Home »National News »Latest News »National» Modi Could Head To Meet US President Donald Trump In May

મોદી-ટ્રમ્પ વચ્ચે મેમાં થઈ શકે પ્રથમ મુલાકાત, વિઝિટને લઈને પ્લાનિંગ શરૂ

Agency, New Delhi | Feb 17, 2017, 13:05 PM IST

  • મોદી
નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે મે મહિનામાં પ્રથમ મિટિંગ થઈ શકે છે. બંને સરકાર વોશિંગ્ટન ડીસીની વિઝિટને લઈને પ્લાનિંગ કરી રહી છે. આ ઉપરાંત આગામી જી-20 સમિટ દરમિયાન પણ બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ શકે છે. આ સમિટ જુલાઈમાં હેમ્બર્ગમાં થશે. રિપોર્ટ છે કે આ પહેલા બંને નેતાઓ વચ્ચે એક મુલાકાત થાય તે માટે પ્રયાસો ચાલી રહ્યા છે. બંને નેતાઓ ફોન પર વાતચીત કરી ચુક્યા છે.

20 જાન્યુઆરીએ પ્રસિડન્ટ બન્યાના ચાર દિવસ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રથમ વખત ફોન કરીને મોદી સાથે વાતચીત કરી હતી. બંને વચ્ચે આતંકવાદ અને ઈકોનોમી જેવા મુદ્દે ચર્ચા થઈ હતી. સાથે જ ટ્રમ્પે ભારતને સાચો મિત્ર ગણાવ્યો હતો. મોદીને ફોન કરતા પહેલા ટ્રમ્પે ફક્ત ચાર વર્લ્ડ લીડરને ફોન કર્યા હતા. મોદી પાંચમાં લીડર હતા. જે બતાવે છે કે ભારત ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની ફોરેન પોલીસમાં ટોપ 10માં સામેલ છે. મોદીએ પણ ચૂંટણીમાં જીત બાદ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા હતા.
 
બંને સરકાર વચ્ચે અત્યારે સુધી શું થયું?
 
9 ફેબ્રુઆરીઃ અમેરિકાના ડિફેન્સ મિનિસ્ટર જેમ્સ મૈટિસે પ્રથમ વખતે સંરક્ષણ મંત્રી મનોહર પારિકર સાથે ફોન પર વાત કરી. વાતચીતમાં મૈટિસે દુનિયામાં શાંતિ જળવાઈ રહે તે માટે ભારતના રોલની પ્રશંસા કરી હતી.
15 ફેબ્રુઆરીઃ અમેરિકાના વિદેશ મંત્રી રેક્સ ટિલરસને સુષ્મા સ્વરાજ સાથે વાતચીત કરી. વાતચીતમાં ભારત અને અમેરિકા વચ્ચે અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા કરવામાં આવી. જેમાં રક્ષા, ઉર્જા અને ઈકોનોમી ટોપમાં છે. બંને નેતાઓએ આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં મોદી અને ટ્રમ્પ વચ્ચે સહયોગ વધારવા પર એકમત દર્શાવ્યો.
 
ટ્રમ્પે કહ્યું હતું- મોદી ગ્રોથ લાવનાર લીડર છે
 
ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પે ભારતીય-અમેરિકન માટે એક પોગ્રામમાં મોદીની પ્રસંશા કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, જો હું પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈને આવીશ તો ભારત અને અમેરિકા ગાઢ મિત્રો હશે. બંનેનું ભવિષ્ય ઉજળું હશે. નરેન્દ્ર મોદી એનર્જિટિક છે. તે ગ્રોથ લાવનાર લીડર છે. તેમની સાથે મળીને કામ કરવા માંગું છું. ભારતમાં દુનિયાની સૌથી મોટી લોકશાહી છે. તે અમેરિકાનું જૂનું સાથી રહ્યું છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાં બંને દેશના સંબંધો વધારે સારા બનશે. ભારત-અમેરિકા એકબીજાના નજીકના સહયોગી બનશે. અમે ભારત સાથે મોટા પ્રમાણમાં વેપાર કરવા માંગીએ છીએ.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Modi could head to meet US President Donald Trump in May
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext