Home »National News »Latest News »National» Meghalaya Governor V Shanmuganathan Resigns Amid Allegations Of Sexual Harassment

મેઘાલયના ગૃહમંત્રી પુત્રના ગેસ્ટહાઉસમાં દુષ્કર્મ મુદ્દે ફસાયા, વિપક્ષે રાજીનામું માગ્યું

Agency, Shillong | Jan 29, 2017, 01:20 AM IST

  • મેઘાલયના ગૃહમંત્રી પુત્રના ગેસ્ટહાઉસમાં દુષ્કર્મ મુદ્દે ફસાયા, વિપક્ષે રાજીનામું માગ્યું,  national news in gujarati
શિલોંગ:મેઘાલયના રાજભવનમાં યંગ લેડિઝ ક્લબ બનાવ6વાના આરોપસર વી. ષણમુગનાથનના રાજ્યપાલ પદેથી રાજીનામા બાદ હવે ત્યાં એક દુષ્કર્મ મામલે ગૃહમંત્રીના રાજીનામાની માગ થઇ રહી છે. તેમના પુત્રના ગેસ્ટહાઉસમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે પણ ગૃહમંત્રી હોરજુ ડોંકુપર રોય લિંગદોહે રાજીનામું આપવાનો ઇનકાર કરતા કહ્યું કે મેં કોઇ ખોટું કામ નથી કર્યું, ગેસ્ટહાઉસ હું નથી ચલાવતો, મેનેજમેન્ટ ચલાવે છે. હું ગૃહમંત્રી હોવાના કારણે તપાસ પર કોઇ અસર નહીં થાય. મેં પોલીસને તપાસની સંપૂર્ણ છૂટ આપી છે. જરૂર પડે તો પોલીસ મારી પણ પૂછપરછ કરી શકે છે.
 
બીજી તરફ ભાજપ સહિત વિપક્ષોએ નિષ્પક્ષ તપાસ માટે લિંગદોહના રાજીનામાની માગ કરી હતી. લિંગદોહના પુત્ર નાથોનિલ ઓસ્બર્ટ રિમ્માઇના ગેસ્ટહાઉસમાં 14 વર્ષની કિશોરી સાથે 4 લોકોએ કેટલાય દિવસો સુધી દુષ્કર્મ કર્યું. કિશોરી પર સરકારી આવાસમાં પણ દુષ્કર્મ કરાયું. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં 16 લોકોની ધરપકડ કરી છે, જેમાં અપક્ષ ધારાસભ્ય જુલિયસ કિટબોંગ દોરફાંગ પણ સામેલ છે. ઇસ્ટ ખાસી હિલ્સના પોલીસ વડાએ પણ કહ્યું કે આ મામલે તપાસ જારી છે. ગૃહમંત્રીની પૂછપરછની જરૂર જણાય તો તેમને પણ બોલાવીશું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Meghalaya Governor V Shanmuganathan resigns amid allegations of sexual harassment
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended