Home »National News »Desh» Modi Magic Lock At Ravidas Mehrotra House

ઘરને પણ લાગ્યું Modi Magicનું તાળું, અખિલેશના પ્રધાને ભર્યાં ઉચાળા

divyabhaskar.com | Mar 17, 2017, 17:47 PM IST

  • રવિદાસ મેહરોત્રાના ઘરે લાગ્યું Modi Magicનું તાળું
લખનઉ: ઉત્તર પ્રદેશની ચૂંટણીઓમાં વડાપ્રધાન મોદીના નામનો જાદુ ફરી વળ્યો હતો. ભાજપે મુખ્યપ્રધાનપદનો ઉમેદવાર જાહેર ન કર્યો હોવા છતાંય પાર્ટીએ ત્રણ-ચતુર્થાંશ બહુમતી મેળવી છે. ત્યારે મોદીના જાદુમાં પ્રધાનોએ તેમના નિવાસ ખાલી કરવા પડી રહ્યાં છે. જેની ઉપર Modi Magicના અલીગઢી તાળા લાગી ગયા છે. 

મજાક નહીં હકીકત છે Modi Magicના અલીગઢી તાળા 

ચૂંટણીઓમાં પરાજય બાદ અખિલેશ યાદવની સરકારમાં કેબિનેટ પ્રધાન રવિદાસ મેહરોત્રાએ શુક્રવારે તેમનું સરકારી નિવાસસ્થાન ખાલી કરી દીધું હતું. જેની ઉપર Modi Magicનું અલીગઢી તાળું લાગી ગયું હતું. આ જોઈને ભાજપના કાર્યકરોને પણ ગમ્મત સૂજી હતી. મેહરોત્રા ઉપરાંત અનેક ધારાસભ્યોએ પણ તેમના સરકારી આવાસ ખાલી કરી દીધા હતા. 
 
ચૂંટણીમાં છવાયેલું રહ્યું હતું અલીગઢી તાળું 

ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન પ્રચાર અભિયાનમાં અલીગઢી તાળું છવાયેલું રહ્યું હતું. વડાપ્રધાન મોદીએ આરોપ મૂક્યો હતો કે, પૂરતા પ્રમાણમાં વીજળી નહીં મળવાને કારણે અલીગઢમાં તાળા ઉદ્યોગ ઠપ થઈ રહ્યો છે. એક સમયે જે તાળાને કારણે અલીગઢ સમગ્ર દેશમાં વિખ્યા હતું, તેના કારખાનાઓને જ આજે અલીગઢી તાળા મારવાનો સમય આવ્યો છે.
 
મોદીએ કહ્યું હતું કે, જો યુપીમાં ભાજપની સરકાર આવશે તો પાર્ટી 24 કલાક વીજળીની વ્યવસ્થા કરશે અને માંદા પડેલા તાળા ઉદ્યોગને ફરી બેઠું કરવા પ્રયાસ કરશે. 

ચૂંટણી પરિણામોમાં જોવા મળ્યું હતું Modi Magic. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Modi Magic lock at Ravidas Mehrotra house
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended