Home »National News »Latest News »National» Maulvi Will Be Return To Indian After Kidnapping At Pakistan

બંને લાપતા ભારતીય મૌલવીને પાક.માં ISIએ પકડી રાખ્યા હતા

Bhaskar News, Delhi | Mar 19, 2017, 01:46 AM IST

  • બંને લાપતા ભારતીય મૌલવીને પાક.માં ISIએ પકડી રાખ્યા હતા,  national news in gujarati
નવી દિલ્હીઃ  દિલ્હીની પ્રસિદ્ધ હજરત નિઝામુદ્દીન દરગાહના જે બે મૌલવી લાપતા થયા હતા તેઓ ISIની કસ્ટડીમાં હોવાનો પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો છે. પાક.મીડિયા મુજબ મુત્તહિદા કૌમી મૂવમેન્ટ સાથે સંબંધના આરોપમાં  આસિફ નિઝામી અને નઝીમ નિઝામી નામના બન્ને મૌલવીની અટકાયત કરાઈ હતી. બાદમાં તેમને મુક્ત કરાયા હતા. આજે તેઓ ભારત પાછા ફરશે.
અગાઉ સુષ્મા સ્વરાજે મૌલવીઓનું અઅપહરણની પાછળ આઇએસઆઇનો હાથ હોવાનો સંકેત આપ્યો હતો.

સ્વરાજે જણાવ્યું હતું કે બન્ને મૌલવીઓના પાકિસ્તાની યજમાન દબાણ હેઠળ છે. યજમાનોને પાકિસ્તાન સ્થિત ભારતીય દૂતાવાસ સાથે વાત નહીં કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે. ભારત સરકારે બન્ને મૌલવીઓ લાપતા બન્યાનો મુદ્દો પાકિસ્તાન સમક્ષ ઉઠાવ્યો હતો. સુષ્મા સ્વરાજે એક ટ્વીટ કરીને લખ્યું હતું કે, વિદેશ મંત્રાલયે કરાચીમાં બન્ને ભારતીય મૌલવીઓના યજમાન બનેલા લોકો સાથે સંપર્ક કર્યો હતો. ત્યારે એમ લાગ્યું હતું કે પાકિસ્તાન સરકાર દ્વારા તેમના પર વાત નહીં કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.

સુષ્માની ટ્વિટની નોંધ લેવાઇ
ઉલ્લેખનીય છે કે બન્ને મૌલવી 8મી માર્ચે પાકિસ્તાન ગયા હતા. થોડા દિવસ પહેલા જ કરાચી જવા માટે રવાના થતી વખતે લાહોર એરપોર્ટ પરથી તેઓ ગાયબ થઈ ગયા હતા. એ પછી તેમના કોઈ જ સગડ મળી રહ્યા નહોતા. ભારતનાં વિદેશ પ્રધાને આ પ્રકરણ પાછળ પાકિસ્તાની અધિકારીઓનો હાથ હોવાની સંભાવના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતનું માનવું છે કે અપહરણ કોઈ સામાન્ય ઘટના નથી. એક અન્ય ટ્વીટમાં સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે પાકિસ્તાન સ્થિત ભારતીય દૂતાવાસ સાથે તેઓ સતત સંપર્કમાં છે. અગાઉ પાકિસ્તાની પત્રકાર મેહર તરારે સુષ્મા સ્વરાજની ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે કેટલાક વર્ષ પહેલા બેમાંથી એક મૌલવીને તેઓ મળ્યાં હતાં.

તરારે એમ પણ લખ્યું હતું કે સામાન્યપણે પાકિસ્તાનમાં સૂફી સંતોનું સન્માન કરવામાં આવે છે. તેના જવાબમાં સ્વરાજે લખ્યું હતું કે, ‘આશા છે કે પાકિસ્તાન સરકાર પણ આવું જ માનતી હશે.’ બન્ને ભારતીય મૌલવીઓ દાતા દરબાર દરગાહ જવા માટે લાહોર પહોંચ્યા હતા. હજરત નિઝામુદ્દીન દરગાહનો દાતા દરબાર દરગાહ સાથે ગાઢ સંબંધ છે. દાતા દરબાર ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ છે. બન્ને દરગાહોના મૌલવીએ દર વર્ષે એકબીજાને ત્યાં જાય છે.
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Maulvi will be return to indian after kidnapping At pakistan
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended