Home »National News »Latest News »National» Modi Address Public Rallies In UP & Uttrakhand

મારી પાસે આખી કુંડળી છે, કોંગ્રેસના શીર્ષ નેતાઓ જીભ સંભાળીને બોલેઃ મોદી

divyabhaskar.com | Feb 11, 2017, 03:45 AM IST

  • બિજનૌરમાં મોદી
બિજનૌર: મોદીએ શુક્રવારે ઉત્તર પ્રદેશના બિજનૌર અને ત્યારબાદ ઉત્તરાખંડના હરિદ્વારમાં જાહેરસભા સંબોધી હતી. મોદીએ અખિલેશ, રાહુલ, મુલાયમ, માયાવતી તેમજ સપા-કોંગ્રેસના ગઠબંધન પર પ્રહાર કર્યા હતા. મોદીએ કોંગ્રેસના શીર્ષ નેતાઓને કહ્યું હતું કે, મોઢું સંભાળીને વાત કરો, નહીં તો મારી પાસે તમારી આખી જન્મપત્રિકા પડી છે. હું વિવેક અને મર્યાદા નથી છોડવા માગતો. જો તમે લોકો એલ-ફેલ વાત કરશો તો તમારો ઇતિહાસ તમને ક્યારેય નહીં છોડે.
 
મારી લડાઈ નાના વેપારીઓ સામે નહીંઃ મોદી

મોદીએ કહ્યું હતું કે, 'મેં ગરીબી જોઈ છે. આ માટે જ મારી સરકાર ગરીબોના કલ્યાણ માટે સમર્પિત છે. મારે ગરીબો માટે ઘર બનાવવા છે. યુવાઓને રોજગારી આપવી છે. ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચાડવું છે. હું દેશહિત માટે જ કામ કરતો રહ્યો છું. મારી લડાઈ જેમણે સત્તામાં રહેને ગરીબોને લૂંટ્યા છે તેમની સામે છે, નાના વેપારીઓ સામે નહીં. કેદારનાથની દુર્ઘટના ઘટી હતી ત્યારે કોંગ્રેસના નેતાઓ વિદેશમાં મોજ કરી રહ્યા હતા. દેશ આ વાત ક્યારેય નહીં ભૂલે.'
 
જેમાં મોદીએ આરોપ મૂક્યો હતો કે, ઉત્તર પ્રદેશમાં મહિલાઓ સલામત નથી. આ માટે સપા સરકાર જવાબદાર છે. જેમાં તેમણે અખિલેશ સરકાર પર પ્રહાર કરીને કહ્યું કે, સીએમ અખિલેશષે પોલીસને વિરોધીઓનું લિસ્ટ બનાવવાનું કામ સોંપી દીધું. 11મી માર્ચે અખિલેશ યાદવ ખુલ્લા પડી જશે.
 
બિજનૌરમાં મોદીના ભાષણના મુખ્ય મુદ્દા
 
-ચૂંટણી તો ખૂબ જોઈ, તે માટે રાજકીય પક્ષો તૈયારીઓ પણ કરે, પાર્ટીને, કાર્યકર્તાઓને કામ લગાડે તેવું ભારતના દરેક ખૂણામાં જોયું. પરંતુ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી તૈયારીમાં નવી ચીજ જોઈ.
- સત્તાધારી પક્ષ સમાજવાદી પાર્ટીએ પોલીસને આ કામમાં લગાવી દીધી.
- સપા સરકારમાં નિર્દોષ લોકોને ફસાવવામાં આવ્યા, વગર કારણે બીજેપી કાર્યકર્તાઓને જેલમાં નાંખવામાં આવ્યા છે.
- ઉત્તર પ્રદેશમાં ભાજપની આંધી ચાલી રહી છે. ચૂંટણીઓમાં જનતા તેનો જવાબ આપશે.
- યુપીમાં રેપની અનેક ઘટનાઓ થઈ, ત્યારબાદ સાપના નેતાઓએ કેવા નિવેદનો આપ્યા હતા, તે જનતાને યાદ છે. મુખ્યપ્રધાન અખિલેશે પણ મીડિયા પર દોષારોપણ કર્યું હતું.
- મોદીએ કહ્યું, સંત રવિદાસને નમન કરું છું. મને સાંસદ બનાવવામાં કાશીના લોકોના આશીર્વાદ છે. તમારા કારણે જ દેશની સેવા કરવાનો મોકો મળ્યો છે.
- યુપીમાં બીજેપીની સરકાર બનતાં જ અખિલેશના પાપનો હિસાબ લેવામાં આવશે. તા. 11મી માર્ચે અખિલેશ યાદવ ખુલ્લા પડી જશે.
- રેલીમાં ધાર્યા કરતાં વધારે લોકો ઉમટી પડ્યા હોવાના કારણે રેલી સ્થળ નાનું પડતું હતું. જેના પરિણામે કાર્યકર્તાઓને પડેલી તકલીફ બદલ મોદીએ તેમની માફી માંગી હતી.
- મોદીએ નામ લીધા વગર કહ્યું હતું કે, જો તમે ગુગલ કરશો તો બીજા કોઈ નેતા ઉપર એટલા જોક્સ નહીં મળે, જેટલા કોંગ્રેસના એક નેતા પર બન્યા છે.
- ઉત્તર પ્રદેશમાં એક ગામડું છે સૈફઈ. જ્યાં અનેક MPs, MLAs અને MLCs છે. એ બધાય એક જ પરિવારના છે.  
ઉત્તરાખંડમાં જાહેરસભા સંબોધશે મોદી
બિજનૌર બાદ શુક્રવારે બપોરે વડાપ્રધાન મોદી ઉત્તરાખંડના હરિદ્વારમાં જાહેરસભાને સંબોધવાના છે. અહીં તા. 15મી ફેબ્રુઆરીના મતદાન થવાનું છે.
 
ઉત્તરાખંડમાં જાહેરસભા સંબોધશે મોદી 

બિજનૌર બાદ શુક્રવારે બપોરે વડાપ્રધાન મોદી ઉત્તરાખંડના હરિદ્વારમાં જાહેરસભાને સંબોધવાના છે. અહીં તા. 15મી ફેબ્રુઆરીના મતદાન થવાનું છે. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Modi address public rallies in UP & Uttrakhand
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended