Home »National News »Photo Feature» Know About Milestone Miss And Mrs India Internation Winner Dr Neha Gupta

બિહારની આ દીકરીની થઈ રહી છે ચર્ચા, કહ્યું- લગ્ન મારા ઝનૂનને ન લગાવી શકે બ્રેક

divyabhaskar.com | Feb 14, 2017, 00:05 AM IST

  • માઈલસ્ટોન મિસ એન્ડ મિસિઝ ઈન્ટરનેશનલમાં બિહારની દીકરી ડો. નેહા ગુપ્તાએ ડંકો વગાડ્યો છે
પટના. Milestone Miss & Mrs India Internationalમાં બિહારની બેટી ડો. નેહા ગુપ્તાએ ડંકો વગાડ્યો છે. ડો. નેહા ગુપ્તાની આ સ્પર્ધામાં Mrs India International તરીકે પસંદગી કરવામાં આવી છે. બિહારના નાનકડા શહેર જમાલપુરની રહેવાસી નેહા વ્યવસાયે ડોક્ટર છે.
 
નેહા Mrs. Delhi NCR2015માં ફાઈનલિસ્ટ
 
- પબ્લિક હેલ્થ ઈન્ડસ્ટ્રીમાં માસ્ટર કરી રહેલી નેહાએ આર્મી ડોક્ટર સાથે લગ્ન કર્યાછે.
- નેહા Mrs. Delhi NCR 2015ની ફાઈનલિસ્ટ પણ રહી ચૂકી છે. ડો. નેહાનું કહેવું છે કે તે બ્યૂટી વિથ બ્રેનમાં વિશ્વાસ રાખે છે. તેથી હું મારી જાતને હંમેશા અપડેટ રાખું છું.
- નેહા અનેક ડિઝાઈનર્સ માટે રેમ્પ વોક પણ કરી ચૂકી છે.
- નેહાનું કહેવું છે કે, લગ્ન કોઈ મહિલાના ઝનૂન પર બ્રેક લગાવી શકતી નથી તેમ હું વિશ્વને બતાવવા માંગુ છું. પરંતુ તેને ઉડવાની પાંખો આપી શકે છે.
 
ક્રાઉન જીતવો છે પેશન
 
- ડો. નેહા ગુપ્તાએ કહ્યું કે બ્યૂટી  કોન્ટેસ્ટમાં તાજ જીતવો મારું પેશન છે. હું મારા જીવનમાં જેટલ વધારે બને તેટલા તાજ જીતવાનો પ્રયાસ કરતી રહીશ. ઉલ્લેખનીય છે કે Miss & Mrs India International, VIEWERS CHOICE AWARD માટે વ્યૂઅર્સના વોટના હિસાબે વિજેત જાહેર કરવામાં આવે છે.
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know about milestone miss and mrs india internation winner dr neha gupta
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended