Home »National News »Latest News »National» Govt Ready For All Discussions Modi Asks For Opposition Cooperation

રાષ્ટ્રપતિએ બજેટ સત્રને ગણાવ્યું ઐતિહાસિક; સર્જિકલ સ્ટ્રાઈક, નોટબંધીની પ્રશંસા

divyabhaskar.com | Jan 31, 2017, 16:54 PM IST

  • રાષ્ટ્રપતિના ભાષણ સાથે જ બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ
નવી દિલ્હી: વડાપ્રધાને સંસદના બજેટ સત્રના પ્રથમ દિવસે પત્રકારો સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે આ બજેટ સત્રને 'ઐતિહાસિક' ગણાવ્યું હતું. મોદીએ વિપક્ષના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આજે સંસદમાં બજેટ ભાષણ કર્યું હતું જેમાં રાષ્ટ્રપતિએ મોદી સરકારે કરેલી સર્જિકલ સ્ટ્રાઈક અને નોટબંધીના નિર્ણયની પણ પ્રશંસા કરી હતી. 
 
રાષ્ટ્રપતિએ નોટબંધીની કરી પ્રશંસા
 
રાષ્ટ્રપતિએ પોતાના ભાષણમાં નોટબંધીનો ઉલ્લેખ કરી સરકારના નિર્ણયની પ્રશંસા કરતાં જણાવ્યું, બ્લેક મની રોકવા 8 નવેમ્બરે સરકારે નોટબંધીનો નિર્ણય કર્યો. બ્લેક મની  અને બેનામી પ્રોપર્ટી પર સંકજો કસવા આ પગલું ભરવામાં આવ્યું. બ્લેકમનીની મોરેશિયસ અને સિંગાપુર રૂટ બંધ થયા છે. તેમજ બ્લેક મની સામે લડવા દરેકને આગળ આવવા જણાવ્યું.
 
સર્જિકલ સ્ટ્રાઈકથી આતંકના અડ્ડાઓ થયા નાશ
 
સર્જિકલ સ્ટ્રાઈક મુદ્દે બોલતાં રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, સર્જિકલ સ્ટ્રાઈક કરીને આતંકના અડ્ડાઓને નાશ કરવામાં આવ્યા. દેશની સેના પર દેશવાસીને ગર્વ છે. તેમના સાહસ અને બહાદુરીના કારણે આજે આપણે શાંતીથી રોજબરોજના કામ કરીએ છીએ.
 
ભારત આતંક સામે નહીં ઝૂકે
 
દેશ ચાર દાયકાથી આતંકનો સામનો કરી રહ્યું છે. ભારત માટે આતંકવાદ સૌથી મોટો પડકાર છે. આપણે બીજા દેશો સાથે મળીને આતંકનો સામનો કરી રહ્યા છીએ. સરકાર આતંકને જડબાતોડ જવાબ આપ્યો છે. આતંક સામે દેશ ઝૂકશે નહીં.
 
ચૂંટણી મુદ્દે શું કહ્યું
 
મારી સરકાર રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહી છે. અમારી સરકારે લોકસભા તથા વિધાનસભા ચૂંટણી એકસાથે યોજવાનું સમર્થન કર્યું છે.
 
સૌનો સાથ, સૌનો વિકાસ સરકારનું લક્ષ્ય
 
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સંસદના બંને ગૃહોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક સત્ર છે. પ્રથમ વખત સમયથી પહેલાં સંસદનું બજેટ સત્ર થઈ રહ્યું છે. સરકાર ગરીબો માટે કામ કરી રહી છે. સરકારનું લક્ષ્ય સૌનો સાથ, સૌનો વિકાસ છે. મારી સરકાર જનશક્તિને સલામ કરે છે. સ્વચ્છ ભારત હવે દેશમાં જનઆંદોલન બની ગયું છે. 3 કરોડ શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું.
 
સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિએ વર્તમાન સરકારની બ્લેક મની સામે લડાઈની પ્રશંસા કરી હતી. જે બાદ તેમણે જણાવ્યું કે 1.2 કરોડ લોકોએ ગેસ સબસિડી છોડી છે. 1.5 કરોડ લોકોને ફ્રી ગેસ કનેકશન આપવામાં આવ્યા.  26 કરોડ લોકોના જનધન એકાઉન્ટ ખોલવામાં આવ્યા. દરેક ગરીબ લોકોને બેંકિંગ સિસ્ટમ સાથે જોડવામાં આવ્યા. ગરીબો માટે ઘર અને સ્વાસ્થ્યની યોજના લાવવામાં આવી.  ઈન્દ્રધનુષ યોજનાથી 55 લાખ બાળકોને રસી આપવામાં આવી. મુદ્રા યોજના દ્વારા લોકોને લોન આપવામાં આવી. સરકારે મહિલા એન્ટરપ્રિન્યોરને આગળ વધારવાનું કામ કર્યું.
 
ગ્રામ જ્યોતિ યોજનાથી ગામડાના અંધારા દૂર થયા. ખેડૂતોના હિતમાં સરકારે કામ કર્યું. ખેડૂતો માટે બિયારણ અને જંતુનાશકની વ્યવસ્થા કરવા ઉપરાંત સોયલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા.
 
બજેટ સત્ર ઐતિહાસિક: મોદી
 
સંસદની બહાર પત્રકારો સાથે વાતચીત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું  હતું કે, આ બજેટસત્ર 'ઐતિહાસિક' છે. કારણ કે, બજેટ એક મહિનો વહેલું આવી રહ્યું છે. બીજું કે આ વખતે રેલવે બજેટ અને સામાન્ય બજેટ એકસાથે રજૂ થઈ રહ્યાં છે.
 
વડાપ્રધાન મોદીએ ઉમેર્યું હતું, “બજેટ એક મહિનો વહેલું લાવવાથી તથા રેલવે બજેટ અને સામાન્ય બજેટને એકસાથે રજૂ કરવાથી શું લાભ છે, તેની સંસદમાં સારી ચર્ચા થશે. મને તમામ રાજકીય પક્ષો પાસેથી સંસદીય કાર્યવાહીને આગળ ધપાવવામાં સહકારની અપેક્ષા છે.”
 
સંસદીય બાબતોના પ્રધાન વેંકૈયા નાયડુએ કહ્યું હતું, "સરકાર તમામ મુદ્દે ચર્ચા કરાવવા તૈયાર છે. સરકાર પાસે છૂપાવવા જેવું, ડરવા જેવું કે, ચિંતા જેવું કશું નથી. આશા છે કે, તમામ રાજકીય પક્ષો બજેટસત્રનું મહત્વ સમજશે અને ચર્ચામાં સકારાત્મક રીતે ભાગ લેશે." 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Govt ready for all discussions Modi asks for opposition cooperation
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended