Home »National News »Latest News »National» Allahbad HC Issues Notice To Mayawati

અલ્લાહબાદ HCનો આંચકો, માયાવતી અને તેમના ભાઈ-પિતાને નોટિસ

divyabhaskar.com | Feb 15, 2017, 14:53 PM IST

  • અલ્લાહબાદ HCનો આંચકો, માયાવતી અને તેમના ભાઈ-પિતાને નોટિસ,  national news in gujarati
લખનઉ : બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતીને અલ્લાહબાદ હાઈકોર્ટમાં આંચકો લાગ્યો છે. કોર્ટે માયાવતી, તેમના ભાઈ તથા પિતાને નોટિસો કાઢી છે. ખેતીલાયક જમીનને બિન-ખેતીલાયક કરવાના કેસમાં આ નોટિસ કાઢવામાં આવી છે. 
 
હાઈકોર્ટે કાઢી નોટિસો 

અરજદાર સંદીપ ભાટીએ દાવો કર્યો હતોકે, બાદલપુરમાં લગભગ 43,500 મીટર જમીનનો લેન્ડ યુઝ બદલવામાં આવ્યો હતો. તત્કાલીન સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે ખેતીલાયક જમીનને નિયમ વિરૂદ્ધ જઈને બિન-ખેતીલાયક જાહેર કરી હતી. હાઈકોર્ટે બસપા સુપ્રીમો માયાવતી, તેના ભાઈ આનંદકુમાર તથા તેના પિતા રામ દયાલને નોટિસ કાઢી જવાબ માંગ્યો છે. 

માયાવતીનો બંગલો બન્યો 

નોઈડાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે વર્ષ 2006માં ખેતીલાયક જમીનને બિન-ખેતીલાયક કરવાનો આદેશ આપ્યો હતો. માયાવતી પર આરોપ છે કે, આમ કરવા માટે તેમણે પોતાના પ્રભાવનો ઉપયોગ કર્યો હતો. બાદમાં ત્યાં 'માયા મહેલ' બનાવવામાં આવ્યો હતો. અરજદારે આ મુદ્દે સીબીઆઈ તપાસની પણ માંગ કરી છે.  
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Allahbad HC issues notice to Mayawati
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext