Home »National News »Latest News »National» Mumbai Terror Attack Mastermind Hafiz Saeed Under House Arrest Says Report

26/11 આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદ લાહોરમાં નજરકેદ

divyabhaskar.com | Jan 31, 2017, 03:52 AM IST

  • હાફિઝ સઇદ ફાઇલ
નેશનલ ડેસ્ક: 26/11 મુંબઇ આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ અને પ્રતિબંધિત આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઇદને લાહોરમાં નજરકેદ કરવામાં આવ્યો હોવાની માહિતી ન્યુઝ એજન્સી PTI દ્વારા મળી રહી છે. કાશ્મીરમાં ભડકેલી હિંસા અને ભારતમાં કરવામાં આવેલા હાઇ-પ્રોફાઇલ આતંકી હુમલામાં સઇદના અાતંકી ગ્રુપનો હાથ હોવાનું માનવામાં આવે છે. હાફિઝ સઇદ 26/11 આતંકી હુમલાનો મુખ્ય સુત્રધાર માનવામાં આવે છે અને તેણે હુમલો કરવા માટે 10 આતંકીઓને ટ્રેનિંગ આપી હતી અને મુંબઇથી કરાચી દરિયાઇ માર્ગે મોકલ્યા હતા.

જમાત-ઉદ-દાવાના પ્રવક્તા નદીમ અવાને સમાચાર એજન્સી રોયટર્સને જણાવ્યું કે પોલીસની એક ટીમ તેમની લાહોર સ્થિત હેડઓફિસ આવી અને કહ્યું કે તેમની પાસે સઇદ અને અન્ય પાંચ લોકો વિરુદ્ધ વોરંટ છે. તેમણે આગળ જણાવતા હતું કે. 'એક મોટી ટીમ આવી અને કહ્યું કે હાફિઝ સઇદને નજરકેદ કરવામાં આવી રહ્યા છે.' નદીમે એવું પણ કહ્યુ હતું કે પાકિસ્તાન સરકાર પર અમેરીકાનું દબાણ હતું કે તે સઇદ વિરુદ્ધ પગલા ભરે કરે નહીંતર આર્થિક પ્રતિબંધ માટે તૈયાર રહે. જમાત-ઉદ-દાવાના એક અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઇને જણાવ્યું હતું કે હાફિઝ સઇદ લાહોર સ્થિત કુદસિયા મસ્જિદમાં હતા જ્યારે સુરક્ષાકર્મીઓએ તેમને ઘેરી લીધા.

રોયટર્સે પોલીસ સુત્રો દ્વારા મેળવેલી માહિતી અનુસાર જણાવ્યું કે સઇદને લાહોરના જૌહર ટાઉન સ્થિત ઘરમાં નજરકેદ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા જમાત-ઉદ-દાવાને મુંબઇ હુમલા બાદ આતંકી સંગઠન ઘોષિત કરી પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. 2014માં અમેરીકા દ્વારા પણ જમાત-ઉદ-દાવાને આતંકી સંગઠનની લીસ્ટમાં ઉમેરી તેના પર આર્થિક પ્રતિબંધ લાગાવામાં આવ્યા હતા. અમેરીકાએ હાફિઝ સઇદની જાણકારી આપનારને એક કરોડ ડોલર ઇનામ આપવાની પણ જાહેરાત કરી છે. જાન્યુઆરી 2015માં પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા ઘોષણા કરવામાં આવી હતી કે જમાત-ઉદ-દાવા સહિત અન્ય આતંકવાદી સંગઠનની સંપત્તિને ફ્રીઝ કરવામાં આવી છે જેના પર સંયુક્ત રાષ્ટ્રએ પ્રતિબંધ લગાવ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mumbai terror attack mastermind Hafiz Saeed under house arrest says Report
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended