Home »National News »Latest News »National» Joke On Gujaratis Vs Software Reliance By Mukesh Ambani At Nasscom Event

મુકેશ અંબાણીએ કહ્યો ગુજરાતીઓના બિઝનેસ માઇન્ડસેટ પર જોક

Agency | Feb 16, 2017, 15:33 PM IST

  • ગુજરાતીના નસે-નસમાં વેપાર કેટલો વણાયેલો હોય છે તેનો દાખલો અંબાણીએ જોક દ્વારા આપ્યો હતો.
નવી દિલ્હી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ બુધવારે નેસ્કોમના કાર્યક્રમમાં ભાગી લઈ રહેલા લોકોને પોતાની સેન્સ ઓફ હ્યુમરનો પરિચય કરાવ્યો હતો. ગુજરાતીઓના બિઝનેસ માઈન્ડસેટ અને ટેક ગુરુ વિશે જોક સંભળાવીને અંબાણીએ લોકોને ખૂબ હસાવ્યા હતા. તેઓએ જણાવ્યું કે કેવી રીતે એક ગુજરાતીએ ફ્લાઈટમાં બેઠેલા ટેક ગુરુને મૂર્ખ બનાવીને પૈસા કમાવ્યા હતા.

અંબાણીએ ગુજરાતીના બિઝનેસ માઈન્ટસેટનો આપ્યો દાખલો
 
- અંબાણીએ નેસકોમમાં ઉપસ્થિત લોકોને સંબોધિને ગુજરાતીઓનું વેપારમાં કેવું દિમાગ ચાલે છે તેનો એક જોક દ્વારા દાખલો પૂરો પાડ્યો હતો.
- અંબાણીએ કહ્યું કે, "એક વખતે એક મોટા સોફ્ટવેર ગુરુ અને એક સાધારણ ગુજરાતી એક જ પ્લેનમાં એકબીજાની બાજુમાં બેઠા હતા."
- "ટેક ગુરુએ ગુજરાતીને કહ્યું કે ચાલો એક ગેમ રમીએ."
- "હું એક સવાલ પૂછીશ અને તમે એક સવાલ પૂછજો. જો હું જવાબ ન આપી શકું તો હું તમને 100 રૂપિયા આપીશ."
- "અને જો તમે જવાબ ન આપી શક્યા તો તમે મને માત્ર 10 રૂપિયા જ આપજો. આ શરતને ગુજરાતીને સ્વીકારી લીધી."
 
ટેક ગુરુ અને ગુજરાતી વચ્ચે કોણ જીત્યું?
 
- અંબાણીએ જોકને આગળ વધારતા કહ્યું, "ટેક ગુરુએ વિજ્ઞાન અને ટેક્નોલોજી સાથે સંકળાયેલા એક સવાલ પૂછ્યો જેનો જવાબ ગુજરાતી ન આપી શક્યો અને તેણે ટેક ગુરુને 10 રૂપિયા આપી દીધા."
- "પછી ગુજરાતીને સવાલ પૂછવાનો નંબર આવ્યો. તેણે પૂછ્યું કે એવું કયું જનાવર છે જે પહાડ પર ચઢે છે ચાર પગે અને ઉતરતા માત્ર ત્રણ પગનો ઉપયોગ કરે છે?"
- "ટેક ગુરુ તેનો જવાબ ન આપી શક્યો અને તેણે ગુજરાતીને 100 રૂપિયા આપી દીધા."
- "ટેક ગુરુને પોતાના પર ગુસ્સો આવ્યો કે આટલો જ્ઞાની હોવા છતાંય તે જવાબ ન આપી શક્યો."
- "તે ગુજરાતીને વારંવાર વળતો જવાબ પૂછી રહ્યો હતો કે આ સવાલનો જવાબ શું છે."
- "ગુજરાતીએ ટેક ગુરુને 10 રૂપિયા આપતા કહ્યું કે મને પણ નથી ખબર!"
 
અંબાણીએ જણાવ્યું ડેટાનું મહત્વ
 
- ડેટાનું મહત્વ જણાવતા અંબાણીએ કહ્યું, "ડેટા એક પ્રાકૃતિક સંસાધન જેવું છે."
- ઈવેન્ટમાં જિયો વિશે વાત કરતા અંબાણીએ કહ્યું, "આપણે એવી સદીની શરૂઆતમાં છીએ જ્યાં ડેટા ઓઇલ છે."
- મહત્વપૂર્ણ છે કે, જિયોનું માર્કેટમાં આવવાથી અન્ય ટેલિકોમ કંપનીઓને પોતાના ટેરિફમાં 66% સુધી કાપ કરવો પડ્યો છે.
 
મુકેશ અંબાણીનો વીડિયો જોવા આળગની સ્લાઈડ ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Joke on Gujaratis vs software Reliance by Mukesh Ambani at Nasscom event
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended