Home »National News »Latest News »National» Modi Slams SP In Gaziabad Rally

'યુપીમાં સપાએ પાળેલા ગુંડાઓનો ત્રાસ', રાજનાથના પુત્ર માટે મોદીએ સંબોધી સભા

divyabhaskar.com | Feb 09, 2017, 00:20 AM IST

  • બુધવારે મોદીએ ગાઝિયાબાદમાં મોદીએ રેલી કરી હતી
ગાઝિયાબાદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાઝિયાબાદમાં ચૂંટણી જાહેરસભાને સંબોધિત કરી. જેમાં તેમણે સપા પર ગુંડાઓને પાળવાનો આરોપ મૂક્યો હતો. જેમના કારણે યુપીમાં સાંજ પડ્યે મહિલાઓનું બહાર નીકળવું મુશ્કેલ બની જતું હોવાનો આરોપ મૂક્યો હતો. મોદીએ કહ્યું કે, છેલ્લાં 14 વર્ષથી ઉત્તરપ્રદેશમાં ગુનાખોરી અને ભ્રષ્ટાચાર જ વધ્યા છે. આ ચૂંટણી દ્વારા મતદારો હવે રાજ્યને વિકાસના વનવાસથી મુક્ત કરાવે. મોદીએ કહ્યું કે અખિલેશની સરકાર આવી તો એક યુવા નેતા તરીકે તેમની પાસે અનેક આશાઓ હતી પરંતુ તેમણે તો છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્યમાં વિકાસના બદલે વિનાશ કરી નાખ્યો છે. જો યોગ્ય સરકાર રચાય તો ઉત્તરપ્રદેશ દેશનો ઉત્તમ પ્રદેશ બની શકે છે.

મોદીના ભાષણના મુખ્ય મુદ્દા

- 14 વર્ષથી ઉત્તર પ્રદેશમાં વિકાસનો વનવાસ આવી ગયો છે. આ ચૂંટણીઓમાં યુપીને વિકાસના માર્ગે પરત લઈ જવાનો સમય આવ્યો છે. 
- યુપીમાં ભાજપની સરકાર બનશે એટલે જૂની ભરતીઓના કૌભાંડોની તપાસ હાથ ધરવામાં આવશે.
- અખિલેશ યાદવે તેમના કાકા, પિતા, ભાઈ, વહુ, ભત્રીજાનું શું કર્યું તે જનતા જાણે છે. 
- અખિલેશ યાદવ યુવાવયે આવ્યા, ત્યારે લાગ્યું કે પરિવર્તન આવશે. પરંતુ  સમાજવાદી પાર્ટીએ ગુંડાઓને આશરો આપવાનું કામ કર્યું. 
- ગુંડાઓને કારણે મહિલાઓ અને બહેન-દીકરીઓ રસ્તા પર નથી નીકળી શકતી. 
- મુખ્યપ્રધાનપદ માટે ચૂંટણીઓ છે છતાંય મને સવાલ પૂછવામાં આવી રહ્યાં છે. 2019ની ચૂંટણીઓ આવશે એટલે હું સામે ચડીને હિસાબ આપીશ. 
- અખિલેશજી, ચૂંટણી સભામાં દસ મિનિટ મને ગાળો ભલે આપો, પરંતુ પાંચ મિનિટ તમારા કામોનો હિસાબ તો આપો. 
- કેન્દ્ર સરકારે વર્ગ ત્રણ-ચારની ભરતીઓ માટે ઈન્ટર્વ્યૂ પ્રથા કાઢી નાખી. જેથી કરીને ભ્રષ્ટાચારને બંધ કરી શકાય. આ અંગે ઉત્તર પ્રદેશ સરકારને ભલામણ કરી, પરંતુ યુપીએ તે લાગુ ન કરી. 
- યુપીમાં ભાજપની સરકાર બનશે એટલે ગાઝિયાબાદ ડેવલપમેન્ટ ઓથોરિટીના હિસાબોની તપાસ CAG (કમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ) પાસે કરાવવી જોઈએ. 
- કોંગ્રેસ ડૂબતું જહાજ છે. પરંતુ અખિલેશ યાદવ એટલે ભયભીત છે કે તેઓ ગમે-તેને ગળે લગાડવા તૈયાર થઈ ગયા. 
 
ગાઝિયાબાદની બેઠક પરથી રાજનાથસિંહના પુત્ર ઉમેદવાર 

ગાઝિયાબાદની બેઠક પરથી કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહના પુત્ર પંકજ ચૂંટણી મેદાનમાં છે. પરિવારવાદનો આરોપ ન લાગે એટલે રાજનાથસિંહે તેમના પુત્ર માટે પ્રચાર નહીં કરવાની વાત કરી છે. જોકે, ભાજપના અધ્યક્ષ અમિત શાહ ગાઝિયાબાદમાં ચૂંટણીસભા કરી ચૂક્યા છે અને બુધવારે નરેન્દ્ર મોદીએ જાહેરસભાને સંબોધિત કરી. 
 
ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા કથળ્યા
 
મોદીએ કહ્યું કે આજે રાજ્યમાં સત્તાપક્ષે ગુનેગારોને છાવર્યા હોવાથી અંધારું થયા પછી મહિલાઓ ઘરની બહાર નીકળતા થથરે છે. છોકરીઓને શાળાએ જવામાં ડર લાગે છે. નોકરીમાં ભ્રષ્ટાચાર છે. ગરીબ ખેડૂતોની જમીનો હડપવામાં આવે છે. આર્મ્સ એક્ટ હેઠળ 40 હજાર ફરિયાદો થઈ છે.
 
પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ આજે શમી જશે
 
ઉ.પ્ર.માં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચારકાર્ય ગુરુવારે પૂર્ણ થશે. પ્રથમ તબક્કામાં મુઝફ્ફરનગર અને શામલી સહિત 15 જિલ્લાની 73 બેઠક માટે 11 ફેબ્રુઆરીએ મતદાન થશે. 2012ની ચૂંટણીમાં ભાજપ આ 73 બેઠકમાંથી માત્ર 11 બેઠક જીત્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Modi slams SP in Gaziabad rally
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended