Home »National News »Latest News »National» Meghalaya Governor V Shangmuganathan Resigns After Alleged Sexual Misconduct

જાતીય સતામણીના આરોપ બાદ મેઘાલયના ગવર્નરે આપ્યું રાજીનામું

divyabhaskar.com | Jan 28, 2017, 05:09 AM IST

  • પીએમ મોદી સાથે વી.ષણમુગનાથનની ફાઇલ તસવીર
શિલોંગ:  રાજભવનને લેડિસ ક્લબ બનાવવાના અને ઇન્ટરવ્યૂ આપવા આવેલી મહિલાઓના જાતીય શોષણના આરોપોથી ઘેરાયેલા મેઘાલયના રાજ્યપાલ વી.ષણમુગનાથને રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્વારા તેમના રાજીનામાનો સ્વીકાર કરી લેવાયો છે. રાજભવનના 98 કર્મીઓએ રાજ્યપાલ સામે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને પત્ર લખ્યો હતો અને તેની ફરિયાદ કરી હતી. દેશમાં પોતાની રીતનો આ પહેલો મામલો છે જ્યાં રાજભવન કર્મીઓએ જ રાજ્યપાલ સામે મોરચો ખોલ્યો છે.
 
11 મુદ્દા ધરાવતા પત્રમાં રાજ્યપાલ પર રાજભવનના ગૌરવને નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકતા કહેવાયું હતું કે તેમણે રાજભવનને લેડિસ ક્લબ બનાવી દીધી છે જ્યાં બહારની મહિલાઓ નિર્વિઘ્ને આવતી-જતી રહે છે. સાથે કહ્યું હતું કે રાજ્યપાલે પોતાના મુખ્ય સચિવ સહિત તમામ કર્મીઓને હટાવીને તેની જગ્યાએ મહિલાઓને ખડકી દીધી છે. 
 
કુકથી માંડી પીઆરઓના હોદ્દા સુધી મહિલાઓની નિમણૂક કરી છે અને રાજભવનના ઐતિહાસિક ડાઇનિંગ રૂમને એક મહિલા સચિવની ઓફિસમાં બદલી નાખ્યો છે. એક મહિલા કર્મી તો રાજ્યપાલના બેડરૂમ સુધી જતી હતી. એટલું જ નહીં ઇમ્ફાલ યાત્રા દરમિયાન આ મહિલા કર્મી રાજભવનમાં રાજ્યપાલ સાથે એક જ રૂમમાં રોકાઇ હતી. કર્મીઓએ પત્ર સાથે કેટલીક તસવીર પણ મોકલી છે.
 
 રાજ્યપાલ સામેના આરોપ

- પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના નિધન સમયે તેમની સાથે હોવાના ષણમુગનાથનનો દાવો ખોટો છે. હકીકતમાં તેઓ રાજભવનમાં સુતા હતા અને પીએમનો ફોન આવતા હોસ્પિટલ ગયા હતા.
- હરકતોનો વિરોધ કરવા પર તેમણે રાતો-રાત મુખ્ય સચિવને હટાવી દીધા હતા. જેમની છબિ સારા અધિકારીની હતી. 
- તેમણે કર્મચારીઓને શારીરિક અને માનસિક રીતે હેરાન કર્યા હતા. તે કારણે એક સચિવને બ્રેન સ્ટ્રોક થયો હતો. પછી 3 નવેમ્બરે તેનું નિધન થયું હતું.

સંઘ સાથે જોડાયેલા છે
તમિલનાડુના મૂળ નિવાસી ષણમુગનાથન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સક્રિય કાર્યકર્તા રહ્યા છે. પછી તેઓ ભાજપમાં જોડાયા હતા અને સંગઠનમાં ઘણા હોદ્દાઓ પર રહ્યા હતા. તેમણે તમિલમાં ત્રણ પુસ્તકો પણ લખ્યાં છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Meghalaya Governor V Shangmuganathan Resigns After Alleged Sexual Misconduct
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext