Home »National News »Desh» Young Man Died Due To A Current, Woman Two Sons Already Died

મૃત દીકરાને મોઢેથી શ્વાસ આપતી રહી મા, બૂમો પાડીને કહેતી- ઉઠીજા મારા લાલ

divyabhaskar.com | May 11, 2017, 11:56 AM IST

  • દીકરાનો જીવ બચાવવા વારંવાર માતા મોઢેથી આપતી રહી શ્વાસ
ભોપાલ: કોતવાલી વિસ્તારમાં એક યુવકની કરંટ લાગવાથી મૃત્યુ થઈ હોવાની ઘટના સામે આવી છે. પરિવારજનો ગંભીર સ્થિતિમાં તેને હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરોના કહેવા છતા માનુ મન નહોતુ માનતું. તે તેના દીકરાને માને તેના મોઢાથી શ્વાસ આપતી રહી જેથી દીકરાનો શ્વાસ પરત આવી જાય. આટલુ જ નહીં તે વાંરવાર કોઈ બાબાનું નામ લઈને દીકરાનો જીવ બચાવવા અને કોઈ ચમત્કાર બતાવવા માટે બૂમો પાડતી હતી.
 
જાણો શું છે સમગ્ર ઘટના?

- પોલીસના જણાવ્યા પ્રમાણે નવા બજારમાં રહેતો દીપક ઘે લાઈટ ચાલુ કરવા માટે કટ-આઉટ લગાવી રહ્યો હતો. ત્યારે જ તેના હાથની એક આંગળીમાં કરંટ આવ્યો. પરિવારજનો તાત્કાલીક તેને હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા ત્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. 
- બે દીકરાઓને પહેલેથી જ ગુમાવી ચૂકેલી મા વારંવાર ડોક્ટરને બોલાવવા અને તેને બોટલ ચડાવવાની વાત કરતી હતી. એટલુ જ નહીં તે તેના દીકરાને મોઢેથી પણ શ્વાસ આપતી હતી જેથી તે પાછો જીવતો થઈ જાય. ઘણી વાર સુધી આ હોબાળો ચાલ્યા પછી પરિવારજનોએ દીકરાના મૃતદેહને પાછળના દરવાજાથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોકલ્યો હતો.
- આ પહેલાં પણ મહિલાના બે દિકરાઓનું એક પછી એક ઘટનામાં મૃત્યુ થઈ ગયું હતું. એટલે તેને વિશ્વાસ જ નહતો થતો કે ભગવાને તેનો ત્રીજો દીકરો પણ છીનવી લીધો છે. ત્રીજા દિકરાના મૃત્યુથી માતાને ધણો આઘાત લાગ્યો હતો અને રડી રડીને તેની હાલત ખરાબ થઈ ગઈ હતી.
 
એક-એક કરીને જતા રહ્યા ત્રણ દીકરા

- જવાન દીકરાનું કરંટ લાગવાથી મૃત્યુ થયા પછી માતાને પણ હોશ નહતા રહ્યા. પરિવારજનોના જણાવ્યા પપ્રમાણે સુમતરાનીને ત્રણ દીકરા હતા. જેમાં બે દીકરાઓનું પહેલાં જ એક અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હતું. તેના પતિ પણ ઘણાં વર્ષો પહેલા અવસાન પામ્યા હતા. હવે ત્રીજા દીકરાનું પણ અવસાન થઈ ગયું હતું. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે સુમતરાનીના એક દીકરાનું અવસાન ટ્રેન અકસ્માતમાં થયું હતું જ્યારે બીજા દીકરાનું અવસાન કુવામાં પડવાથી થયું હતું. હવે એક જ દીકરો હતો જેને કરંટ લાગવાથી તેનું મૃત્યુ થયુ હતું. હવે તેમની માત્ર બે દીકરીઓ જ તેમની સાથે છે. સતત બનતી આ પ્રમાણેની ઘટનાથી આ વખતે સુમતરાની ખૂબ જ ભાંગી પડી હતી.
 
વારંવાર બેભાન થઈ રહી હતી મા

-પંચનામાની કાર્યવાહી વખતે જિલ્લા હોસ્પિટલ સામે સુમતરાની બેભાન થઈ ગઈ હતી. ભાન આવતા જ મા વારંવાર તેના દીકરા સાથે જવાની વાત કરતી હતી. બહુ મુશ્કેલથી પરિવારજનોએ તેને સંભાળી હતી. ત્યારપછી મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો હતો.
 
મા કહેતી હતી- બાબા મારા દીકરાનો જીવ બચાવી લો

- હોસ્પિટલમાં મા વારંવાર હાથ જોડીને કોઈ બાબાને યાદ કરી રહી હતી. તે વારંવાર એવુ જ કહેતી હતી કે બાબા મારા દીકરાનો જીવ બચાવી લો. બહેનો પણ ભાઈના મૃત્યુ પછી ભગવાન અને તેમના ધર્મના બાબાને હાથ જોડીને કોઈ ચમત્કાર બતાવી દેવા માટે કરગરી રહી હતી. 
 
આગળની સ્લાઈડમાં જુઓ રોતા-કકળતા પરિવારની તસવીરો...
 
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: young man died due to a current, Woman two sons already died
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended