Home »National News »Latest News »National» Akhilesh Will Be Next UP CM Says Mulayam

સીતાપુર: અખિલેશની રેલીમાં હોબાળો, યુવકની ધરપકડ, સ્ટેજ પડતાં પાંચ ઘાયલ

divyabhaskar.com | Feb 06, 2017, 14:23 PM IST

  • એક ચૂંટણી જાહેરસભાને્ સંબોધિત કરી રહેલા અખિલેશ યાદવ
સીતાપુર/લખનઉ:સોમવારે યુપીના મુખ્યપ્રધાન અખિલેશ યાદવની સીતાપુર રેલીમાં સ્ટેજ પડવાથી અને યુવકની ધરપકડ થવાથી અંધાધૂંધીના દ્રશ્યો સર્જાયા હતા. બીજી બાજુ, મુલાયમસિંહ યાદવે કહ્યું છે કે, અખિલેશ યાદવ જ યુપીનો આગામી મુખ્યપ્રધાન બનશે. પાર્ટી તથા પરિવારમાં કોઈ વિવાદ ન હોવાનું પણ ઉમેર્યું હતું. 

સીતાપુરની અખિલેશની રેલીમાં હોબાળો 

- સોમવારે યુપીના મુખ્યપ્રધાન અખિલેશ યાદવે સીતાપુરમાં જાહેર રેલીને સંબોધિત કરી હતી. 
- ત્યારે એક યુવક અખિલેશના મંચની અત્યંત નજીક પહોંચી ગયો હતો. જેને સિક્યુરિટી ગાર્ડ્સે અટકાવતાં હોબાળો થયો હતો. 
- યુવકના કહેવા પ્રમાણે, તે અખિલેશ યાદવને નુકસાન પહોંચાડવા માંગતો ન હતો, પરંતુ માત્ર મળવા માંગતો હતો. 
- સીતાપુરની જ રેલીમાં અખિલેશ યાદવ જે મંચ પર ઊભા હતા, તેની પાસેનું સ્ટેજ પડી ભાંગ્યું હતું. 
- સ્ટેજ પડવાના કારણે પાંચ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. પરંતુ મંચ પ ડ્યો હોવાની ચર્ચાને પગલે અંધાધૂંધી ફેલાઈ હતી.  
 
યુપીના આગામી મુખ્યપ્રધાન બનશે અખિલેશ: મુલાયમસિંહ

- મુલામયસિંહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, અખિલેશ યાદવ ઉત્તરપ્રદેશના આગામી મુખ્યપ્રધાન બનશે. 
- યાદવ પરિવાર કે સમાજવાદી પાર્ટીમાં કોઈ આતંરિક મતભેદ હોવાની વાતને મુલાયમસિંહે નકારી કાઢી હતી. 
- સમાજવાદી પાર્ટીમાં અમરસિંહ પણ નારાજ હોવાની કે તેમની સાથે મતભેદ હોવાની વાતને મુલાયમસિંહે નકારી કાઢી હતી. 
- સાથે જ શિવપાલ યાદવ પણ નારાજ હોવાની વાતને મુલાયમસિંહે નકારી કાઢી હતી. 
- મુલાયમસિંહે મંગળવારથી સમાજવાદી પાર્ટીનો ચૂંટણી પ્રચાર શરૂ કરવાની વાત પણ કરી હતી. 
 
ટૂંક સમયમાં સાથે પ્રચાર કરશે ડિમ્પલ-પ્રિયંકા 

- લખનઉમાં સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધ્યા બાદ સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ તથા કોંગ્રસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વધુ નજીક આવ્યા છે.
- બંને એ સાથે મળીને લખનઉ અને આગ્રામાં રોડ-શો કર્યાં છે તથા જાહેરસભાઓને સંબોધી છે. 
- હવે, કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી તથા સમાજવાદી પાર્ટીના નેતા ડિમ્પલ યાદવ પણ સાથે પ્રચાર કરશે. તેવા નિર્દેશ કોંગ્રેસ કેમ્પમાંથી મળી રહ્યાં છે.  
 
કોંગ્રેસ- સમાજવાદી પાર્ટીના ગઠબંધનની વિરૂદ્ધ છે મુલાયમ 

- તા. 29મી જાન્યુઆરીના સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ તથા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી. 
- બાદમાં સપા સંરક્ષક મુલાયમસિંહે ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં કોંગ્રેસ-સપાના ગઠબંધન અંગે નારાજગી વ્યક્ત કરી હતી. 
- મુલાયમે કહ્યું હતું, "હું આ ગઠબંધનની વિરૂદ્ધ છું. એટલે તેના માટે કેમ્પેઈન નહીં કરું. હું કાર્યકર્તાઓને અપીલ કરું છું કે તેઓ ગઠબંધનની સામે ઊભા થાય તથા જનતા સુધી આ વાત પહોંચાડે." 
- "સપાએ આપબળે ચૂંટણી લડી હોત તો પણ વિજયી થઈ હોત. ગઠબંધન કરવાની જરૂર ન હતી."
- "બાદમાં પત્રકારોએ પૂછ્યું કે, "શું ગઠબંધનના ઉમેદવારોને આશીર્વાદ આપશો?" જેનો મુલાયમે હકારાત્મક જવાબ આપ્યો હતો.

શિવપાલ યાદવે અલગ પક્ષ બનાવવાની કરી તૈયારી. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Akhilesh will be next UP CM says Mulayam
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended