Home »National News »Latest News »National» Members Of Karni Sena Stalled The Shooting Of Film Padmavati At Jaigarh Fort

જયપુરમાં પદ્માવતી ફિલ્મનું શૂટિંગ રદ, ભણસાલીને માર્યો હતો તમાચો

Vijay Singh | Jan 29, 2017, 09:40 AM IST

  • ભણસાલી
જયપુર: શુક્રવારે જયપુરમાં 'પદ્માવતી' ફિલ્મના શૂટિંગનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો. ફિલ્મમાં રાણી પદ્માવતી સાથે જોડાયેલા કેટલાક તથ્યોને તોડી-મરોડીને રજૂ કરવાનો આરોપ લગાવતાં પ્રદર્શનકારીઓએ ભણસાણીને તમાચો મારી દીધો હતો. તેમના વાળ પણ ખેંચ્યા હતા. શૂટિંગ દરમિયાન આ હંગામો કરણી સેનાએ કર્યો. ભણસાલીએ હવે જયપુરમાં શૂટિંગ રદ કરવાનો નિર્ણય કર્યો છે. હવે મુંબઈમાં જ ફિલ્મનો સેટ ઉભો કરીને ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે. ફિલ્મના યુનિટ દ્વારા પેકઅપ કરે લેવામાં આવ્યું છે. દીપિકા, શાહીદ અને રણવીર પણ જયપુર નહીં આવે.
 
 
ભણસાલીની હેસિયત છે કે તેઓ જર્મનીમાં જઈને હિટલર પર ફિલ્મ બનાવેઃ કરની સેના
 
રાજપૂત કરની સેનાના ફાઉન્ડર લોકેન્દ્રસિંહ કાલવીએ કહ્યું કે, શું સંજય લીલા ભણસાલીની હેસિયત છે કે તેઓ જર્મનીમાં જઈને હિટલર પર ફિલ્મ બનાવે? આ સંગઠનનો આરોપ છે કે ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી'માં ઇતિહાસ સાથે જોડાયેલા કેટલાક તથ્યો સાથે છેડછાડ કરવામાં આવી રહી છે. વિરોધ દરમિયાન કોર્ટની અંદર શૂટિંગ ઈન્સ્ટ્રૂમેન્ટ્સની તોડફોડ કરવામાં આવી. ત્યારબાદ ભણસાણીએ શૂટિંગ અટકાવી દીધું હતું.
 
રાજપૂત કરની સેનાના ફાઉન્ડર લોકેન્દ્રસિંહ કાલવીએ કહ્યું કે, શું સંજય લીલા ભણસાલીની હેસિયત છે કે તેઓ જર્મનીમાં જઈને હિટલર પર ફિલ્મ બનાવે?  આજ વાત અમે જોધા-અકબરના શુટિંગ દરમિયાન કહી હતી. ઈતિહાસમાં જે વાતનો ઉલ્લેખ જ નથી તેને ફિલ્મમાં પણ દર્શાવી શકાય નહીં. અમારા નાક નીચે રાજપૂતોની ધરતી પર જ તેઓ અમારા પૂર્વજોના ઈતિહાસ સાથે છેડછાડ કરી રહ્યા છે.
 
જાણો શું છે મામલો
 
- ભણસાલી જયપુરમાં પોતાની અપકમિંગ ફિલ્મ 'પદ્માવતી'ના કેટલાક ખાસની સીનને શૂટ કરી રહ્યાં હતા. લગભગ બપોરે 12 વાગ્યા પછી કરણી સેનાના કાર્યકર્તા ત્યાં પહોંચ્યા અને ફિલ્મનો વિરોધ કરવા લાગ્યા. 
- શૂટિંગ માટે રાખવા આવેલા ઇંસ્ટ્રુમેંટ્સ અને સ્પીકરમાં તોડફોડ કરી. આ દરમિયાન ત્યાં અફરાતફરી મચી ગઇ. 
આ દરમિયાન સંજય લીલા ભણસાલીની સાથે ધક્કામુકી પણ થઇ. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કેસને સંભાળી લીધો. શૂટિંગ અટકાવવામાં આવ્યું. 
 
આ સમૂહે કર્યો હતો જોધા-અકબરનો વિરોધ

- કરણી સેનાનો આરોપ છે કે ફિલ્મમાં રાણી પદ્યાવતીની છબિ અને ઇતિહાસને તોડમરોડી રજૂ કરવામાં આવી રહ્યો છે. 
- આ કરણી સેનાના કાર્યકર્તાઓએ એકતા કપૂરની સીરિયલ જોધા-અકબરનો પણ વિરોધ કર્યો હતો. 
- કરણી સેનાનો આરોપ હતો કે સીરિયલમાં પણ ઇતિહાસને તોડમરોડીને જોધાને ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી. 
 
આમેર ફોર્ટ તંત્રને શૂટિંગ માટે આપી એપ્લિકેશન

  - તમને જણાવી દઇએ કે બુધવારે સંજય લીલા ભણસાલી પોતાની ટીમ સાથે આમેર ફોર્ટમાં પણ જોવા મળ્યા. 
- આમેર મહેલ તંત્રએ જણાવ્યું કે ભણસાલીની યૂનિટ દ્વારા શૂટિંગ કરવા માટે એપ્લિકેશન આવી ચૂકી છે. 
- તે 1 તથા 2 ફેબ્રુઆરીના રોજ આમેર મહેલમાં શૂટ કરશે. થોડા દિવસોના બ્રેક બાદ ફરીથી શૂટિંગ શરૂ કરવામાં આવશે. 
- કહેવામાં આવી રહ્યું છે ભણસાલી શહેર અને આસપાસના વિસ્તારોમાં 8 માર્ચ સુધી શૂટિંગ કરવાનો પ્લાન બનાવી રહ્યાં છે. 
- જયપુરના ફોર્ટ અને અહીંના લોકેશન્સ પર પદ્માવતી સાથે જોડાયેલા કેટલાક સીન શૂટ થવાના છે. 
- આ પહેલાં બાજીરાવ મસ્તાનીનું શૂટિંગ પણ જયપુર અને આસપાસના લોકેશન્સ પર થઇ ચૂક્યું છે.
 
કોણ હતી રાણી પદ્માવતી? 

  - રાણી પદ્માવતીને પદ્મિનીના નામે પણ ઓળખવામાં આવે છે. 
- તે ચિત્તોગઢની રાણી અને રાજા રતનસિંહની પત્ની હતી. તેમણે ખૂબ જ સુંદર ગણવામાં આવતા હતા. 
- કહેવામાં આવે છે કે ખિલજી વંશના શાસક અલાઉદ્દીન ખિલજી પદ્માવતીને પ્રાપ્ત કરવા માંગતા હતા. રાણીને જ્યારે આ અંગે ખબર પડી તો તેમણે બીજી ઘણી રાજપૂત મહિલાઓની સાથે જૌહર કરી લીધું.
- એવું માનવામાં આવી રહ્યું છે કે બાજીરાવ મસ્તાની માફક આ ફિલ્મમાં પણ ખિલજી અને પદ્માવતીને સેંટરમાં રાખીને વાર્તા વણવામાં આવી રહી છે. 
 
શું કહ્યું કરણી સેનાએ? 
 
- રાજપૂત કરણી સેનાના લીડર લોકેન્દ્ર સિંહ કાલવીએ કહ્યું કે- જે રાણીએ દેશ અને કુળની મર્યાદા માટે 16 હજાર રાણીઓની સાથે જોહર કરી લીધું હતું, તેને આ ફિલ્મમાં ખિલજીની પ્રેમિકાના રૂપમાં દર્શાવવી એકદમ આપત્તિજનક છે. આ આખી કહાનીને ગ્લૈમરાઇઝ કરીને દર્શાવવી આપણીએ સંસ્કૃતિ પર તમાચો છે. અમે ચૂપ રહીશું નહી. આ ફિલ્મકાર ક્રિએટિવિટીના નામ પર આપણા ઇતિહાસની સાથે કંઇપણ કરી દે અને અમે ચુપ બેસીએ, આ કેવી રીતે બની શકે? આ ફિલ્મ બનવી ન જોઇએ. 
 
તસવીરોઃ વિજય સિંહ
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ તસવીરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Members Of Karni Sena stalled the Shooting Of Film Padmavati At Jaigarh Fort
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended