Home »National News »Photo Feature» Roshni Is Pursuing An MA In Arabic & Culture Studies At Jamia Millia Islamia

હિજાબ પહેરી સ્પોર્ટ્સ બાઈક ચલાવે છે યુવતી, સોશિયલ મીડિયા પર થઈ ફેમસ

divyabhaskar.com | Feb 06, 2017, 10:06 AM IST

  • સોશિયલ મીડિયા પર ફેમસ ચેહરો બની રોશની.
નવી દિલ્હીઃ દિલ્હીના રોડ પર હિજાબ પહેરીને બાઈક પર નીકળતી એક યુવતી ઘણીવાર જોવા મળે છે. અંદાજે 2 લાખ રૂપિયાની સ્પોર્ટ્સ બાઈકથી તે ઘરેથી કોલેજ જવા નીકળે છે. કોલેજ કેમ્પસમાં પહોંચતા જ બધાની નજર આ હિજાબવાળી બાઈકર પર રહે છે. હાલ આ યુવતી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે.
લોકો જોતા રહી જાય છે ‘હિજાબી બાઈકર’ને

- આ યુવતીનું નામ રોશની મિસબાહ છે. રોશની ગાઝિયાબાદમાં રહે છે અને જામિયા મિલિયા ઈસ્લામિયાની સ્ટુડન્ટ છે.
- બ્લેક લેધર જેકેટ, જીન્સ, હાઈહીલ બૂટ અને માથા પર હિજાબ પહેરી રોશની બાઈક લઈ નીકળે છે ત્યારે લોકો તેને જોતા રહી જાય છે.
- રોશની જામિયામાં અરેબિક એન્ડ કલ્ચરલ સ્ટડીઝમાં એમએ કરી રહી છે. મિત્રો અનુસાર, બાઈક ચલાવવાની સાથે રોશની અભ્યાસમાં પણ આગળ છે.
- રોશની બાઈક રાઈડર્સ ગ્રુપ્સની પણ મેમ્બર છે.
- રોશનીએ જામિયામાં એડમિશન લીધુ ત્યારે પિતા પાસે કોલેજ આવવા-જવા બાઈકની ડિમાન્ડ કરી હતી.
- રોશનીના પિતા પણ બાઈક્સના શૌખીન છે. તેમણે રોશનીને બજાજ એવેંજર ખરીદી આપી હતી.
- એવેંજરમાં રોશનીને બાઈક ચલાવવાની ફીલ નહોતી આવતી, તેથી 5 મહિના બાદ જ તે વેચી સ્પોર્ટ્સ બાઈક ખરીદી હતી.
- હવે તે 250 સીસીવાળી 2 લાખની હોંડા સીબીઆર રિપસોલ ચલાવે છે. 
- રોશનીની ડ્રીમ બાઈક ડુકાટી છે.
- રોશનીની બે નાની બહેનો છે, તેઓ પણ મોટી બહેન જેમ બાઈક ચલાવવાનું શીખી રહી છે.
- રોશની આખુ વિશ્વ ફરવા માગે છે. હાલ તેનો લક્ષ્યાંક સ્પોર્ટ્સ બાઈક લઈ લદ્દાખ જવાનો છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ રોશની મિસબાહની વધુ તસવીરો......................)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Roshni is pursuing an MA in Arabic & Culture Studies at Jamia Millia Islamia
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended