Home »National News »Latest News »National» BSP May Enter Mukhtar Ansari

બસપામાં જોડાઇ શકે છે બાહુબલી મુખ્તાર અન્સારી, પાર્ટી નેતાઓ સાથે કરી મુલાકાત

divyabhaskar.com | Jan 25, 2017, 10:36 AM IST

  • કહેવામાં આવે છે કે બસપા ઉમેદવાર મનોજ રાયની ટિકિટ રદ થયા પછી મુખ્તારને ટિકિટ આપવામાં આવી રહી છે.
લખનઉ: સમાજવાદી પાર્ટીમાં કોમી એકતા દળના સામેલ થવાના પ્રયાસો નિષ્ફળ ગયા પછી હવે બાહુબલી મુખ્તાર અન્સારી બસપામાં જોડાઇ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુખ્તાર મઉ સદરથી બસપાની ટિકિટ પર ચૂંટણી લડશે. કહેવામાં આવે છે કે મનોજ રાયની ટિકિટ રદ થયા પછી મુખ્તારને ટિકિટ આપવામાં આવી રહી છે. આ પહેલા એવી અટકળો લગાવવામાં આવતી હતી કે તેઓ અપક્ષના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરી શકે છે.  
 
અંબિકા ચૌધરીના બસપામાં જોડાય પછી થઇ રહી છે અટકળો
 
- અખિલેશ સરકારમાં મંત્રી રહી ચૂકેલા સપા નેતા અંબિકા ચૌધરીના બસપામાં જોડાયાના 3 દિવસ પછી મંગળવારે રાજકારણીઓમાં એવી ચર્ચા થઇ રહી છે કે મુખ્તાર બસપામાં જોડાઇ શકે છે.
- સૂત્રોના જણાવ્યા પ્રમાણે સપામાં ટિકિટ ન મળતા અને પોતાના ભાઈના સપામાં સામેલ થયા પછી અન્સારીએ બસપાના નેતાઓ સાથે મુલાકાત કરી છે.
- જોકે આ બાબતે બસપા તરફથી કોઇ નિવેદન આવ્યું નથી.
 
મુખ્તારના નામ પર હતો વિવાદ
 
- ગયા વર્ષે કોમી એકતા દળ સપામાં સામેલ થયું તો મઉથી સિંટિંગ એમએલએ મુખ્તાર અન્સારી સપા જૂથમાં વિવાદનું કારણ બન્યા.
- અખિલેશ આ મર્જર અને અન્સારી ભાઈઓની વિરુદ્ધમાં હતા. કોમી એકતા દળને સપામાં સામેલ કરવા પાછળ શિવપાલ યાદવ હતા.
- જોકે, જ્યારે પરિવારમાં ચાલી રહેલા ઝઘડામાં અખિલેશની જીત થઇ ત્યારે કોમી એકતા દળના બે સિંટિંગ એમએલએને ટિકિટ આપવાની ના પાડી દેવામાં આવી.
- મુખ્તારના ચૂંટણી ક્ષેત્ર મઉથી સપાએ અલ્તાફ અન્સારીને ટિકિટ આપી. બીજી બાજુ મુખ્તારના ભાઈ સિગ્બાતુલ્લાહ અન્સારીની સીટ મોહમ્મદાબાદ ગોહનાથી બૈજનાથ પાસવાનને નોમિનેટ કરવામાં આવ્યા.
 
બસપાની ટિકિટ પર જ જીત્યા હતા પહેલી વિધાનસભા ચૂંટણી
 
- ઉલ્લેખનીય છે કે મુખ્તારે પહેલી વિધાનસભા ચૂંટણી 1996  માં બસપાની ટિકિટ પર જ જીતી હતી. પછીની બે ચૂંટણીઓ તેમણે અપક્ષના ઉમેદવાર તરીકે જીતી હતી.
- 2007 માં તેઓ ફરી બસપામાં સામેલ થયા અને 2009 ની લોકસભા ચૂંટણી તેઓ બનારસના મુરલી મનોહર જોશીની વિરુદ્ધ લડ્યા હતા. જેમાં જોશી જીત્યા હતા.
- જ્યારે 2010 માં બસપાએ તેમને ક્રિમિનલ રેકોર્ડના કારણે પાર્ટીમાંથી બહાર કાઢી મુક્યા, તે તેમણે તેમના ભાઈ અફઝલ સાથે કોમી એકતા દળની રચના કરી. ત્યારબાદ તેમણે 2012 ની ચૂંટણી પણ જીતી હતી.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: BSP may enter Mukhtar Ansari
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext