Home »National News »Photo Feature» Girl Marry To Married Boyfriend In Bhopal Court Gives Statement In SDM Court

યુવતીએ પરણિત BF સાથે કર્યા કોર્ટ મેરેજ, યુવકે કહ્યું- બંનેને સાથે રાખીશ

divyabhaskar.com | Feb 10, 2017, 11:16 AM IST

  • પરણિત વિજય અને તેની પ્રેમિકા આકાંક્ષા.
ગ્વાલિયર/ભોપાલઃએક 30 વર્ષીય પરણિત વ્યક્તિ ગુમ થયેલી 20 વર્ષીય યુવતી સાથે 4 દિવસ ભોપાલથી મળી આવ્યા હતા. યુવતીએ એસડીએમને જણાવ્યું કે, હું પોતાની મરજીથી મારા પ્રેમી સાથે ગઈ હતી અને તેની સાથે જ રહેવા માગુ છું. આ સાથે જ યુવતીએ જણાવ્યું કે, જો માતા-પિતા પાસે જઈશ તો તેઓ મને મારી નાંખશે. 
 
યુવકે કહ્યું- બંને પત્નીને સાથે રાખીશ

- શિવપુરીના ઈંદારની રહેવાસી અપેક્ષા 5 ફેબ્રુઆરીની રાતે ગામના જ વિજય યાદવ સાથે ભોપાલ આવી ગઈ હતી.
- 6 ફેબ્રુઆરીએ યુવતીના પરિવારજનો પણ પાછળ-પાછળ ભોપાલ આવી ગયા હતા અને પ્રેમી કપલ ઈન્દોર જવા નીકળે તે પહેલા જ તેમને પકડી પાડ્યા હતા.
- આ સમયે પરિવારજનોએ હંગામો કર્યો અને પછી યુવતી સાથે મારા-મારી શરુ કરી દીધી હતી.
- જે પછી તેમણે ગોવિંદપુરા પોલીસને ફરિયાદ કરી હતી. પ્રેમી કપલને ગુરુવારે પોલીસ ઈંદાર પોલીસ સ્ટેશને લઈ આવી હતી.
- વ્યવસાયે ખેડૂત વિજયે પોલીસને જણાવ્યું કે, અપેક્ષાને મારા વિશે દરેક વાત ખબર છે. આ સાથે મારી પત્ની પણ આ સંબંધ વિશે બધૂ જાણે છે. તેને પણ આ સંબંધથી કોઈ વાંધો નથી. હું બંનેને સાથે રાખીશ.
- મોડી સાંજે બંનેને એસડીએમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. 
- અહીં યુવતીએ કહ્યું કે- વિજય પરણિત છે તે બાબત હું સારી રીતે જાણું છું અને તે એક બાળકનો પિતા પણ છે. પરંતુ છતાં હું તેની સાથે રહેવા માગુ છુ.
- યુવતીએ જણાવ્યું કે, બંનેએ ભોપાલ કોર્ટમાં લગ્ન કરી લીધા છે. હવે તેમને પરિવારજનો મારી નાખશે તેવો ભય છે. 
- યુવતીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, તે પુખ્ત વયની છે અને તેના માતા-પિતા તેની મરજી વિરુદ્ધ લગ્ન કરાવવા માગે છે. પરંતુ તે વિજય સાથે જ રહેવા માગે છે.
 
તસવીરોઃ  શાન બહાદુર
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.........................................)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Girl Marry to Married Boyfriend in Bhopal Court Gives Statement in SDM Court
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext