Home »National News »Latest News »National» Budget 2017: Damage Control By Modi Govt After Demonetization

બજેટ દ્વારા મોદી સરકારનો ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ! ગરીબો-અમીરોને શું મળ્યું?

divyabhaskar.com | Feb 01, 2017, 16:04 PM IST

નેશનલ ડેસ્ક. નોટબંધી બાદ સરકારને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો અને નકારાત્મક પ્રતિક્રિયાઓ પણ મળી હતી. તેને ધ્યાનમાં રાખીને સરકારે બજેટમાં સૌથી વધુ ધ્યાન ગ્રામ્ય વિસ્તારોનું રાખ્યું છે. નાણા મંત્રી અરુણ જેટલીએ પોતાના ચોથા અને નોટબંધી બાદના પહેલા બજેટમાં સમગ્ર ધ્યાન ગરીબ, ગામ, ખેડૂત અને મધ્યમ વર્ગ પર કેન્દ્રીત કર્યું છે. સરકારે ઘણેખરે અંશે સંતુલિત બજેટ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. લગભગ દરેક પક્ષને ખુશ કરવાનો પ્રયાસ કર્યો છે. વિપક્ષી પાર્ટીઓ મોદી સરકાર પર ‘સૂટબૂટની સરકાર’ અને ‘અમીરોની સરકાર’ હોવાનો આક્ષેપ લગાવતી રહી છે. આ બજેટ દ્વારા સરકારે આ છબીમાંથી બહાર આવવાનો પ્રયાસ કર્યો છે.
 
ગરીબોના તારણહાર હોવાની છબી ઊભી કરવાનો મોદી સરકારનો પ્રયાસ
 
- સરકારે બજેટમાં અનેક એવી જાહેરાતો કરી છે જેના દ્વારા એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે મોદી સરકાર ગરીબોની સરકાર છે અને અમીરોની વિરુદ્ધમાં છે.
- એક્સપર્ટ્સનું માનવું છે કે, વડાપ્રધાન મોદી ગરીબોના તારણહારની છબી ઊભી કરવા તમામ પ્રયાસ કરી રહ્યા છે.
- નોટબંધી બાદ ટીકાપાત્ર બદેલી મોદી સરકાર માટે ગરીબ અને મધ્યમ વર્ગને બજેટ દ્વારા મનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
- ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારમાં વસતા નાગરીકોને ધ્યાનમાં લઈ જાહેર કરવામાં આવેલી યોજનાઓ દ્વારા મોદી સરકારે ડેમેજ કન્ટ્રોલનું કામ કર્યું છે.
 
નોટબંધી બાદ મોદી સરકારનો ડેમેજ કન્ટ્રોલ
 
- નોટબંધીના કારણે સૌથી વધુ કોઈને વેઠવું પડ્યું હોય તો ગરીબ, ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોમાં વસતા લોકો છે. તેથી જ મોદી સરકારે ડેમેજ કન્ટ્રોલ કરવાની તક બજેટ દ્વારા ઝડપી લીધી છે.
- બીજી તરફ મધ્યમ વર્ગને ખુશ કરવા માટે 5 લાખ સુધીની આવક ધરાવતા લોકો માટે ઇન્કમ ટેક્સમાં મોટી રાહત જાહેર કરી છે.
- નોંધપાત્ર બાબત એ છે કે, આ બજેટમાં ધનાઢ્ય અને અતિ ધનાઢ્ય લોકો માટે કોઈ રાહત જાહેર નથી કરવામાં આવી.
- તેના દ્વારા સ્પષ્ટ થાય છે કે મોદી સરકાર ગરીબો અને મધ્યમ વર્ગની હિમાયતી છે તેવો સંદેશ આ બજેટ દ્વારા આપવા માગે છે.    
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, મોદી સરકારે પહેલા કર્યો મનરેગાનો વિરોધ, હવે ફંડ ફાળવણીમાં કર્યો વધાર્યો... ગામો અને ખેડૂતો માટે કરી કઈ જાહેરાતો? મધ્યમ વર્ગને શું મળશે ફાયદો?
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Budget 2017: Damage control by Modi govt after demonetization
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext