Home »National News »Desh» Daughter And Mother Have A Disease Known As Muscular Dystrophy

22 વર્ષની યુવતીને જોઈએ છે ઈચ્છામૃત્યુ: જગ્યા પરથી હલી પણ નથી શકતા મા-દીકરી

Divyabhaskar.com | May 18, 2017, 13:14 PM IST

  • મા-દીકરીને છે ઈલાજ ન થઈ શકે તેવી બીમારી
કાનપુર: યુપીના કાનપુર જિલ્લામાં એક મા અને દીકરીને એવી બીમારી છે કે, તેઓ ચાલવા-ફરવાનું તો દૂરની વાત છે પરંતુ તેમની જગ્યા પરથી હલી પણ નથી શકતા. આવા લાચાર જીવનથી છૂટકારો મેળવવા માટે બંને કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે ઈચ્છામૃત્યુની માગણી કરે છે. તેમનું કહેવું છે કે, જ્યારે કોઈ મદદ કરી શકે તેમ નથી ત્યારે ઈચ્છામૃત્યુની મંજૂરી મળી જવી જ યોગ્ય છે.
 
આ બીમારીનો ભારતમાં નથી કોઈ ઈલાજ- આ હાલતમાં છે મા-દીકરી

- કાનપુરના યશોદાનગરના શંકરાચાર્ય વિસ્તારમાં 22 વર્ષની અનામિકના તેમની માતા શશિ મિશ્રા સાથે રહે છે. 
- તે જણાવે છે કે, તેને અને તેની માતાને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની બીમારી છે. આ બીમારીની જાણ 1995માં તે સમયે થઈ જ્યારે માને અચાનક ચાલવા-ફરવા અને કામ કરવામાં તકલીફ થવા લાગી.
- ત્યારે ડોક્ટર મુકુલ શર્માએ ટેસ્ટ કરાવવાનું કહ્યું હતું. રિપોર્ટમાં આ બીમારી વિશે જાણ થઈ. ડોક્ટરનું કહેવું છે કે, આ બીમારીનો ભારતમાં કોઈ ઈલાજ નથી. બસ એક ફિઝિયોથેરપીનો સહારો છે, તેનાથી થોડો આરામ મળી શકે છે.
- તે સમયે ડોક્ટરે મારામાં પણ આ બીમારી હોવાના સંકેત આપી દીધા હતા. તે સાથે જ એવુ પણ કહ્યું હતું કે આગામી સમયમાં મને વધારે તકલીફ થઈ શકે છે.
- 2002માં પિતાનું હાર્ટએટેકથી અવસાન થઈ ગયું. મા તો પહેલેથી જ બીમાર હતી. 2006થી મારામાં પણ આ બીમારીના લક્ષણ દેખાવા લાગ્યા હતા. હાથ-પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. કોલેજમાં સીડીઓ ચડવુ પણ મુશ્કેલ થવા લાગ્યું હતું
- બહુ મહેનત પછી મે બીકોમ કર્યું પરંતુ ત્યારપછી હું એકદમ પથારીવશ થઈ ગઈ છું. ઘણાં ડોક્ટરો સાથે સારવાર કરાવી પણ કોઈ ફેર નથી પડતો. પિતાના દેહાંત પછી ઘરની આર્થિક સ્થિતિ પણ ખરાબ થવા લાગી છે.
- બીમારીના કારણે ઘણાં સંબંધીઓ અમારી સાથે સંબંધ તોડી નાખ્યો. હવે અમારી મા-દીકરીની હાલત એવી છે કે અમારે બાથરૂમ જવા માટે પણ કોઈની મદદ જોઈએ છે. અમને રસોઈ પણ પડોશી લોકો જ બનાવી આપે છે. 
 
PMOને લખ્યો હતો લેટર-મદદ કરો અથવા ઈચ્છામૃત્યુ આપો, પરંતુ...

- અનામિકાએ કહ્યું કે, આ જીવનથી કંટાળીને અમે 2014માં પીએમને પત્ર લખીને મદદ માગી હતી. અમે અમારા માટે ઈલેક્ટ્રીક બેડ અને વ્હીલચેર સાથે નોકરીની માગણી પણ કરી હતી.જેથી અમે કોઈના આધારિત ન રહીએ.
- તે ઉપરાંત લેટરમાં લખ્યું હતું કે જો અમારી માગણી પૂરી થઈ શકે તેમ ન હોય તો અમને ઈચ્છામૃત્યુની મંજૂરી આપવામાં આવે. પરંતુ પીએમ ઓફિસથી કોઈ મદદ ન મળી. આટલુ જ નહીં પરંતુ અમે અમારી બીમારી વિશે ઘણી વખત રિમાઈન્ડર પણ મોકલ્યા, પરંતુ તેનો પણ કોઈ ફાયદો થયો નથી. અંદાજે દોઢ વર્ષ પછી મને પીએમઓથી ફોન આવ્યો કે આ બીમારી માટે અમે અમારા સીએમ પાસે મદદ માગીએ. તેઓ જ અમને મદદ કરશે.
- સીએમ અખિલેશ યાદવે 5 ઓગસ્ટ 2016ના રોજ વિવેકાધીન કોષ અંતર્ગત અમને રૂ. 50,000ની રાહત આપી હતી. ત્યારપછી કોઈએ અમારી જાણ લીધી નથી.
- અમારી આર્થિક સ્થિતિ જોઈને ડો. અભિષેક મિશ્રા છેલ્લા પાંચ વર્ષથી અમારો ફ્રીમાં ઈલાજ કરે છે. તેઓ દવાના પણ પૈસા નથી લેતા. 
 
શું કહે છે ડોક્ટર

- ડો. રામ મનોહર લોહિયા ઈન્સ્ટિટ્યૂટના ન્યૂરોલોજિસ્ટ ડો. અજય સિંહના જણાવ્યા પ્રમાણે, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એક પ્રકારની આનુવંશિક બીમારી છે. જે માતા-પિતાને કોઈને હોય તો બાળકોને થઈ શકે છે.
- દેશમાં બે હજારમાંથી કોઈ એકને આ બીમારી હોય છે. સમયસર જો વ્યક્તિની સારવાર શરૂ કરવામાં ન આવે તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે.
- પુરૂષોમાં આ બીમારીની જાણ અમુક સમય પછી જ થથી હોય છે પરંતુ મહિલાઓમાં લગ્ન પછી આ બીમારીના લક્ષણો દેખાવા લાગતા હોય છે. જ્યાં સુધી તેમની સારવાર શરૂ થાય ત્યાં સુધી ઘણું મોડુ થઈ ચૂક્યું હોય છે. ડિલવરી પછી માતાને જો આ બીમારી હોય તો તેમના બાળકમાં પણ આ બીમારી આવી શકે છે.
- ઘણી વખત તો આ બીમારીમાં 20 વર્ષની ઉંમરે જ વ્યક્તિનું મૃત્યુ થઈ જતુ હોય છે.  હજી સુધી આ બીમારીની ચોક્કસ દવાઓ શોધી શકાઈ નથી. 
 
આગળની સ્લાઈડમાં વાંચો આ બીમારીના લક્ષણો અને ઈલાજ
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Daughter and mother have a disease known as muscular dystrophy
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended