી વિહાર પોલીસ સ્ટેશન હેઠળ આવતા જગદંબા નગરની છે. અહીં એનઆરઆઈ અમિત નાયર પોતાના બેડરૂમમાં સુઈ રહ્યો હતો અને તેની પત્ની ચા બનાવી રહી હતી.
- આ સમયે મમતાના માતા-પિતા અને એક યુવક તેના ઘરે આવ્યા, તમામે ચા પીતા સમયે વાતચીત કરી.
- ચા પીતા સમયે સસરાએ અમિતને કહ્યું કે, તેઓ પોતાની પુત્રી મમતાને લેવા આવ્યા છે. જેનો અમિતે ઈન્કાર કરી દીધો હતો.
- આ મામલે વિવાદ વધ્યો તો સાથે આવેલા યુવકે 5 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો, જેમાંથી 4 ગોળી અમિતને વાગતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
- મમતાએ જણાવ્યું કે, તેણે બુમો પાડતા માતા તેને ઢસડીને બહાર લઈ જવા લાગી હતી. જોકે તે પછી તમામ આરોપીઓ ફરાર થઈ ગયા.
- પોલીસે મમતા નિવેદનના આધારે ફરિયાદ નોંધી આરોપીઓની તપાસ હાથ ધરી છે.
 
તસવીરોઃઉદય ચૌધરી
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો...............................)
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mother And Father In Law Were Against Love Marriage With Their Daughter
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended