Home »National News »Latest News »National» Modi Will Honour Bravery Awards To 25 Children

25 બહાદુર બાળકોને આજે મોદી કરશે સન્માનિત, 4 ને મરણોપરાંત પુરસ્કાર

divyabhaskar.com | Jan 23, 2017, 10:42 AM IST

  • 4 બાળકોને મરણોપરાંત વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
નવી દિલ્હી: પોતાની બહાદુરીથી બીજાઓ માટે આદર્શ બનેલા 25 બાળકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાળ વીરતા પુરસ્કાર આપશે. આ પુરસ્કાર 12 છોકરીઓ અને 13 છોકરાઓને આપવામાં આવશે. આમાંથી ચાર બાળકોને મરણોપરાંત પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે. ત્યારબાદ આ બાળકો ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લેશે.
 
જાણો બહાદુર બાળકો વિશે
 
- આ બાળકોમાં કેરળના 4, દિલ્હીના 3, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢના 2-2 બાળકોને સન્માનિત કરવામાં આવશે.
- યુપી, મહારાષ્ટ્ર, મણિપુર, આસામ, હિમાચલપ્રદેશ, નાગાલેન્ડ, ઉત્તરાખંડ, રાજસ્થાન, ઓડિસા અને કર્ણાટકના 1-1 બાળકને સન્માનિત કરવામાં આવશે.
- મરણોપરાંત સન્માનિત થનારા બાળકોમાં મિઝોરમના 2 અમે અરૂણાચરપ્રદેશ, જમ્મુના 1-1 બાળકોનો સમાવેશ થાય છે.
 
આમને મળશે રાષ્ટ્રીય પુરસ્કાર
 
- પશ્ચિમ બંગાળની શિવાની ગોદ (16) અને તેજસ્વિતા પ્રધાને (17) ઇન્ટરનેશનલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. તેમને ગીતા ચોપરા  એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
- ઉત્તરાખંડના સુમિત મમગઇએ (15) પોતાના કાકાના દીકરા ભાઈ પર હુમલો કરી રહેલા દીપડાની પૂંછડી પકડીને તેના પર દાતરડાથી પ્રહાર કર્યો હતો. તેનાથી દીપડો ભાગી ગયો હતો. આ બહાદુરી માટે તેને સંજય ચોપરા એવોર્ડ આપવામાં આવશે.
- છત્તીસગઢના તુષારને (15) બાપૂ ગેઢાની એવોર્ડ આપવામાં આવશે.
- છત્તીસગઢની નીલમ (8), રાજસ્થાના સોનુ માલી (9) અને ઓડિસાના મોહન સેઠી (11), કર્ણાટકની સિયા વામનસા ખોડે (10), નાગાલેન્ડના થંગિલમંગ લંકિમ (10), હિમાચલપ્રદેશના પ્રફુલ્લ શર્મા (11), આસામના ટંકેશ્વર પીગૂ (16), મણિપુરના મોઇરંગથમ સદાનંદ સિંહ (14), કેરળના આદિત્યન એમપી પિલ્લઈ (14), ઉત્તરપ્રદેશની અંશિકા પાંડેય (14), કેરળની બિનિલ મંજલી (15), અખિલના શિબુ (16), મહારાષ્ટ્રની નિશા દિલીપ પાટિલ (16) અને કેરળની બદરૂનિસા કેપી (15) ને મોદી સન્માનિત કરશે.
 
ભાઈ-બહેને ચોરને પકડ્યો
 
- દિલ્હીના ભાઈ-બહેન અક્ષિત-અક્ષિતાએ સ્કૂલેથી ઘરે આવ્યા પછી ચોરને પકડ્યો અને પોલીસને સોંપ્યો હતો. તેમને વીરતા પુરસ્કાર આપવામાં આવશે.
- દિલ્હીના જ નમને યમુના નદીમાં ડૂબી રહેલા બાળકને બચાવ્યો હતો. નમનને પણ વીરતા પુરસ્કાર મળશે.
 
દેશની દીકરીઓની બહાદુરી
 
-  જમ્મુ-કાશ્મીરમાં ત્રણ વિદ્યાર્થીઓ સ્કૂલેથી ઘરે પાછા ફરી રહ્યા હતાં. વાદળ ફાટવાને કારણે નદી-નાળા છલકાઇને ઉછળી રહ્યા હતા. રાકેશ (14) અને શેફાલી (5) ચકવા નાળા પાસે પૂરમાં ફસાઇ ગયા. 12 વર્ષની પાયલ તેમને બચાવવા માટે લગભગ 20 ફૂટ ઊંડા પાણીમાં કૂદી ગઇ. પરંતુ, તે તેમને બચાવવામાં સફળ ન થઇ. બધા પાણીના ઝડપી પ્રવાહમાં વહી ગયા.
- મિઝોરમની 13 વર્ષની એચ. લાલરિયાતપુઇએ કારમાં બેઠેલા તેના 2 વર્ષના કાકાના દીકરા ભાઈને બચાવવા માટે જાનની બાજી લગાવી હતી. કાર ઢાળ પરથી નીચે ગબડી રહી હતી. તેણે નાના બાળકને કારમાંથી બહાર કાઢવા માટે દરવાજો ખોલ્યો અને જમીન પર પડી ગઇ. આ દરમિયાન તે કારની હડફેટમાં આવીને ગંભીર રીતે ઘાયલ થઇ. હોસ્પિટલમાં તે મૃત્યુ પામી. આ બંનેને મરણોપરાંત બાપૂ ગેઢાની એવોર્ડ આપવામાં આવશે.
- મિઝોરમની 13 વર્ષની રોલુઆપુઈએ સ્કૂલ પિકનિક દરમિયાન નદીમાં તેની એક મિત્રને પાણીના વમળમાં ફસાઇને મદદ માટેના પોકારો પાડતી જોઇ. તેણે 18 ફૂટ ઊંડી નદીમાં છલાંગ મારી દીધી. તે તેની મિત્રને નદીના કિનારા સુધી લઇ આવી પરંતુ પોતે નદીના ઝડપી પ્રવાહને કારણે વમળમાં ફસાઇ ગઇ.
- અરૂણાચલપ્રદેશની 8 વર્ષની તારપીજૂ આપણી વચ્ચે નથી. તે બે બહેનપણીઓ સાથે નદી પાર કરી રહી હતી. એવામાં તેની બહેનપણીઓ નહીના તેજ પ્રવાહમાં તણાવા લાગી. આ જોઇને પાંચ ફૂટ ઊંડી નદીમાં કૂદી ગઇ. મુખ્યમંત્રીએ તે નદી પર પીજૂના નામનો પુલ બનાવવાનું કહ્યું છે. પીજૂને ભારત એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
 
(બાળકોના માતા-પિતાએ જણાવ્યું તે પ્રમાણે)
તસવીરો : ભૂપિંદર સિંહ
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Modi will honour bravery awards to 25 children
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended