Home »National News »Photo Feature» Mother And Son Committed Suicide Due To Family Reasons Wrote In Suicide Note

રાતે માતાએ નાના પુત્ર સાથે કરી પૂજા, સવારે આમ મળી બંનેની લાશો

Vinod Pataria | Feb 13, 2017, 00:05 AM IST

  • આંગણવાડી કાર્યકર્તા ગિરિજા ગૌર (54)એ પોતાના નાના પુત્ર સમીરકાંત (28) સાથે રાતે આત્મહત્યા કરી હતી.
ભોપાલ/બૈતૂલઃઅહીં એક આંગણવાડી કાર્યકરે પોતાના પુત્ર સાથે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ પહેલા બંનેએ પૂજા-પાઠ કરી હતી. આ ઘટનાની જાણકારી ભોપાલમાં રહેનાર મોટાપુત્રને પાડોશીએ આપી હતી.
 
સુસાઈડ નોટમાં લગાવ્યા આ આરોપ...

- બૈતૂલ જીલ્લાના ઘોડાડોંગરીના કુહી ગામમાં આંગણવાડી કાર્યકર્તા ગિરિજા ગૌર (54)એ પોતાના નાના પુત્ર સમીરકાંત (28) સાથે રાતે આત્મહત્યા કરી હતી. 
- એસઆઈ જીએસ ઠાકુરે જણાવ્યું કે, દુપટ્ટા વડે પોતાનું માથુ ઢાંકી તેનો જ ફંદો બનાવી બંનેએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
- આત્મહત્યા અગાઉ બંનેએ અલગ-અલગ સુસાઈડ નોટ લખી હતી, જેમાં પારિવારિક કારણોસર આ પગલું ભર્યું હોવાની વાત લખી હતી.
- આ અંગે ગિરિજાના મોટા પુત્ર શ્રીકાંતને ત્યારે જાણ થઈ જ્યારે નાના ભાઈ અને માતાને ફોન કરવા પર તેમણે ફોન ન ઉપાડ્યો. 
- સુસાઈડ અગાઉ નાના ભાઈએ મોટા ભાઈને રાતે 3 વાગે ફોન કર્યો હતો. રાતે ઊંઘતો હોવાને કારણે શ્રીકાંતે ફોન નહોતો ઉપાડ્યો. તેથી તેણે સવારે ફોન ન ઉપાડવા પર પાડોશી જયપ્રકાશને ઘરે મોકલ્યો.
- પાડોશી જયપ્રકાશ ગિરિજાના ઘરે પહોંચ્યો તો બારીમાંથી માતા-પુત્ર ફાંસે લટકેલી હાલતમાં હતા.
- મહિલા 25 વર્ષ પહેલા પતિથી અલગ થઈ ગઈ હતી, 15 વર્ષ પહેલા જ તેના પતિનું મોત થયું હતું.
- મૃત્યુ પહેલા માતા-પુત્રએ પૂજા કરી હતી. 
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો..............)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mother And Son Committed Suicide Due to Family Reasons Wrote in Suicide Note
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended