Home »National News »Latest News »National» In Lok Sabha Modi Taunts Rahul & Opposition

ભૂકંપ આવ્યો ખરો: મોદીએ માર્યો રાહુલને ટોણો, ભગવંત માનને પણ ન છોડ્યા

divyabhaskar.com | Feb 08, 2017, 00:37 AM IST

નવી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે લોકસભામાં નોટબંધી, અર્થતંત્ર, સામાન્ય બજેટ, રેલવે બજેટ, કાળું નાણું, સર્જિકલ સ્ટ્રાઈક, ટેક્સ ચોરી જેવા અનેક વિષયો પર વિપક્ષના સવાલોના જવાબ આપ્યા. ભાષણની શરૂઆતમાં જ તેમણે રાહુલ ગાંધીને ટોણો માર્યો. મોદીએ કહ્યું, "અંતે ભૂકંપ આવી જ ગયો. હું વિચારતો હતો કે ભૂકંપ કેમ આવ્યો. ધમકી તો ઘણા ટાઈમ પહેલા સાંભળી હતી. કોઈક કારણસર ધરતી માતા નારાજ થઈ હશે." મોદી આટલેથી અટક્યા ન હતા. તેમણે કોંગ્રેસથી લઈને આપના સાંસદ ભગવંત માન પર નિશાન સાધ્યું હતું. 
 
હું સંસદમાં બોલીશ તો ભૂકંપ આવી જશે. જ્યારે, મેરઠ રેલીમાં મોદીએ સ્કેમને સપા અને કોંગ્રેસ સાથે જોડ્યાં હતાં ત્યારે રાહુલે સ્કેમને સર્વિસ (સેવા), કરેજ (સાહસ), એબિલિટી) ક્ષમતા અને મોડેસ્ટી (શાલિનતા) સાથે જોડ્યું હતું. મોદી લગભગ 11 મહિના બાદ લોકસભામાં બોલ્યા છે. છેલ્લું ભાષણ 2016ના બજેટ સત્રમાં કર્યું હતું. 2016ના ચોમાસુ સત્રમાં તેમણે રાજ્યસભામાં નવા પ્રધાનોનો ટૂંકો પરિચય આપ્યો હતો.
 
મોદી સંસદમાં આવતા ડરે છે: રાહુલ ગાંધી 

- તા. 8મી ડિસેમ્બરે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું, "નોટબંધી દેશના ઈતિહાસનું સૌથી મોટું કૌભાંડ છે. મને બોલવાની તક આપવામાં નથી આવી રહી. હું સમગ્ર વાત રજૂ કરીશ. કોન લાભ પહોંચાડવા માટે આમ કરવામાં આવ્યું. હું બોલીશ તો મોદીજી બેસી નહીં શકે. જોજો, ભૂકંપ આવી જશે. પીએમ સંસદમાં આવતા ડરે છે."
- મોદીનો જવાબ: "કાલે ભૂકંપ આવ્યો. આ ભૂકંપને કારણે જે-જે વિસ્તારોમાં અસુવિધા થઈ, હું તેમના માટે ભાવના વ્યક્ત કરું છું. કેન્દ્ર રાજ્ય સરકારો સાથે સંપર્કમાં છે. કેટલીક ટીમો ત્યાં પહોંચી ગઈ છે. છેવટે ભૂકંપ આવ્યો ખરો. હું વિચારતો હતો કે, ભૂકંપ કેમ આવ્યો. ધમકી તો ઘણા સમય પહેલા સાંભળી હતી. કોઈક કારણસર ધરતી માતા આટલી નારાજ થઈ હશે." 
- મોદી આટલું બોલ્યા કે કોંગ્રેસના સાંસદોએ હોબાળો શરૂ કરી દીધો. ઉલ્લેખનીય છે કે, ગત સશન દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું, "તેમને બોલવા દેવામાં નથી આવતાં. જો તેઓ બોલશે તો ભૂકંપ આવી જશે."
 
ઇમરજન્સીની યાદ અપાવીને કહ્યું  કોંગ્રેસે લોકશાહીને બચાવીને મોટી કૃપા કરી

કાલે મલ્લિકાર્જન ખડગે કહી રહ્યા હતા કે કોંગ્રેસની કૃપા છે કે હજુ લોકશાહી બચી છે અને તમે પીએમ બની શક્યા. વાહ! શું શેર સંભ‌ળાવ્યો. તમે દેશ પર ઘણી મોટી કૃપા કરી. તે પાર્ટીની લોકશાહીને બધા જાણે છે. સમગ્ર લોકશાહીને એક જ પાર્ટીએ આહવાન કરી દીધું. 75ના સમયગાળામાં ઇમરજન્સી લાદીને દેશને જેલ બનાવી દીધો. ખડગેએ સોમવારે કહ્યું હતું કે 70 વર્ષ સુધી લોકશાહી બચાવવા માટે કોંગ્રેસનો આભાર માનો, જેના કારણે ગરીબ પરિવારના નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની શક્યા.

ચાર્વાકનું ઉદાહરણ આપી કહ્યું ભગવંત માન ઘીની જગ્યાએ કંઇ બીજું પીવા કહેત

કોંગ્રેસ પર નિશાન તાકતા કહ્યું તમે ચાર્વાકનું દર્શન અપનાવ્યું હતું. એટલે કે જ્યાં સુધી જીવો સુખથી જીવો, ઉધાર લઇને ઘી પીઓ. ત્યારે ઘી પીવાનો દોર હતો. તેથી ઘી કહ્યું. ભગવંત માન હોત તો કંઇ બીજું પીવા કહેત. પછી માને કહ્યું કે આ વડાપ્રધાનનું ગૌરવ ભંગ કરતું નિવેદન છે.
 
કોંગ્રેસ સહિત વિપક્ષના આ સવાલોના જવાબ આપ્યા 

1. બજેટની તારીખ શા માટે બદલી?
 
મોદીનો જવાબ: "એક ચર્ચા એવી પણ આવી કે બજેટ શા માટે વહેલું રજૂ કર્યું? ભારત કૃષિપ્રધાન દેશ છે. આપણો આર્થિક કારોબાર કૃષિ આધારિત છે. ખેતીની મોટાભાગની સ્થિતિ દિવાળી સુધીમાં સ્પષ્ટ થઈ જાય છે. આપણા દેશની સમસ્યા છે કે, અંગ્રેજોનો વારસો આગળ ધપાવીએ છીએ. મે મહિનામાં બજેટની પ્રક્રિયા પૂર્ણ થાય છે. એક જૂન પછી વરસાદ આવે છે. ત્રણ મહિના સુધી બજેટનો વપરાશ નથી થઈ શકતો. કામ કરવા માટે સમય રહેતો જ નથી. જ્યારે સમય આવે છે ત્યારે ડિસેમ્બરથી માર્ચ મહિના દરમિયાન ઉતાવળે કામ થાય છે."
અગાઉની સ્થિતિ: અમે આપને જણાવી દઈએ કે અગાઉ તા. 28 તથા તા. 29 ફેબ્રુઆરીના બજેટ આવતું હતું. પ્રથમ વખત તા. પહેલી ફેબ્રુઆરીના રજૂ કરવામાં આવ્યું. 
 
2. નોટબંધી દરમિયાન શા માટે બદલ્યા નિયમ?

- મોદીનો જવાબ: "એવું કહેવું કે મેં વારંવાર નોટબંધીમાં નિયમો બદલ્યા. આ એવું કામ હતું કે જેમાં જનતાની તકલીફ સમજીએ અન તરત ઉપાય શોધવાનો હતો. એક તરફ દેશને લૂંટનારા હતા તો બીજી તરફ દેશને ઈમાનદારીના માર્ગે લાવનારા હાત. પરંતુ તમારા લોકોનો બહુ મોટો કાર્યક્રમ છે, જેના અંગે તમે તમારી પીઠ થપથપાવી રહ્યાં છો. દેશ આઝાદ થયો ત્યારબાદ નવ અલગ-અલગ નામોથી આ યોજના બની. જેને આજે મનરેગા કહીએ છીએ."
- "દેશ તથા તમને જાણીને આશ્ચર્ય થશે કે આટલા વર્ષોથી યોજના ચાલી રહી હોવા છતાંય મનરેગામાં 1035 વખત નિયમ બદલવામાં આવ્યા. આમા તો કોઈ લડાઈ ન હતી. મનરેગામાં પણ શા માટે 1035 પરિવર્તન કરવા પડ્યા. એક્ટ તો એક વખત બની ગયો હતો. નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા."

3. નોટબંધીથી કેટલું કાળું નાણું પરત આવ્યું 
 
- મોદીનો જવાબ: "2014 પહેલા સંસદમાંથી અવાજ આવતો કે સ્કેમમાં કેટલા ગયા, હવે અવાજ આવે છે કે 'મોદીજી,  કેટલા લાવ્યા?' એ જ તો પરિવર્તન છે." 

ભગવંત માનને ચૂંટલી ખણિ 

મોદીએ કહ્યું:" સમાન્તર અર્થવ્યવસ્થા ઊભી થઈ ગઈ હતી. આ વાતની તમને (કોંગ્રેસ)ને પણ જાણ હતી. જ્યારે ઈન્દિરાજી હતા, ત્યારે યશંવતરાવ ચવ્હાણ તેમની પાસે ગયા હતા. ત્યારે ઈન્દિરાજીએ કહ્યું હતું કે, ચૂંટણી લડવી નથી કે શું. તમારો નિર્ણય ખોટો ન હતો. પરંતુ તમને ચૂંટણીનો ભય હતો. તમે કેવી રીતે દેશ ચલાવ્યો?"
- મોદીએ કહ્યું, "ચર્વાકના સિદ્ધાંતને વિપક્ષે સ્વીકારી લીધો હતો. તે કહેતા- 'यदा जीवेत सुखं जीवेत, ऋण कृत्वा, घृतं पीवेत’ (મતલબ કે જ્યાર સુધી જીવો ત્યાર સુધી સુખેથી જીવો, ઉધાર લો અને ઘી પીવો.) એ સમયે ઋષિઓએ ઘી પીવાની વાત કરી હતી. એ સમયે ભગવંત માન ન હતા. નહીંતર તો કદાચ બીજું કાંઈક જ પીવાનું કહેત."
 
મોદીએ મારેલા ટોન્ટ્સ અંગે વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: In Lok Sabha Modi taunts Rahul & Opposition
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended