Home »National News »Latest News »National» Mohit Ahlavat Made 300 Runs In 72 Balls And Created History

72 બોલ પર 300 રન બનાવનારા આ સ્ટાર ક્રિકેટરના પિતા ચલાવે છે ટેમ્પો

divyabhaskar.com | Feb 09, 2017, 09:48 AM IST

  • પાણીપતના રહેવાસી છે મોહિત અહલાવત
પાણીપત: પાણીપતના છોકરા મોહિત અહલાવતે મંગળવારે ટી-20 માં માત્ર 72 બોલ પર 300 રન ફટકારીને ઇતિહાસ રચ્યો છે, જે દરેક માટે શક્ય નથી. divyabhaskar.com તમને મોહિતના પિતાના એ સપના વિશે જણાવી રહ્યું છે, જેને તેણે હકીકતમાં બદલી નાખ્યું.
 
સ્ટેટમાં રમી ચૂક્યાં છે મોહિતના પિતા, હવે આ કારણે ચલાવે છે ટેમ્પો
 
- મૂળે બબૈલ ગામના અને હવે પાણીપતના ન્યુ પ્રકાશમાં રહેતા મોહિતના પિતા પવન અહલાવતે જણાવ્યું કે, તેમને ક્રિકેટ રમવાનું ઝનૂન હતું. સ્કૂલની સ્ટેટ ક્રિકેટ સ્પર્ધામાં વિકેટકીપર અને બેટિંગમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું.
- ત્યારબાદ ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે દસમા ધોરણ પછી ભણતર અને ક્રિકેટ બંને છોડવા પડ્યા. પરિવારનું ગાડું ગબડાવવા માટે ટેમ્પો ચલાવવા લાગ્યા. શોખ તરીકે ક્રિકેટ ચાલુ રાખ્યું. દીકરા મોહિતને પણ સાથે લઇ જતા હતા. મોહિતે ઇચ્છા દર્શાવી કે તે પણ વિકેટકીપર અને બેટ્સમેન બનવા માંગે છે.
- સેંટ મેરી સ્કૂલમાં મોહિતને દાખલ કરવામાં આવ્યો તો તેનું મન ભણવામાં ઓછું અને ક્રિકેટમાં વધારે રહેતું હતું. શિક્ષકે જણાવી દીધું હતું કે તે ભણવામાં સારો નથી. આને તમે ક્રિકેટર બનાવી દો.
- તેમણે મોહિતમાં પોતાની જાતને જોઇ અને દસમા ધોરણ પછી મોહિતને 2012 માં બહાદુરગઢ બાલાજી ક્રિકેટ એકેડેમીમાં મોકલી દીધો. ત્યાં મોહિતને રમતો જોઇને ક્રિકેટર ગૌતમ ગંભીરના કોચ સંજય ભારદ્વાજ ઘણા પ્રભાવિત થયા અને તેઓ તેને દિલ્હીની લાલબહાદુર ક્રિકેટ એકેડેમી લઇ ગયા. ત્યારબાદ મોહિતની રમત નીખરી ઉઠી.
 
ઋષભ પંત પહેલા દિલ્હીની ટીમમાં પસંદગી પામ્યો
 
- મોહિતની પસંદગી દિલ્હીની રણજી ટીમમાં ઋષભ પંત પહેલા થઇ ગઇ હતી. ત્રણ મેચ પણ રમ્યો, પરંતુ, બહુ ચાલ્યો નહી. સફળતા માટે નસીબની સાથે મહેનત પણ જરૂરી છે.
- આશા છે કે મોહિત ભારતીય ક્રિકેટ ટીમમાં રમશે. બબૈલ ગામની સરકારી સ્કૂલની અતિથિ શિક્ષિકા મા વીણા જણાવે છે કે મોહિત શાંત સ્વભાવનો છે. તે મહેન્દ્ર સિંહ ધોનીને આદર્શ માને છે.
 
ફોન પર પુત્રએ કીધું,પપ્પા મેં કરી દેખાડ્યું
 
- પવને જણાવ્યું કે, તેના બબૈલના મિત્ર રવિન્દ્રએ ફોન કરીને જણાવ્યું કે મોહિતે મોટી ઈનિંગ રમી છે. તેમણે મોહિતને ફોન કર્યો તો કહ્યું હું બરાબર રમ્યો છું. પપ્પા મેં કરી દેખાડ્યું. હવે રણજીમાં રમીને ટીમ ઈન્ડિયામાં સ્થાન બનાવવું છે.
 
દેશી ઘી ખાય છે મોહિત
 
- મોહિત દેશી ઘી ખાય છે. દૂધ પણ ખૂબ પીવે છે. પિતા પવન દર બીજા મહિને દિલ્હીમાં ઘી આપવા જાય છે. ક્રિકેટ મેચ વધારે રમવાના કારણે મોહિતની પરિવારજનો સાથે મોબાઈલ ફોન પર જ વાત થાય છે. દર પાંચ-છ મહિને તે ઘેર આવે છે.
 
ફોટોઝઃ ભગવાનદાસ
 
આગની સ્લાઈડ્સમાં જુઓ ફોટા....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Mohit Ahlavat made 300 runs in 72 balls and created history
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext