Home »National News »Latest News »National» DGCA Takes Tough Stand On Opening Safety Gate

ટેક-ઓફ પહેલા પેસન્જરે ખોલ્યો સેફ્ટી ગેટ, DGCAએ આપ્યા તપાસના આદેશ

divyabhaskar.com | Feb 10, 2017, 17:37 PM IST

  • ચાલુ ફ્લાઈટે સેફ્ટી ગેટ ખોલતા અન્ય મુસાફરોની સલામતી પર જોખમ ઊભું થયું હતું.
નવી દિલ્હી:મુંબઈથી ચંદીગઢ જતી ફ્લાઈટનો સેફ્ટી ગેટ ખુલવાની ઘટનાને DGCAએ ગંભીરતાથી લીધી છે અને આ અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મુસાફરોની સલામતીના હેતુથી એર ઈન્ડિયાના સિનિયર પાઈલોટની સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

પેસેન્જર ખોલ્યો સેફ્ટી ગેટ 

- શુક્રવારે સવારે 11 વાગ્યે ઈન્ડિગો એરવેઝની ફ્લાઈટ મુંબઈથી ચંદીગઢ ( ફ્લાઈટ નંબર 6E 4134) જવા માટે ટેક-ઓફ કરી રહી હતી ત્યારે એક મુસાફરે વિમાનનો સેફ્ટી ગેટ ખોલી નાખ્યો હતો. 
- જેના કારણે વિમાનના અન્ય મુસાફરોની સલામતી પર મોટું જોખમ ઊભું થયું હતું. 
- આ હરકત કરનાર મુસાફરને એરપોર્ટની સુરક્ષા માટે જવાબદાર CISF (સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ)ને સોંપી દેવાયો હતો.
- મળતી માહિતી પ્રમાણે, બાદમાં તેને દિલ્હી પોલીસને સોંપી દેવાયો હતો. જેણે વિસ્તૃત પૂછપરછ હાથ ધરી હતી. 
-  આ ઘટનાના પગલે ઈન્ડિગો એરલાઈન્સી ફ્લાઈટ બે કલાક મોડી ઉપડી હતી. 
- આ ઘટના અંગે માહિતી મળતા DGCA (ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશન)એ તપાસના આદેશ આપ્યા હતા. 
- એરલાઈન કંપનીના નિવેદન પ્રમાણે, "અન્ય મુસાફરોના જીવ પર જોખમ ઊભું કરે તેવી કોઈ હરકત એરલાઈન કંપની દ્વારા ચલાવી લેવામાં નહીં આવે. સંબંધિત મુસાફરને પ્લેનમાંથી નીચે ઉતારી મૂકવામાં આવ્યો હતો તથા તેની સામે FIR (ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ) દાખલ કરવામાં આવી છે. 
 
એર ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સામે કાર્યવાહી 

- બુધવારે નવી દિલ્હીના નજફગઢ વિસ્તાર પરથી પસાર થઈ રહેલા ખાનગી એરલાઈન્સના વિમાનમાં આગની ઘટના ધ્યાને આવી હતી. જેના કારણે તેનું તાકિદનું ઉતરાણ કરાવવામાં આવ્યું હતું. 
- DGCAના રિપોર્ટ પ્રમાણે, આલ્કોહોલ ટેસ્ટમાં નિષ્ફળ રહેનારા પાઈલોટ તથા ક્રૂ મેમ્બર્સની ઘટનાઓમાં દસ ટકાનો વધારો નોંધાયો છે. 
- 2016માં 224 પાઈલોટ તથા ક્રૂ મેમ્બર્સ ફેલ થયા હતા. 2015માં આ આંકડો 202નો હતો. 
- DGCA દ્વારા એર ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (ઓપરેશન્સ) એ. કઠપલિયા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 
- તેમનો બ્રેથ એનલાઈઝ ટેસ્ટ કરનારા ત્રણ તબીબોને વધુ તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે. જો વધુ નક્કર પુરાવા મળશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. 
- દિલ્હીથી બેંગલુરૂ જતી ફ્લાઈટના ઈમરજન્સી લેન્ડિંગના પગલે તપાસ પૂર્ણ ન થાય, ત્યાં સુધી સંબંધિત એરક્રાફ્ટ મેઈન્ટેનન્સ એન્જિનિયરનું લાઈસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. 
 
વધુ તસવીરો જોવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: DGCA takes tough stand on opening safety gate
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended