Home »National News »Latest News »National» Mulayam Sinh Yadav Is An Agent Of BJP Said Dr Massod

મુલાયમ બીજેપી એજન્ટ, પશ્ચિમ યુપી તેમને બોધપાઠ ભણાવશે : ડો. મસૂદ

Dinesh Mishra, Lucknow | Jan 21, 2017, 00:39 AM IST

  • મુલાયમ બીજેપી એજન્ટ, પશ્ચિમ યુપી તેમને બોધપાઠ ભણાવશે : ડો. મસૂદ,  national news in gujarati
લખનઉ:બિહારની જેમ યુપી મહાગઠબંધનમાંથી રાષ્ટ્રીય લોક દળે હાથ પાછા ખેંચી લીધા છે. સપાએ પણ જણાવી દીધું છે કે તે આરએલડી સાથે ગઠબંધન મુદ્દે વાત નહીં કરે. કોંગ્રેસની સાથે જ વાટાઘાટો આગળ વધશે. રાલોદના યુપી પ્રમુખ ડો. મસૂદ અહેમદે મહાગઠબંધન તુટવા પાછળ મુલાયમ સિંહ યાદવને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે જણાવ્યું કે,તેઓ ભાજપના એજન્ટ છે. તેમની સાથે થયેલી વાતચીતના અંશ...

યુપીમાં ગઠબંધન પર સપાએ તમને બાજુ પર હડસેલી દીધા?

સપા સંપૂર્ણપણે ભાજપને સત્તામાં લાવવાનું કામ કરી રહી છે. મુલાયમ સિંહ ભાજપના એજન્ટ છે. આ બધા લોકો બે મોઢે વાત કરનારા છે.

સપા નેતા કિરનમયનંદાએ જણાવ્યું કે, આરએલડી સાથે ગઠબંધન મુદ્દે વાત જ થઈ નથી?

તો શું અત્યાર સુધી ગઠબંધનની વાતો હવામાં થઈ રહી હતી. સપા મુસ્લિમોને ગેરમાર્ગે દોરવા માટે આવી વાતોને આગળ વધારી રહી છે. બિહારમાં પણ આ જ રીતે ખરા સમયે સપાએ હાછ પાછા ખેંચ્યા હતા.

તો શું તમને બદનામ કરવા માટે સપાની આ ચાલ હતી?

આ તો મુલાયમની ચાલ છે, ભાજપ માટે માર્ગ ઊભો કરવાની. ભાજપ કેન્દ્રમાં છે. પશ્ચિમ યુપીમાં અમારા મતદાર સમજદાર છે અને અજિત સિંહ સિવાય કોઈને વોટ નહીં આપે.
 
સપાએ જણાવ્યું કે, તેનું ગઠબંધન કોંગ્રેસ સાથે છે. આરએલડીને જોઈતી હોય તો તેની પાસે બેઠક માગે?

કોંગ્રેસ પોતે જ સપા સામે હાથ ફેલાવી રહી છે, અમે તેની પાસે શું માગીશું. અમારું અપમાન કરાઈ રહ્યું છે. અમારી વાતચીત પીસ પાર્ટીઅને અસાઉદ્દીન ઓવૈસી સાથે ચાલી રહી છે. તમને ટૂંક સમયમાં જ જાણવા મળશે.

શું તમને હજુ પણ સપા પાસે ગઠબંધનની કોઈ આશા છે?

અમારી વોટ બેન્ક મજબૂત છે. અમે ક્યાંય ઝુકી શકતા નથી. ભાજપને અમે માત્ર પશ્ચિમ યુપીમાં જ અટકાવી શકીએ છીએ. કોંગ્રેસને અમે અમારી શરતો જણાવી દીધી છે. હવે તેમણે નક્કી કરવાનું છે કે અમારા વગર ગઠબંધન શક્ય છે કે નહીં.

કેટલી બેઠક પર વાત અટકી છે. જે સપા આપતી નથી અને કોંગ્રેસ પણ ના પાડી રહી છે?

અમારી તૈયારી 403 બેઠકની છે. કોંગ્રેસ અને સપા સમક્ષ 40 બેઠકનો પ્રસ્તાવ મુક્યો હતો. હવે અમે 35 બેઠક પર રાજી થઈ ગયા છીએ.

સમાચાર છે કે કોંગ્રેસ તમને 20 બેઠક આપવા માગે છે?

આ અમારો સન્માનજનક આંકડો નથી. 35થી ઓછામાં વાતચીત નહીં કરીએ. કોંગ્રેસી પોતે જ ચિંતિત છે. પશ્ચિમ યુપીમાં તેઓ અમારી તાકાત જાણે છે. અમારી પાસે હજુ પણ સમય છે.

35 બેઠક નહીં મળી તો?

હમે અમારા નેતા જયંત ચૌધરીને સીએમ ઉમેદવાર માનીને અન્ય સ્થાનિક પક્ષો સાથે હાથ મિલાવી 403 બેઠક પર લડીશું. પીસ પાર્ટી અને ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ  સાથે મળીને ચૂંટણી લડીશું.

પશ્ચિમ યુપીમાં તમારા પક્ષ પર કેટલું દબાણ છે?

અમારા પર નહીં, સપા પર દબાણ છે. આથી ગઠબંધન માટે ચિંતિત છે. તેના દ્વારા ગેરમાર્ગે દોરવાથી હવે મુસલમાનો તેની સાથે નહીં જાય, મુલાયમ સિંહ યાદવને પશ્ચિમ યુપીનો મતદાર બોધપાઠ ભણાવશે.

જો કોંગ્રેસ તમારી તમામ શરતો માની જાય તો?

અમે ભાજપને રોકવા માટે કંઈ પણ કરીશું, પરંતુ 35થી ઓછી બેઠક પર સમાધાન નહીં. સપા હંમેશા ભાજપ માટે રસ્તો ખોલી રહી છે, જો તે અમારી શરતો પર માનશે તો જ શક્ય બનશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mulayam Sinh Yadav Is an Agent Of BJP said Dr Massod
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended