Home »National News »Latest News »National» Modi To Campaign In Uttrakhand, Major Updates For Friday

મોદી હરિદ્વારમાં 'રેઈનકોટ' પર બોલશે? આ સમાચારો પર રહેશે નજર

divyabhaskar.com | Feb 10, 2017, 09:32 AM IST

  • ભાજપની એક જાહેરસભાની ફાઈલ તસવીર
નેશનલ ડેસ્ક:આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના બિજનૌરમાં તથા ઉત્તરાખંડના હરિદ્વારમાં જાહેરસભાઓને સંબોધિત કરશે. બીજી બાજુ, તામિલનાડુના રાજકારણમાં ગૂંચવાયેલું કોકડું ઉકેલાશે કે કેમ? સહિતના સમાચારો પર નજર રહેશે.
 
રેઈનકોટ અંગે બોલશે મોદી?

તા. 15મી ફેબ્રુઆરીના ઉત્તરાખંડમાં મતદાન યોજાશે. તે પહેલા હરિદ્વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેરસભાને સંબોધિત કરવાના છે. અહીં ભાજપની સીધી ટક્કર કોંગ્રેસ સાથે છે. ત્યારે વકરી ગયેલા 'રેઈનકોટ' વિવાદ પર મોદી કાંઈ બોલે છે કે કેમ તેના પર મીટ મંડાયેલી રહેશે. મોદી ઉત્તર પ્રદેશના બિજનૌરમાં પણ જાહેરસભાને સંબોધિત કરવાના છે. 

યુપી વિધાનસભાનું પ્રથમ તબક્કાનું મતદાન

શનિવારે ઉત્તર પ્રદેશમાં પ્રથમ તબક્કાનું મતદાન થશે. આ વિસ્તારમાં જોરદાર પ્રદર્શન કરી ભાજપ મનોવૈજ્ઞાનિક પ્રભુત્વ મેળવવા માંગે છે. ત્રણેય રાજકીય પક્ષો દ્વારા ડોર-ટુ-ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જ્યારે સરકારી તંત્રે ચૂંટણીઓની તૈયારીઓની પૂર્ણ કરી લીધી છે. આજે EVMની ફાળવણી થશે. 
 
પન્નીરસેલ્વમ વિ. શશિકલા, જંગમાં નવો અધ્યાય આજે 

AIADMKમાં સત્તાની સાંઠમારીનો વિવાદ ચાલી રહ્યો છે. પન્નીરસેલ્વમ અને શશિકલા વચ્ચેનો વિવાદ રાજ્યપાલના દરવાજે પહોંચી ગયો છે. પન્નીરસેલ્વમને કે. મૈત્રેયન તથા ઈ. મધુસુદન જેવા દિગ્ગજોનો સાથ મળ્યો છે. ગુરૂવારે રાજ્યપાલ વિદ્યાસાગર રાવ તામિલનાડુ પહોંચ્યા બાદ પન્નીરસેલ્વમ તથા શશિકલાએ તેમની સાથે મુલાકાત કરી હતી. 
બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં આજે બીજો દિવસ 
સત્તર વર્ષ બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં પ્રથમ દિવસે વિરાટ કોહલી તથા મુરલી વિજયની સદીઓને કારણે ભારત મજબૂત સ્થિતિમાં આવી ગયું છે. હૈદરાબાદ ખાતે રમાઈ રહેલી મેચમાં કોઈ નવો ટ્વિસ્ટ આવે છે કે કેમ? તે જોવું રસપ્રદ બની રહેશે.
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Modi to campaign in Uttrakhand, major updates for Friday
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended