Home »National News »Latest News »National» Medical Student Set A Fire On Girlfriend In Kerala

કેરળઃ મેડિકલ સ્ટુડન્ટે ક્લાસરૂમમાં GFને આગ ચાંપી, પોતે પણ સળગી ગયો

divyabhaskar.com | Feb 02, 2017, 12:54 PM IST

  • કેરળના કોટ્ટાયમની ઘટના. મેડિકલ કોલેજના એક સિનિયર વિદ્યાર્થીએ ક્લાસરૂમમાં તેની ગર્લફ્રેન્ડ પર પેટ્રોલ નાખીને આગ લગાવી દીધી
તિરુવનંતપુરમ:  કેરળમાં મેડિકલ કોલેજના એક સિનિયર વિદ્યાર્થીએ ક્લાસરૂમમાં તેની ગર્લફ્રેન્ડ પર પેટ્રોલ નાખીને આગ લગાવી દીધી. આ ઘટના બુધવારે કોટ્ટાયમની એસએમઇ કોલેજમાં થઇ. તે દરમિયાન ત્યાં અન્ય ઘણા વિદ્યાર્થીઓ પણ હાજર હતા. આરોપીએ ત્યારબાદ પોતાની જાતને પણ આગ લગાવી દીધી. બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમનું મૃત્યુ થઇ ગયું.
 
છોકરીએ અંતર બનાવી લેતા નારાજ હતો આરોપી
 
- ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, છોકરી મોનિકા (બદલેલું નામ) ફિઝિયોથેરાપી કોર્સ કરતી ચોથા વર્ષની વિદ્યાર્થીની હતી.
- આરોપી આદર્શ (25) 2013 ની બેચનો વિદ્યાર્થી હતો અને તે નાપાસ થયેલા વિષયોની સપ્લીમેન્ટ્રી એક્ઝામની તારીખ જાણવા માટે આવ્યો હતો. આ દરમિયાન જ તેણે ઘટનાને અંજામ આપ્યો હતો.
- મોનિકાની બહેનપણીએ જણાવ્યું કે પહેલા બંને વચ્ચે અફેર હતું, પરંતુ, મોનિકાના પેરેન્ટ્સને આ સંબંધ મંજૂર ન હતો. તેથી તેણે એ છોકરાથી અંતર બનાવી લીધું હતું.
- તે પથી આરોપીએ છોકરીનો પીછો કરવાનું અને તેને ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું હતું. તે મોનિકા પર ફરી એકવાર રિલેશન બનાવવા માટે દબાણ કરી રહ્યો હતો.
- છોકરીના પરિવારજનોએ પોલીસમાં તેની ફરિયાદ પણ નોંધાવી હતી.
 
છોકરીના ઘરવાળાઓએ લગ્ન કરાવવાની ના પાડી દીધી હતી
 
- પોલીસના જણાવ્યા પ્રમાણે, “આદર્શે છોકરી સાથે લગ્ન કરવા માટે તેના ઘરવાળા સમક્ષ પ્રસ્તાવ પણ મુક્યો હતો.”
- “પરંતુ મોનિકાના ઘરવાળાઓએ છોકરો નીચી કાસ્ટનો હોવાને કારણે લગ્ન માટે ના પાડી દીધી હતી.”
 
પોલીસ શું કહે છે?
 
- પોલીસના જણાવ્યા પ્રમાણે, “આદર્શ બોટલમાં પેટ્રોલ લઇને કોલેજમાં દાખલ થયો અને સીધો છોકરીના ક્લાસની બહાર પહોંચ્યો.”
- “તેણે છોકરીને વાત કરવા માટે બહાર બોલાવી, પરંતુ, છોકરીએ ના પાડી દીધી. ત્યારબાદ તે અંદર ગયો.”
- “કોઇ કંઇ સમજી શકે તે પહેલા આરોપીએ છોકરી પર પેટ્રોલ નાખીને તેને આગ લગાવી દીધી. બંનેને બચાવવાના પ્રયત્નોમાં 2-3 વિદ્યાર્થીઓ ઘાયલ પણ થયા.”
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Medical student set a fire on girlfriend in Kerala
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext