Home »National News »Desh» Model Anamika Dubey Death Case, Police Arrest Boy Friend

EX-BFને મળતી હતી મોડલ, પ્રેગ્નેન્ટ થતા ગુસ્સામાં GFને આપ્યું આવુ મોત

divyabhasakar.com | May 17, 2017, 00:10 AM IST

  • આરોપી ધીરજ અને મૃતકા અનામિકા
ઈન્દોર:એમપીના ઈન્દોરમાં મોડલ અનામિક દુબેની મોત વિશે પોલીસે અમુક ખુલાસા કર્યા છે. પ્રેમી ધીરજ શર્મા અને અનામિકા વચ્ચે તેના પૂર્વ પ્રેમીને મળવાની વાત વિશે ઝઘડો થતો હતો. જેથી ગુસ્સે થયેલા પ્રેમી ધીરજે અનામિકાને પેટમાં લાતો મારી મારીને મારી નાખી હતી. પોલીસે ધીરજની ધરપકડ કરી લીધી છે અને તેના અન્ય ત્રણ મિત્રોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
 
- એસપી અવધેશ કુમાર ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે 11મેએ અનામિકાનું શંકાસ્પદ રીતે મૃત્યુ થયું હતું. સોમવારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવતા ખ્યાલ આવ્યો હતો કે તેના શરીરમાં લિવર, આંતરડા અને કિડની ડેમેજ થઈ ગઈ છે. તપાસ કરતા પોલીસને ખબર પડી છે કે તે તેના પૂર્વ પ્રેમીને મળતી હતી તે ધીરજને પસંદ નહતું. આ વાતે બંનેની વચ્ચે ઝઘડા થતા હતા. અનામિકા પ્રેગ્નેન્ટ થતા ધીરજ તેને ગયા મહિને જયપુર લઈ ગયો હતો અને ત્યાં તેનું અબોર્શન કરાવવામાં આવ્યું હતું, પરંતુ અનામિકાને શંકાહતી કે તેનું બરાબર અબોર્શન થયુ નથી. આ વિશે ઘટના વાળા દિવસે ફરીથી ઝઘડો થયો હતો અને તેમાં જ ધીરજે તેને પેટમાં લાતો મારી હતી. ત્યારપછી અનામિકાની હાલત ખરાબ થઈ હતી અને તેનું મૃત્યુ થઈ ગયું હતું.
 
પેટમાં જામી ગયુ હતું 3 લિટર લોહી

- ડોક્ટરના જણાવ્યા પ્રમાણે અનામિકાના પેટ પર ખૂબ લાતો મારવામાં આવી હતી.
- તેના કારણે તેના પેટમાં અંદાજે 3 લિટર લોહી જામી ગયુ હતું, તેના કારણે તેનુ મૃત્યુ થઈ ગયું હતું.
- ડોક્ટરના જણાવ્યા પ્રમાણે અનામિકાનું લિવર, કિડની અને આતંરડા ફાટી ગયા હતા. 
- આ પ્રમાણેની હત્યાને હોમસાઈડ મર્ડર પણ કહેવામાં આવે છે.
 
ધીરજને પસંદ નહતુ અનામિકાનું પૂર્વ પ્રેમીને મળવુ

- એસપીએ જણાવ્યું કે, અનામિકાનું પહેલા ક્ષીતીજ નામના યુવક સાથે અફેર હતું અને ધીરજની પીંકી નામની પ્રેમીકા હતી. ધીરજનું 2011માં તેની સાથે બ્રેકએપ થઈ ગયું હતું. અલગ અલગ કામ કરતા ધીરજ અને અનામિકાની ઓળખાણ થઈ હતી. તેઓ પહેલા મિત્રો બન્યા અને પછી એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. તેમ છતા અનામિકા ક્ષીતીજને મળતી હતી, જે ધીરજને પસંદ નહતું. આ વાતથી બંનેની વચ્ચે ઘણી વખત ઝઘડા થતા હતા. તે હંમેશા કહેતો કે હું મારી જૂની પ્રેમિકાને નથી મળતો તો પછી તુ કેમ એને મળે છે. આ વાતથી તે અનામિકાના કેરેક્ટર વિશે પણ શંકા કરતો હતો.
- પૂછપરછમાં જાણવા મળ્યું કે, ધીરજ ગાઝિયાબાદથી તેને મળવા માટે ઈન્દોર આવ્યો હતો. તે દરમિયાન અનામિકા પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. એપ્રિલમાં તેને દોઢ મહિનાનો ગર્ભ હતો. આ વાતની ખબર પડતા ધીરજ તેને જયપુર લઈગયો હતો અને ત્યાં તેનું અબોર્શન કરાવવામાં આવ્યું હતું. ઘટનાવાળા દિવસે અનામિકાએ અબોર્શન બરાબર નથી થયું અને પ્રોબ્લેમ થાય છે તે વાત કરતા ફરીથી ઝઘડો શરૂ થઈ ગયો હતો અને ત્યારપછી ધીરજે તેના પેટમાં લાત મારી દીધી હતી.
 
અંતિમ સંસ્કાર સુધી સાથે હતો

- ઘટના પછી ધીરજે પોલીસને આજીજી કરીને તે અનામિકાના અંતિમ સંસ્કાર સુધી સાથે રહ્યો હતો. પોલીસને દીરજના મિત્ર સૂરજે પૂછપરછમાં જણાવ્યું કે, ધીરજે તેને ફોન કરીને બોલાવ્યો હતો. ધીરજે સૂરજને પણ ફોનમાં એવુ જ કહ્યું હતું કે અનામિકાની તબિયત વધારે ખરાબ થઈ રહી છે અને તેને ઉલટીઓ થઈ રહી છે. પોલીસ ઘટનામાં સૂરજ, દેવેન્દ્ર અને દેવરાજની મોબાઈલ સીડીઆરના આધાર પર તપાસ કરી રહી છે.
- પોલીસ અનામિકાની ઘટના પછીથી ગાયબ બે મિત્રો દેવેન્દ્ર અને દેવરાજને શોધી રહી છે. આ બંને તેમના ઘરેથી ભાગી ગયા છે. તેઓ ફરીથી ફ્લેટ પર પરત નથી આવ્યા. પોલીસ તેમને શોધી રહી છે. તે સાથે જ ત્રણેય મિત્રોની મોબાઈલ કોલ ડિટેલ્સ અને લોકેશનની પણ તપાસ કરવામાં આવી રહી છે. જેથી ઘટના વાળા દિવસે તેઓ હતા કે નહીં તેની માહિતી મેળવી શકાય. પોલીસ સૂરજની પણ પૂછપરછ કરી રહ્યા છે. જ્યારે ઘાયલ થયા પછી જે એમ્બ્યુલન્સમાં અનામિકને લઈ જવામાં આવી તેના ડ્રાઈવરે જણાવ્યું છે કે, તે સમયે પણ અનામિકામાં કોઈ હલચલ નહોતી.
- અનામિકાના કાકાએ જણાવ્યું કે અમને ધીરજ પહેલેથી જ શંકાસ્પદ લાગતો હતો. તેમને શંકા છે અનામિકાનું પ્રિ-પ્લાન મર્ડર કરવામાં આવ્યું છે. કારણકે ધીરજ ઘટના ક્રમ વિશે સાચા જવાબ નથી આપી રહ્યો. પૂછપરછ દરમિયાન સોમવારે મોડી રાત સુધી અનામિકાના કાકા પણ પોલીસ સ્ટેશન રહ્યા હતા. 
 
આ રીતે બંનેની થઈ હતી મુલાકાત

- અનામિકાના મામા સૂર્યપ્રકાશે જણાવ્યું કે, તે એક બ્યૂટી કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે દિલ્હી ગઈ હતી. ધીરજ સાથે તેની મુલાકાત ત્યાં જથઈ હતી. થોડા સમય પહેલાં જ્યારે અનામિકાના પિતાનું ઓપરેશન થયુ ત્યારે ધીરજે ઘણી મદદ કરી હતી તેથી અનામિકાનો તેના પર વિશ્વાસ પણ વધી ગયો હતો. તેણે અનામિકાના વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવ્યો. ધીરજ અને તેના મિત્રએ ભેગા થઈને જ અનામિકાની હત્યા કરી છે.
 
આગળની સ્લાઈડમાં જુઓ અનામિકા અને ધીરજની અન્ય તસવીરો...
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Model Anamika Dubey Death Case, Police arrest Boy Friend
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended