Home »National News »Desh» DGP, Singer, Businessmen And MLA Attended Royal Family Wedding

આ શાહી લગ્નમાં આવ્યા નેતાઓ અને બિઝનેસમેન, જુઓ તસવીરો

divyabhaskar.com | Apr 21, 2017, 11:56 AM IST

  • શાહી દંપત્તિ- પરીક્ષિત સિહ અને જાહ્નવી કુમારી.
ઉદયપુરઃમેવાડના પૂર્વ રાજવી પરિવારથી જોડાયેલા શક્તિસિહ મેવાડની પુત્રી જાહ્નવી કુમારી અને જોધપુરના પૂર્વ રાજવી પરિવારના ટૂટૂ બન્નાના પુત્ર પરીક્ષિત સિહના રોયલ વેડિંગ ઉદયપુરમાં થયા. રાતે 9 કલાકે આરકે ફોર્ટથી લગ્ન સ્થળ સુધી રોયલ રિટ્રીટ પહોંચી હતી. અડધા કિ.મી. સુધી નીકળેલી શાહી જાનમાં હાથી, ઘોડા, ઉંટ, મશાલ તથા બેંડ-બાજાઓ સામેલ હતા. વરરાજા પરીક્ષિત સિંહે હાથી પર સવાર થઈ તોરણ વિધિ કરી હતી.
 
200 શાહી મહેમાનોની આગેવાનીમાં નીકળી જાન...

- આ સમારોહમાં જયપુરના પૂરવ મહારાજ નરેન્દ્ર સિંહ, કિશનગઢના પૂર્વ મહારાજ બ્રજરાજ સિંહ અને પટિયાના પૂર્વ રાજવી પરિવારના યુવરાજ રવિન્દ્ર સિંહ સામેલ હતા.
- આ લગ્નમાં ડીજીપી મનોજ ભટ્ટ, સિંગર રૂપ કુમાર રાઠોડ, મુંબઈના બિઝનેસમેન રાજેન્દ્ર પ્રસાદ સિંહ રાઠોડ, ધારાસભ્ય રણધીર સિંહ ભીંડર સહિતના લોકો હાજર રહ્યાં હતા.
- શહેરના 4 વૈભવી હોટલોમાં 200થી વધુ શાહી મહેમાનો માટે રૂમ બુક કરવામાં આવ્યા હતા. બપોરથી જ મહેમાનોને લાવવા માટે લક્ઝરી કાર્સ દોડતી હતી.
- જહ્નાવી કુમારી સ્વ. નરેન્દ્ર સિંહ મેવાડની પૌત્રી હતી, જે પૂર્વ મહારાણા ભગવત સિંહ મેવાડના ભાઈ હતા.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.........)
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: DGP, Singer, Businessmen And MLA Attended Royal Family Wedding
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended