Home »National News »Latest News »National» Mughal Garden Is Reopened For Public From Today

મુઘલ ગાર્ડન અઠવાડિયા માટે ખુલ્લો મુકાયો, ‘રાષ્ટ્રપતિ પ્રણવ’ નું પીળું ગુલાબ ખિલશે

divyabhaskar.com | Feb 05, 2017, 12:34 PM IST

  • દિલ્હીના રાષ્ટ્રપતિભવનનો પ્રતિષ્ઠિત મુઘલ ગાર્ડન આજથી અઠવાડિયા સુધી પબ્લિક માટે ખુલ્લો મુકાયો છે.
નવી દિલ્હી: દિલ્હીના રાષ્ટ્રપતિભવનનો પ્રતિષ્ઠિત મુઘલ ગાર્ડન આજથી અઠવાડિયા સુધી પબ્લિક માટે ખુલ્લો મુકાયો છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ વાર્ષિક ઉદ્યાનોત્સવના ભાગરૂપે ગઇકાલે મુઘલ ગાર્ડનનું ઉદઘાટન કરી ચૂક્યા છે. સામાન્ય લોકો માટે આ ગાર્ડન 5 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી ખુલ્લો રહેશે. આ વર્ષના ઉદ્યાનોત્સવમાં ગુલાબની બે નવી જાતોનો સમાવેશ થાય છે જેમના નામ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને તેમના પત્ની સ્વ. સુવ્રા મુખર્જીના નામ પર રાખવામાં આવ્યા છે.
 
ક્યારે લઇ શકાશે મુલાકાત?
 
- પબ્લિક માટે મુઘલ ગાર્ડન 5 ફેબ્રુઆરી થી 12 માર્ચ સુધી ખુલ્લો રહેશે. સોમવારના દિવસે મેઇન્ટેનન્સના કારણોસર ગાર્ડન બંધ રહેશે. મુલાકાતનો સમય સવારના 9.30 વાગ્યાથી સાંજના 4.00 વાગ્યા સુધીનો રહેશે.
- રાષ્ટ્રપતિભવને આપેલા એક નિવેદન પ્રમાણે, મુઘલ ગાર્ડન સુધી પહોંચવા માટેની એન્ટ્રી અને એક્ઝિટ પ્રેસિડેન્ટ એસ્ટેટના ગેટ નં.35 પરથી થશે, જે નોર્થ એવેન્યુ રાષ્ટ્રપતિભવનને જ્યાં મળે છે તેની નજીક આવેલો છે.
- મુલાકાતીઓને વિનંતિ કરવામાં આવી છે કે તેઓ સાથે પાણીની બોટલ, બ્રિફકેસ, હેન્ડબેગ, પર્સ, કેમેરા, રેડિયો/ટ્રાન્ઝિસ્ટર, છત્રી, ખાદ્યપદાર્થો વગેરે લઇને ન આવે. જો તેઓ આ સામાન લઇને આવશે તો તે તેમણે એન્ટ્રી પોઇન્ટ પર જમા કરાવવાનો રહેશે.
- નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, પીવાનું પાણી, ટોઇલેટ્સ, ફર્સ્ટ એઇડ/મેડિકલ સુવિધાઓ અને સિનિયર સિટિઝન્સ, સ્ત્રીઓ અને બાળકો માટે રેસ્ટરૂમની સગવડો આપવામાં આવશે.
- ગાર્ડનની વિશિષ્ટ મુલાકાતના દિવસો પણ રાખવામાં આવ્યા છે. 10 માર્ચે મુઘલ ગાર્ડનને વિશેષરૂપે ખેડૂતો, દીવ્યાંગો, ડિફેન્સ/પેરામિલિટરી દળો અને દિલ્હી પોલીસના કર્મચારીઓ માટે ખુલ્લો રાખવામાં આવશે.
- આંખોની નબળાઇ એટલે કે દ્રષ્ટિમાં ખામી ધરાવતા લોકો માટે ટેક્ટાઇલ ગાર્ડન (સ્પર્શેન્દ્રિય બગીચો) 10 માર્ચના રોજ સવારના 11.00 વાગ્યાથી 4.00 વાગ્યા દરમિયાન ખુલ્લો રાખવામાં આવશે. આ માટેની એન્ટ્રી ચર્ચ રોડ પરના ગેટ નં. 12 માંથી થશે.
 
શું છે આ વર્ષના આકર્ષણો?
 
- રાષ્ટ્રપતિભવનના આ સુંદર ઉદ્યાનમાં સ્પિરિચ્યુઅલ ગાર્ડન, હર્બલ ગાર્ડન, બોન્સાઇ ગાર્ડન અને મ્યુઝિકલ ગાર્ડન આવેલા છે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે.
- આ વર્ષના ઉદ્યાનોત્સવમાં ગુલાબની બે નવી જાતોનો સમાવેશ થાય છે જેમના નામ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને તેમના પત્ની સ્વ. સુવ્રા મુખર્જીના નામ પર રાખવામાં આવ્યા છે.
- માર્ચના પહેલા અઠવાડિયામાં બંનેના છોડ પર ગુલાબ આવી જશે. ‘રાષ્ટ્રપતિ પ્રણવ’ નું ગુલાબ પીળા રંગનું હશે અને ‘સુવ્રા મુખર્જી’ નું ગુલાબ પર્પલ અને ગુલાબી રંગનું મિશ્રણ હશે.
- 15 એકરમાં ફેલાયેલા લાંબા ગાર્ડનમાં ગુલાબની 140 જાતોને ઉગાડવામાં આવી છે, જેમાં કેટલીક નવી અને બાકીની પરંપરાગત જાતોનો સમાવેશ થાય છે. જે આ ગાર્ડનનું મુખ્ય આકર્ષણ છે.
- ગુલાબની 140 જાતોમાં કેટલાકના નામ વિશ્વપ્રસિદ્ધ લીડરોના નામ પર આપવામાં આવ્યા છે, જેમાં બ્રિટિશ રાણી એલિઝાબેથ, અમેરિકન રાષ્ટ્રપતિઓ અબ્રાહમ લિંકન અને જ્હોન એફ. કેનેડી, ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, પ્રખ્યાત ફ્રેન્ચ ફેશન ડિઝાઇનર ક્રિશ્ચિયન ડાયર તેમજ મહાભારતના પાત્રો અર્જુન અને ભીમનો સમાવેશ થાય છે. બે અન્ય જાતોને ‘તાજમહલ’ અને ‘એફિલ ટાવર’ નામ આપવામાં આવ્યાં છે.
- રાષ્ટ્રપતિ ના પ્રેસ સેક્રેટરી વેણુ રાજામોનીએ કહ્યું કે, ગુલાબ સિવાય લાલ, કેસરી, ગુલાબી અને પર્પલ જેવા વિવિધ કલરના આશરે 14 હજાર જેટલા ટ્યુલિપ બલ્બ પણ ગાર્ડનમાં ઉગાડવામાં આવ્યા છે.
- આ ઉપરાંત, 60 જાતના બોગનવેલિયા તેમજ ડાહલિયા, ડેફોડીલ, લિલિ અને ડેઇઝીના ફૂલો અને 70 થી પણ વધુ જાતના સીઝનલ ફૂલો ઉગાડવામાં આવ્યા છે.
- આ વર્ષનું અન્ય મુખ્ય આકર્ષણ છે, આશરે 30 જેટલાં હવા સ્વચ્છ કરતાં (એર પ્યોરિફાયિંગ) પ્લાન્ટ્સ, ફ્લાવર વોલ્સ અને ફ્લાવર ઇન્સ્ક્રિપ્શન્સ – ‘ઇન્ડિયા’ અને ‘જય હિન્દ’. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mughal Garden is reopened for public from today
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended