Home »National News »Photo Feature» Sehwag International School Is Top Ranked School In Haryana

23 એકરમાં ફેલાયેલી છે સહેવાગની આ સ્કૂલ, સ્ટુડન્ટ્સને મળવા આવ્યો હતો ધોની

divyabhaskar.com | Feb 05, 2017, 10:41 AM IST

  • સેહવાગ ઈન્ટરનેશનલ સ્કૂલ દિલ્હીથી અમુક કિ.મી.ના અંતરે ગુડગાંવ-ઝજ્જર રોડ પર બની છે. ધોનીએ અહીં બાળકો સાથે સારો એવો સમય પસાર કર્યો.
રોહતકઃ ઈન્ડિયન ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની તાજેતરમાં વીરેન્દ્ર સહેવાગની સ્કૂલની મુલાકાતે પહોંચ્યો હતો. અહીં સ્કૂલના સ્ટુડન્ટ્સ સાથે ધોનીએ ઘણો સમય પસાર કર્યો અને ક્રિકેટ સંબંધિત ઘણા સવાલોના જવાબો પણ આપ્યા હતા. માહીએ આ સમયે સ્કૂલના ગ્રાઉન્ડ પર બાળકોને ક્રિકેટના ગુર પણ શીખવ્યા હતા.
 
આવી સુવિધાઓથી સજ્જ છે સેહવાની સ્કૂલ...

- આ સ્કૂલ દિલ્હીથી અમુક કિ.મી.ના અંતરે ગુડગાંવ-ઝજ્જર રોડ પર બની છે.
- સહેવાગ ઈન્ટરનેશનલ સ્કૂલ આશરે 23 એકરમાં ફેલાયેલી છે અને તેનો પ્રારંભ 2011માં થયો હતો.
- વીરૂના સ્કૂલમાં ક્રિકેટ, ફૂટબોલ, બાસ્કેટબોલ, સ્કવૈશ, ટેનિસ, ટેબલ-ટેનિસ, સ્વિમિંગ, બેડમિન્ટન, કુશ્તી સહતિની તમામ રમતો માટે આંતરરાષ્ટ્રીય લેવલની સુવિધાઓ ઉપલબ્ધ છે.
- આ તમામ સુવિધાઓને કારણે સેહવાગનું સ્કૂલ હરિયાણાનું નંબર 1 સ્કૂલ બની ગઈ છે.
- સ્કૂલને અગાઉ 2013માં નંબર 1, 2014માં નંબર 2 અને 2015માં ફરી નંબર 1 રેન્કથી સન્માનિત કરવામાં આવી હતી.
 
માહીએ બાળકોને આપી ટિપ્સ...

- ધોનીના સ્કૂલમાં આવવા પર બાળકોમાં અનોખો ક્રેઝ જોવા મળ્યો હતો. ધોનીએ પણ સ્ટુડન્ટ્સ સાથે ઘણી મસ્તી કરી હતી.
- માહીએ સ્કૂલમાં સ્ટુડન્ટ્સને કહ્યું કે, અભ્યાસ અને રમતમાં સમાન રીતે એક્ટિવ રહો. તેનાથી જીવનમાં નવી વસ્તુઓ શીખવા મળે છે.
- ધોનીએ કહ્યું કે, સફળતા કરતા વધુ પ્રોસેસ મહત્વપૂર્ણ હોય છે. કારણ કે તેમાં જે શીખવા મળે છે તે આગળ જતા કામ લાગે છે.
- ધોનીની હાજરી સમયે સેહવાગ મોટાભાગે શાંત રહ્યો, તેણે સ્ટુડન્ટ્સને ધોની સાથે વધુમાં વધુ વાતચીત કરવાની તક આપી હતી.
- સેહવાગે સ્કૂલમાં હાજરી આપવા બદલ ધોનીનો આભાર માન્યો હતો. ધોનીએ તેનો જવાબ આપતા કહ્યું કે, સેહવાગે સ્કૂલ ખોલી જે પગલું ભર્યું તે ખરેખર શાનદાર છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો..........................)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sehwag International School is Top Ranked School In Haryana
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended