Home »National News »Latest News »National» Mulyam To Campaign For Brother First, Than Son

પહેલા ભાઈ માટે પ્રચાર કરીશ, પછી દીકરાનો નંબર: મુલાયમ

divyabhaskar.com | Feb 03, 2017, 16:47 PM IST

  • પહેલા ભાઈ માટે પ્રચાર કરીશ, પછી દીકરાનો નંબર: મુલાયમ,  national news in gujarati
લખનઉ : સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમસિંહ યાદવે કહ્યું છે કે, તેઓ પહેલા ભાઈ શિવપાલ યાદવ માટે પ્રચાર કરશે, બાદમાં અખિલેશ યાદવ માટે પ્રચાર કરશે. તા. 9મી ફેબ્રુઆરીથી મુલાયમસિંહ પ્રચાર ચાલુ કરશે. 

કોઈ પ્રચાર કરે કે ન કરે ફેર નથી પડતો: રામગોપાલ યાદવ

- મુલાયમસિંહ યાદવના નિવેદનથી લાગે છે કે, અખિલેશ તથા શિવપાલ જૂથ વચ્ચે નારાજગી સમાપ્ત નથી થઈ. 
- મુલાયસિંહ સંકેત આપી રહ્યાં છે કે, તેઓ પુત્ર અખિલેશ કરતાં ભાઈ શિવપાલને વધુ મહત્વ આપી રહ્યાં છે. 
- શિવપાલ યદાવ જસવંતનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. જેને યાદવ પરિવારનો ગઢ માનવામાં આવે છે. 
- બુધવારે ઈટાવામાં એક જાહેરસભામાં રામગોપાલ યાદવે કહ્યું હતું કે, સમગ્ર પ્રદેશમાં શિવપાલ યાદવના સમર્થકોની હાર થશે. 
- આ પહેલા મંગળવારે કહ્યું હતું કે, સપાનો કોણ પ્રચાર કરશે અને કોણ નહીં કરે તેનાથી કોઈ ફેર નથી પડતો. 
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mulyam to campaign for brother first, than son
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended