Home »National News »Photo Feature» Luxurious Car Modified And Turned In To Mini Bar

50 લાખની કારને બનાવી મિની Bar, પોલીસ જોઈને રહી ગઈ દંગ

divyabhaskar.com | Feb 15, 2017, 00:05 AM IST

  • મોંઘી કાર અને તેની અંદરનું દ્રશ્ય
રાયપુર.રાજધાની પોલીસે રવિવારે રાત્રે દેવેન્દ્ર નગર જેલ રોડ પાસે ચેકિંગ દરમિયાન પંજાબ પાસિંગની એક કારને તપાસ માટે અટકાવી હતી. પોલીસ ઓફિસરોએ જ્યારે કારની અંદર નજર કરી ત્યારે તેઓ દંગ રહી ગયા હતા. કારને એક મિની બારનો લુક આપવામાં આવ્યો  હતો. કારમાં ટીવી, ફ્રિઝથી લઈ તમામ સુવિધાઓ હતી.
 
આ રીતે પકડાઈ કાર
 
- ટ્રાફિક સબ ઈન્સ્પેક્ટર જેલસ ગાયકવાડે જણાવ્યું કે, રવિવારે રાતે 9 વાગે જેલ રોડ પર સ્ટેશન તરફથી આવતી એક સફેદ કલરની મોટી ગાડીને તપાસ માટે રોકવામાં આવી.
- ડ્રાઈવર ત્રિલોકી સાહુએ પૂછપરછમાં જણાવ્યું કે કાર પંજાબ પાસિંગની છે અને ગુરુપ્રીત સિંગ નામનો વ્યક્તિ તેનો માલિક છે.
- ડ્રાઈવર ભિલાઈના એક ગેસ્ટને હોટલ પર ઉતારીને પચપેડી નાકા સ્થિત ગેરેજ પર જઈ રહ્યો હતો.
- આ ગાડી ટ્રાન્સપોર્ટ વિભાગની મંજૂરીથી મોડિફાઈડ કરાવવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, હવે તેને કોર્ટમાંથી જ છોડાવવી પડશે.
 
આ કારની વિશેષતા
 
-કારની અંદર સોફના સાથે બારની જેમ બોટલ અને ગ્લાસના કાઉન્ટર બન્યા હતા. જેમાં કાચનો ગ્લાસ અને અન્ય સામાન સજાવી રાખવામાં આવ્યા હતા.
- ગાડીમાં આગળની નંબર પ્લેટ પર ખોટી રીતે  નંબર લખવામાં આવ્યો હતો. જ્યારે પાછળની બાજુ નંબર પ્લેટ જ નહોતી.
- ઈન્ટરનેશનલ કંપનીની 50 લાખ રૂપિયથી વધારે કિંમતવાળી કારને અંદરથી નવો લુક આપવામાં આવ્યો છે.
- આ ગાડી ઈવેન્ટ કે લગ્ન સમારોહમાં બુકિંગ માટે આપવામાં આવે છે.
- મળતી જાણકારી મુજબ આ કારને દિવસના 10 હજાર રૂપિયા ભાડા પર આપવામાં આવતી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં જૂઓ, કારના ફોટા....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: luxurious car modified and turned in to mini bar
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext