Home »National News »Latest News »National» Modi Rahul Kejriwal Today In Punjab For Election Campaign

પાણી વગર તરફડતી માછલીની જેમ કોંગ્રેસ સત્તા માટે તરફડે છેઃ મોદી

divyabhaskar.com | Jan 27, 2017, 16:33 PM IST

  • જાલંધરમાં ચૂંટણી સભા સંબોધતા મોદી
જાલંધર. પંજાબ વિધાનસભા માટે 4 ફેબ્રુઆરીએ વોટિંગ થશે. આ સ્થિતિમાં બાકી રહેલાં 7 દિવસો માટે તમામ રાજકીય પક્ષો પોતાની પૂરી તાકાત અજમાવવા લાગ્યા છે. આજે પીએમ મોદીએ જાલંધરના  પીએપી ગ્રાઉન્ડમાં વિજય સંકલ્પ રેલીને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, પંજાબ શૂરવીરો, સંતો, ત્યાગ અને બલિદાનની ધરતી છે. દેશમાં એવો કોઈ વ્યક્તિ નહીં હોય જેના ઘરમાં પંજાબના ઘરમાંથી પેટ ન ભરાયું હોય. જેમ પાણી વગર માછલી તરફડે તેમ સત્તા વગર કોંગ્રેસ તરફડી રહી છે. પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલે રેલીને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, પંજાબમાં રાજ કરવા માટે કોંગ્રેસની પોલિસી ‘ભાગલા પાડો અને રાજ કરો’ની છે.
 
મોદીએ શું કહ્યું
 
- પંજાબના ભાગ્યને નવી ઉર્જી, નવી તાકાત આપવા તે ચૂંટણી મેદાનમાં ઉભુ છે.
- પંજાબ શૂરવીરો, સંતો, ત્યાગ અને બલિદાનની ધરતી છે.
- અહીંયાનો ખેડૂતો પરસેવો પાડીને દેશનું પેટ ભરે છે અને જવાન લોહી વહાવીને દેશની રક્ષા કરે છે.
- કેટલાંક લોકો રાજકીય સ્વાર્થના કારણે પંજાબ પર  દાવ લગાવી રહ્યા છે.
- પંજાબના યુવાઓની છબિ ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.  
- યુવાઓ પર ગંદી રાજનીતિ કરનારા લોકોએ પાપ કર્યું.
 
કોંગ્રેસ પર માર્યા ચાબખા
 
- જેમ પાણી વગર માછલી તરફડે તેમ સત્તા વગર કોંગ્રેસ તરફડે છે.
- કોંગ્રેસ પંજાબને દેશમાં બદનામું કર્યું.
- કોંગ્રેસ ડૂબતી નાવ છે તે પંજાબનો બેડો પાર ન કરાવી શકે.
- કોંગ્રેસ દેશમાં હવે ભૂતકાળ બની ગઈ છે. પોતાનું અસ્તિત્વ બચાવવામાં લાગી છે.
- કોંગ્રેસ કમાલની પાર્ટી છે. સત્તા માટે કોઈનો  પણ હાથ પકડી લે છે.
- બંગાળમાં સત્તા માટે ડાબેરીઓ સાથે પણ હાથ મિલાવ્યો.
- યુપીમાં કોંગ્રેસ અને સપા ગઠબંધન પર વહેલીવાર બોલતાં મોદીએ જણાવ્યું, યુપીમાં પહેલાં સમાજવાદી પાર્ટીને ભાંડી હવે હાથ મિલાવ્યો.
 
યુરિયાનો ઉલ્લેખ કરી ખેડૂતોની કરી વાત
 
- પ્રકાશસિંહ બાદલ ખેડૂતોના હિતેચ્છુ છે. છેલ્લા 2વર્ષથી યુરિયાની તંગી પડી નથી.
- રાતો રાત યુરિયાનું ઉત્પાદન વધ્યું નથી. અમે યુરિયાની ચોરી અને તેમાં થતો ભ્રષ્ટાચાર રોક્યો છે.
- ખેડૂતોને પાણી મળવું જોઈએ. અમે સિંધુ નદીનું પાણી ખેડૂતોને આપીશું.
- હિન્દુસ્તાનના હકનું સિંધુનું પાણી અમે પાકિસ્તાનને નહીં આપીને ખેડૂતોને આપીશું.
 
OROP અને સર્જિકલ સ્ટ્રાઈકનો કર્યો ઉલ્લેખ
 
- પંજાબના દરેક ગામમાં સેવાનિવૃત્ત સૈનિક રહે છે.
- OROP માટે સૈનિકો લડી રહ્યા હતા પરંતુ તેમને ન આપવામાં આવી.  48 વર્ષ સુધી OROP ને લટકાવી રાખવામાં આવ્યું,
- અમે OROP નો મુદ્દો ઉકેલ્યો.  OROP નું બજેટ વધારે હતું. એક સાથે આપવું મુશ્કેલ હતું. 4 હિસ્સામાં આપવાની વાત કરી અને સૈનિકોએ માની લીધી.
- OROP ના 6 હજાર કરોડ રૂપિયા બાકી છે, ટૂંક સમયમાં આપવામાં આવશે.
- જયારે ભારતીય સૈનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરી ત્યારે તેની સૌથી વધારે ખુશી પંજાબના દરેક પરિવારમાં નજરે પડી હતી.
 
બ્લેકમની પર શું બોલ્યા મોદી
 
-  બ્લેકમની અંગે બોલતા મોદીએ કહ્યું ગરીબોના હકની લડાઈ લડી રહ્યો છું.
- કાળું નાણું – ભ્રષ્ટાચારને ખાત્મો રાજકીય મુદ્દો નથી. અમારું લક્ષ્ય દેશ નિર્માણનું છે.
- કેટલાંક લોકો ખૂબ પરેશાન થયા, કારણકે તેમની 70 વર્ષની કમાણી ડૂબી રહી છે. લૂંટીને એકઠી કરેલી રકમ ખતરામાં પડી ગઈ છે.
- હું ભ્રષ્ટાચાર સામે લડાઈ લડતો હોવાથી મારી પર 3 મહિનામાં ખૂબ જુલમ થયા છે. પરંતુ હું મોદી છું જુલમ સામે નહીં નમું.
- પહેલાં ભ્રષ્ટાચારથી રૂપિયા જતા હોવાની વાત થતી હતી, નોટબંધી બાદ આવ્યાના સમાચાર આવે છે.
કોંગ્રેસના મંત્રીના ઘરમાંથી 150 કરોડ મળ્યાં, કોઈ ચર્ચા ન થઈ, આ લડાઈ ખૂબ કઠિન છે.
 
 
મોદીની રેલી સફળ બનાવવા સાંપલાએ સંભાળ્યો મોરચો
 
- મોદીની રેલીની તૈયારી અંગે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય રાજ્યમંત્રી વિજય સાંપલાએ મોરચો સંભાળ્યો છે.
- પીએમની આ રેલીમાં સીએમ પ્રકાશ સિંહ બાદલ, પાર્ટીના પંજાબ પ્રભારી પ્રભાત ઝા અને કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર હાજર રહેશે.
- મોદી 1 વાગે જાલંધરના પીએપી ગ્રાઉન્ડમાં સભા સંબોધશે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, કોંગ્રેસના રાહુલ ગાંધીએ શું કહ્યું...
 
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Modi rahul kejriwal today in punjab for election campaign
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext