Home »National News »Latest News »National» Modi Wore Pink Turban On 68th Republic Day

ગુલાબી રંગના લાંબા સાફામાં જોવા મળ્યા મોદી, પ્રોટોકોલ તોડીને લોકોને મળ્યા

divyabhaskar.com | Jan 26, 2017, 15:20 PM IST

  • મોદી ગુરુવારે ગણતંત્ર દિવસ પર ગુલાબી રંગના સાફામાં જોવા મળ્યા.
નવી દિલ્હી: 68 મા ગણતંત્ર દિવસની પરેડ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે ગુલાબી રંગના લાંબા સાફામાં જોવા મળ્યા હતા. ગયા વર્ષે મોદી પીળા રંગના સાફામાં જોવા મળ્યા હતા. આ પહેલા 2015 અને 2014 ની 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ પણ તેમણે સાફો પહેર્યો હતો. પરેડના અંતમાં મોદી પ્રોટોકોલ તોડીને લોકોને મળવા પહોંચી ગયા.
 
મોદીએ ગ્રે જેકેટ પહેર્યું
 
- ગુરુવારે ગણતંત્ર દિવસની પરેડ દરમિયાન મોદીએ સફેદ કુર્તો-પાયજામો અને ગ્રે રંગનું જેકેટ પહેર્યું હતું.
2016 માં
- ગયા વર્ષે 67 મા ગણતંત્ર દિવસ પર મોદી પીળા રંગના લાંબા સાફામાં જોવા મળ્યા હતા.
- આ સાથે તેમણે બંધ ગળાનો આછા બ્રાઉન રંગનો સૂટ પહેર્યો હતો. ફ્રાંસના પ્રેસિડેન્ટ ફ્રાંસ્વા ઓલેન્ડ મુખ્ય મહેમાન હતા.
2015 માં
- મોદીએ 2015 ના ગણતંત્ર દિવસ પર રાજસ્થાની પાઘડી પહેરી હતી. આ પરેડના મુખ્ય મહેમાન બરાક ઓબામા હતા.
 
આ વર્ષે પરેડમાં આ વિશિષ્ટ હતું
 
UAEની આર્મીએ કરી પરેડ
 
-આ પહેલી વાર છે કે જ્યારે ભારતના ગણતંત્ર દિવસની પરેડ પર UAE ની આર્મી જોવા મળી હતી. યુએઇએ પરેડમાં ભાગ લેવા માટે 144 જવાન અને 44 બેન્ડ મેમ્બર્સની ટીમ બોલાવી હતી.
- ઉલ્લેખનીય છે કે ગણતંત્ર દિવસ ઉપર વિદેશી આર્મીનો પરેડમાં સામેલ થવાનો સિલસિલો ગયા વર્ષે શરૂ થયો હતો. ત્યારે પહેલી વાર ફ્રાન્સની આર્મીએ પરેડમાં ભાગ લીધો હતો.
 
NSGકમાન્ડો
 
- નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સ (NSG) પહેલીવાર પરેડનો હિસ્સો બન્યા. NSG અત્યાર સુધી ગણતંત્ર દિવસની સિક્યોરિટીનો હિસ્સો હતા.
- હોમ મિનિસ્ટ્રી હેઠળ કામ કરતા NSG નું કામ કાઉન્ટર ટેરરિઝમ, VVIPs ની સિક્યોરિટીનું હોય છે.
 
પહેલી વાર દેખાયું તેજસ, 27 વર્ષો પછી દેશી ફાઇટર પ્લેનનું ફ્લાઇ પાસ્ટ
 
- રાજપથ પર ફ્લાઇ પાસ્ટમાં દેશમાં બનેલું ફાઇટર પ્લેન તેજસ જોવા મળ્યું. તેજસ માટે પરેડમાં સામેલ થવાનો આ પ્રથમ અવસર છે. આ પહેલા દેશી પ્લેન તરીકે મારૂત ફ્લાઇ પાસ્ટ કરતું હતું. 1971 ની જંગમાં મહત્વની ભૂમિકા નિભાવી ચૂકેલા મારૂતને 1990 માં નિવૃત્ત કરવામાં આવ્યું હતું.
- 250 થી 300 કિમીની રેન્જવાળું તેજસ એરફોર્સમાં સામેલ થઇ ચૂક્યું છે. તે માત્ર 460 મીટરના રનવે પર ટેક-ઓફ્ફ કરી શકે છે.
- તેજસ એર-ટુ-એર અને એર-ટુ-સરફેસ મિસાઇલ છોડી શકવા માટે સક્ષમ છે. તે 50 હજાર ફીટની ઊંચાઇ સુધી ઉડી શકે છે.
- સ્વદેશી જૂથમાં એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર ધ્રુવ અને રુદ્ર પણ સામેલ થયા. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Modi wore pink turban on 68th republic day
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext